FIIની વિપરીત ચાલ, છેલ્લા 12 મહિનામાં IPOમાં 85,500 કરોડનું રોકાણ તો શેરબજારમાં 3.65 લાખ કરોડનું વેચાણ
સપ્ટેમ્બરમાં જ FIIએ રૂ. 39,660 કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 76,030 કરોડનું વેચાણ કરીને બજારને ટેકો આપ્યો હતો.

FII Investing: વિદેશી સંસ્થાકીય રોકાણકારોની બજારમાં છેલ્લા 12 મહિના દરમિયાન વિપરીત ચાલ જોવા મળી છે. તેમા વિદેશી રોકાણકારો ભારતીય IPO માર્કેટમાં પૂરજોશમાં ઝંપલાવતા જોવા મળ્યા છે અને તેના ભાગરૂપે 9.2 અબજ ડોલર એટલે કે રૂ. 85,500 કરોડનું રોકાણ કર્યુ છે, પણ તેનાથી વિપરીત તેમણે ભારતીય શેરબજારમાંથી 39 અબજ ડોલર એટલે કે 3,65,000 કરોડનું વેચાણ પણ કર્યુ છે.
આ બતાવે છે કે નવા શેર ભરણા હજી વિદેશી રોકાણકારોને આકર્ષિત કરી રહ્યા છે, પરંતુ શેરબજારમાં તો FIIની વેચવાલી જારી જ છે. એકલા સપ્ટેમ્બરમાં જ FIIએ રૂ. 39,660 કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 76,030 કરોડનું વેચાણ કરીને બજારને ટેકો આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન નિફ્ટી 6.1 ટકા ઘટ્યો હતો અને ઓગસ્ટમાં 1.2 ટકા ઘટ્યો હતો, એમ જેએમ ફાઇનાન્સિયલ્સે જણાવ્યું હતું.
સપ્ટેમ્બરમાં મૂડીબજારમાં FIIનો મૂડીરોકાણનો પ્રવાહ રૂ. 9,310 કરોડ હતો, જે ઓગસ્ટમાં રૂ. 12,620 કરોડ હતો. બીજી તરફ, શેરબજારમાં રૂ. 48,970 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો; આનાથી અગાઉના મહિનામાં નોંધાયેલ રૂ. 10,230 કરોડનો ચોખ્ખો પ્રવાહ ઉલટાઈ ગયો હતો.
જેએમ ફાઇનાન્સિયલે જણાવ્યું હતું કે, "સપ્ટેમ્બર 2026માં FIIs રૂ. 396.6 અબજ (USD 4.1 અબજ)ના મૂલ્યના નેટ સેલર રહ્યા હતા, જ્યારે ઓગસ્ટ 2026માં 1.2%ના ઘટાડા બાદ નિફ્ટીમાં મહિના-દર-મહિના (MoM) ધોરણે 6.1%નો ઘટાડો થયો હતો. સતત બે મહિના સુધી ચોખ્ખા ખરીદદાર રહ્યા બાદ સપ્ટેમ્બર 2026માં FIIs ચોખ્ખા વેચાણકર્તા બન્યા હતા."
સપ્ટેમ્બરના અંતે કુલ ભારતીય ઇક્વિટીમાં FIIની માલિકી ઘટીને 13.8% થઈ હતી, જે ઓગસ્ટમાં 14.2% અને સપ્ટેમ્બર 2016માં 19.9% હતી. જૂન 2026માં DII (સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો)ની માલિકી 18.9% સુધી પહોંચી હતી અને ડિસેમ્બર 2024થી સ્થાનિક સંસ્થાઓ વિદેશી સંસ્થાઓની તુલનામાં ભારતીય ઇક્વિટીમાં મોટો હિસ્સો ધરાવે છે.
સપ્ટેમ્બરમાં બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા ક્ષેત્રે સૌથી મોટો FII આઉટફ્લો (ભંડોળનો પ્રવાહ બહાર જવો) નોંધાયો હતો, જેનું મૂલ્ય $1.37 અબજ હતું. ત્યારબાદ ઓઇલ અને ગેસ ક્ષેત્રે $715 મિલિયનનો આઉટફ્લો જોવા મળ્યો હતો, જ્યારે ઓટો ક્ષેત્રે $647 મિલિયનનું ચોખ્ખું વેચાણ થયું હતું. ટેલિકોમ, મેટલ્સ, ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) અને પાવર ક્ષેત્રોમાં પણ આઉટફ્લો નોંધાયો હતો.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો




