HDFC Bankમાં નવા સીઇઓ નીમાતા સસ્પેન્સ પૂરું, શેરમાં 32 ટકા વૃદ્ધિની આશા
કંપનીના શેર માટે બાય રેટિંગ અને તેમા 32 ટકા વૃદ્ધિની આશા સાથે રૂ. 950નો ટાર્ગેટ પ્રાઇસ

HDFC Bankમાં નવા સીઇઓ તરીકે અનુપ બાગચીની નિમણૂક કરવામાં આવતા કોર્પોરેટ મેનેજમેન્ટ અંગેને લઈને ચાલતી શંકાઓનો અંત આવી ગયો છે. તેઓ 27મી ઓક્ટોબરથી નવા એમડી અને સીઇઓ તરીકેનો ચાર્જ સંભાળશે. આના પગલે નોમુરાએ કંપનીના શેર માટે બાય રેટિંગ આપ્યું છે અને તેમા 32 ટકા વૃદ્ધિની આશા સાથે રૂ. 950નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે.
રિઝર્વ બેન્કે અનુપ બાગચીની તેમની નિમણૂક કરી છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે. તેઓ શશીધર જગદીશનનો હોદ્દો સંભાળશે. શશીધર જગદીશન 26 ઓક્ટોબરે નિવૃત્ત થાય છે. જો કે નોમુરા માને છે કે આગામી દિવસોમાં બાગચીના કામકાજ પરથી બેન્કની કોર્પોરેટ ટ્રાન્સપરન્સીની ખબર પડશે. જો કે બાગચી આઇસીઆઈસીઆઈ બેન્કમાં ત્રણ દાયકા કરતાં પણ વધુનો અનુભવ ધરાવતા હોવાથી તેમને બેન્કના એમડી નીમાતા ખાસ વાંધો નહીં આવે તેમ માનવામાં આવે છે.
રોકાણકારોના મોરચે જોઈએ તો તેમને ગમે તે એમડી અને સીઇઓ હોય તેનાથી કોઈ નિસ્બત નથી. તેમની નજર ફક્ત કંપનીની નીતિઓનો કેટલી સારી રીતે અમલ થાય છે તેના પર હોય છે. એચડીએફસી બેન્ક હાલમાં ઘણા પડકારોનો સામનો કરી રહી છે અને ડિપોઝિટ એકત્રીકરણ, લોન ગ્રોથ અને માર્જિન રિકવરીના મોરચે ઘણા બધા અવરોધોનો સામનો કરી રહી છે.
લોન ગ્રોથ પણ બીજું મહત્વનું પરિબળ છે. જો ક્રેડિટ ગ્રોથમાં માર્જિન પર વધારાનું દબાણ કર્યા વગર ધિરાણમાં વૃદ્ધિ થાય તો તેનાથી બેન્કની નફાકારકતા પર પણ નોંધપાત્ર અસર પડી શકે છે. બેન્કે લોન ગ્રોથ, ડિપોઝિટ ખર્ચ અને કુલ ફંડિંગ મિક્સ વચ્ચે સંતુલન સાધવાની જરૂર છે. હવે તેમા કોઈપણ પ્રકારના સુધારો નફાકારકતાને વેગ આપી શકે છે.
નોમુરાએ જણાવ્યું હતું કે ડિપોઝિટ મોબિલાઇઝેશન, લોન ગ્રોથ જાળવવી, માર્જિન રિકવરી અને રિટર્ન રેશિયોમાં સુધારો સૌથી મહત્વના પરિબળ હશે. બ્રોકરેજ માને છે કે નવી લીડરશિપ વ્યૂહાત્મક રિસેટ માટેની તક પૂરી પાડે છે. નોમુરાએ તેનો રૂ. 950નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. સીઇઓની નિમણૂક થતાં કંપની પરથી એક મોટી અનિશ્ચિતતા દૂર થઈ ગઈ છે. આગામી તબક્કો નાણાકીય કામગીરીનો અને કંપની કેટલી વૃદ્ધિ કરી શકે છે તેનો રહેશે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો




