KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વિક્રમ સંવત 2082માં ગુજરાતની આ કંપનીઓએ વળતર આપવામાં સેન્સેક્સ-નિફ્ટીને પાછળ છોડ્યા

બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટીનું વિક્રમ સંવત 2082માં નકારાત્મક વળતર તો તેની સામે ગુજરાતની કંપનીઓનું રોકાણકારોને 22 ટકાથી લઈને 61 ટકા જેટલું નોંધનીય વળતર

Kuberanow deskPublished On : 14 Nov 2026
Gujarat Companies
AI Image

Gujarat Companies: ગયું વિક્રમ સંવત ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યુ હતુ, તેણે બીજી જાન્યુઆરીએ ટોચ બનાવ્યા પછી સતત ઘટાડો નોંધાવ્યો હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન ગુજરાતની કંપનીઓએ નોંધપાત્ર વળતર આપ્યું હતું.  આમ બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટીએ વિક્રમ સંવત 2082માં નકારાત્મક વળતર આપ્યું હતુ, તેની સામે ગુજરાત સ્થિત કંપનીઓએ રોકાણકારોને 61 ટકા જેટલું નોંધનીય વળતર આપ્યું હતું.


ગયા વર્ષે 21 ઓક્ટોબર 2025ના રોજ દિવાળીથી આ વર્ષે 8 નવેમ્બર 2026ના સમયગાળાની દિવાળી દરમિયાન BSE Sensex  4 ટકા ઘટીને 80,999 થયો હતો. જ્યારે આ જ સમયગાળા દરમિયાન નિફ્ટી 3.41 ટકા ઘટીને 24,986 થયો હતો. આ દરમિયાન જોખમને લઈને સાવચેતી જોવા મળતી હતી. વિદેશી મૂડી ભારતમાંથી વિદેશમાં પગ કરી ગઈ હતી. વિશ્વ સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત વધારા અને ફુગાવામાં થયેલા નોંધપાત્ર વધારા તથા બજારમાં નિરાશાજનક વાતાવરણ વચ્ચે પણ ગુજરાતની કંપનીઓએ વળતર આપવામાં સફળતા મેળવી હતી.

Gujarat Companies


આ બધાની સામે જોઈએ તો ગુજરાતની કંપનીઓએ રોકાણકારોને તેમની ધારણાથી વધુ વળતર આપ્યું હતું. સ્વાભાવિક રીતે અદાણી જૂથ તો તેમા મોખરે જ હોય. અદાણી એનર્જી સોલ્યુશન્સે 55 ટકા વળતર આપ્યું હતું તો અદાણી ગ્રીને 36 ટકા વળતર આપ્યું હતું. જ્યારે અદાણી પોર્ટે 22 ટકા વળતર આપ્યું હતું. આઇનોક્સ વિન્ડે 61 ટકા જેટલું નોંધપાત્ર વળતર આપ્યું હતું, જ્યારે ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સે 41 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સ આ સમયગાળા દરમિયાન 33 ટકા ઉચકાયો હતો. ગુજરાત ફ્લુરોકેમિકલ્સ આ સમયગાળા દરમિયાન 22 ટકા વધ્યો હતો.


જો કે ગુજરાતની બધી જ કંપનીઓએ હકારાત્મક વળતર આપ્યું હોય તેવું ન હતું. ગુજરાતની કેટલીક કંપનીઓના શેરો રેડ ઝોનમાં બંધ આવ્યા હતા. ગુજરાત એનર્જી લિમિટેડનો શેર 44 ટકા ઘટ્યો હતો. AWLનો શેર 35 ટકા ઘટ્યો હતો, આ ઉપરાંત ઘટાડો નોંધાવનારી અન્ય જાણીતી કંપનીમાં એસ્ટ્રલનો સમાવેશ થાય છે, એસ્ટ્રલે આ સમયગાળા દરમિયાન 13 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. દીપક નાઇટ્રેટે 12 ટકા અને અદાણી ટોટલ ગેસે સાત ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn