KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

BSE Sensex દિવસના તળિયેથી 450 પોઇન્ટ ઉચકાયો

બજાર બે દિવસ પછી પોઝિટિવ ઝોનમાં જોવા મળ્યું હતું. આના પગલે નિફ્ટી પણ વધ્યો હતો. તેણે પણ 22,771.80નો હાઈ બનાવ્યો હતો

desk@kuberanowPublished On : 30 Sept 2026
Market Up
AI GENERATED

BSE Sensex: શેરબજાર સળંગ ત્રીજા દિવસે ઘટાડા સાથે ખૂલ્યું હતું, પરંતુ પછી બજાર દિવસનો ઘટાડો પચાવીને તળિયેથી ઉચકાયું હતું. બીએસઈ સેન્સેક્સ દિવસના તળિયેથી 450 પોઇન્ટ ઉચકાયો હતો. બજાર બે દિવસ પછી પોઝિટિવ ઝોનમાં જોવા મળ્યું હતું. આના પગલે નિફ્ટી પણ વધ્યો હતો. તેણે પણ 22,771.80નો હાઈ બનાવ્યો હતો.


સવારના સત્રમાં સેન્સેક્સ 354.66 પોઇન્ટ કે 0.49 ટકા વધીને 72,883.73 પોઇન્ટ પર ચાલતો હતો. જ્યારે નિફ્ટી 49.50 પોઇન્ટ કે 0.22 ટકા વધીને 22,765.70 પર ચાલતો હતો. આમ કુલ 2,353 શેર વધ્યા છે અને 1,152 શેર ઘટ્યા છે.


બીએસઈ સેન્સેક્સ ગઇકાલના બંધ 72,529.07 સામે નીચામાં 72,441.15 પોઇન્ટ પર ખૂલ્યો હતો. તે ઉપરમાં તે 72,899.64 ગયો હતો અને 72,440.05નું તળિયું બનાવ્યું હતું. હાલમાં આ લખાય છે ત્યારે સેન્સેક્સ 72,605 પર ચાલી રહ્યો છે. બીએસઇના 30માંથી 20 શેર વધેલા અને 10 ઘટેલા છે.


આ જ રીતે એનએસઈનો નિફ્ટી50 અગાઉના બંધ 22,716.20ની સામે બુધવારે 22,665 પોઇન્ટ પર ખૂલ્યો હતો.  તેણે ડે હાઈ 22,771.80 તો ડે લો 22,659.80 બનાવી હતી. નિફ્ટી હાલમાં 22,675 પર ચાલી રહ્યો છે. નિફ્ટીના 50માંથી 18 શેર વધેલા તો 32 ઘટેલા છે.


બજારમાં નીચલા સ્તરોએ વેલ્યુ બાઇંગના લીધે તે ઓવરસોલ્ડ કેટેગરીમાંથી બહાર આવ્યું હતું. ભારતનો વોલેટાલિટી ઇન્ડેક્સ એટલે કે વીઆઈએક્સ બે ટકા નીચો એટલે કે 13.17 પર ટ્રેડ થતો હતો, જે દર્શાવે છે કે બજારના સહભાગીઓમાં નર્વસનેસ ઓછી છે.


નિફ્ટી જો 22,650ની નીચે ગયો તો તે મંદીના બજારમાં પ્રવેશી ગયો છે તેમ સમજવું. જો કે સતત ઘટાડાના લીધે ઝડપી પુલબેક રેલીની સંભાવના પણ નકારી શકાય નહીં. ડે ટ્રેડર્સ માટે 22,600થી 22,700 મહત્વનો સપોર્ટિવ ઝોન છે. નિફ્ટી જો આ લેવલથી ઉપર જળવાયેલો રહે તો 22,850થી 23,000 જઈ શકે અને સેન્સેક્સ 73 હજારથી 73,500 જઈ શકે. હવે જો તે 22,600 અને 72,200ની સપાટી તોડે તો જબરદસ્ત વેચવાલીનું દબાણ આવે અને નિફ્ટી 22,500-22,300 અને 72,000 અને 72,100 સુધી જઈ શકે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ADANI

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBI GOVERNOR

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

Gujarat Fluorochemicals

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

South Korean

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

Power sector tarrif

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

Polycab

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો

Nifty IT

આઇટી સેક્ટરના શેરોમાં તોફાની તેજી, નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો