HDFC Bank 2.5 ટકા વધતાં બેન્ક નિફટી ઊચકાયો
બેન્ક નિફ્ટી દિવસનાં અંતે 0.54 ટકા વધીને 56,358.70 પર બંધ આવ્યો હતો

અમદાવાદઃ બીએસઈ પર બજાર આખો દિવસ ઊંચું રહ્યા પછી દિવસના અંતે ઘટીને બંધ આવ્યું હતું, પરંતુ આના વચ્ચે પણ HDFC Bank 2.5 ટકા વધતાં બેન્ક નિફટી ઊચકાયો હતો. પંજાબ નેશનલ બેન્ક અને ઇન્ડ્સઇન્ડ બેન્કનો શેર 0.6 ટકા જેટલો વધ્યો હતો. આ ઉપરાંત એક્સિસ અને કોટક બેન્કના શેર પણ વધ્યા હતા. દિવસના અંતે બેન્ક નિફ્ટી અડધા ટકાથી ઉપર વધીને બંધ આવ્યો હતો.
બ્રોડર માર્કેટમાં સાવચેત અભિગમ હતો. ઇન્ડેક્સ ચાવીરૂપ પ્રતિકારક સપાટીથી નીચે ટ્રેડ થતો હતો અને હજી સુધી તે હાયર-હાઈ લો ફોર્મેશન રચી શકી નથી. બેન્ક નિફ્ટી માટે 55,700-55,800 તાત્કાલિક પ્રતિકારક સપાટી છે. આમ તે છેલ્લા બે સત્ર કરતાં નીચે બંધ હતો. આ ઝોનથી ઉપર બંધ આવવું તે મહત્વનું છે. હવે જો બેન્ક નિફ્ટી 55,700 તોડે તો વ્યાપક પાયા પર કરેક્ટિવ ટ્રેન્ડ જોવા મળે તથા તે 55,200થી 54,800ના લેવલે ખૂલતો જોવા મળે.
"ઉપરની તરફ, ગુરુવારની 56,570ની ઊંચી સપાટી તાત્કાલિક અવરોધ (હર્ડલ) તરીકે કામ કરશે. જો આ સ્તરની ઉપર સતત વધારો જોવા મળે, તો 57,000ના મુખ્ય અવરોધ (રેઝિસ્ટન્સ) તરફ રિકવરી આવી શકે છે," તેમ બજાજ બ્રોકિંગના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ-રિસર્ચ, પવિત્ર મુખર્જીએ જણાવ્યું હતું.
"નીચેની તરફ, તાત્કાલિક સપોર્ટ 55,800 પર છે, જ્યારે અવરોધ 56,500 પર જોવા મળે છે. પોઝિશનલ સપોર્ટ 55,800 પર છે. 55,800ની નીચે નિર્ણાયક ઘટાડો સૂચકાંકમાં વેચવાલીનું દબાણ વધારી શકે છે," તેમ LKPના ટેકનિકલ એનાલિસ્ટ વત્સલ ભુવાએ જણાવ્યું હતું.
"તાત્કાલિક અવરોધક સપાટી 56,600ની નજીક છે અને આ સ્તરની ઉપર નિર્ણાયક વધારો 57,000 તરફની ગતિ લાવી શકે છે. નીચેની તરફ, સપોર્ટ 55,700ની આસપાસ છે. આ સ્તરની નીચેનો ઘટાડો વધુ નબળાઈ લાવી શકે છે, જે સંભવિતપણે સૂચકાંકને 55,500 તરફ લઈ જઈ શકે છે," તેમ એક્સિસ સિક્યોરિટીઝે જણાવ્યું હતું.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો



