KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ઉત્તરાધિકારીની પ્રક્રિયા આગળ ધપતા HDFC Bankનો શેર 1.25 ટકાથી વધુ વધ્યો

HDFC Bankનો શેર ગઇકાલના રૂ. 740ના બંધ સામે 738.70ના સ્તરે ખૂલ્યો હતો, તેણે લગભગ 1.25 ટકાનો વધારો બનાવી 749.30ની હાઈ બનાવી હતી.

desk@kuberanowPublished On : 22 Sept 2026
HDFC Bank
AI GENERATED IMAGE

અમદાવાદઃ મંગળવારે બજાર ઊંચામાં ખૂલ્યું તો HDFC Bankનો શેર એક ટકા વધ્યો હતો. બેન્કની નવા એમડી અને સીઇઓ નીમવાની પ્રક્રિયા વધુ ગાઢ બનતા બજારમાં તેના પોઝિટિવ સંકેત ગયા છે. તેના કારણે તેનો શેર ઉચકાયો છે. HDFC Bankનો શેર ગઇકાલના રૂ. 740ના બંધ સામે 738.70ના સ્તરે ખૂલ્યો હતો, તેણે લગભગ 1.25 ટકાનો વધારો બનાવી 749.30ની હાઈ બનાવી હતી. દિવસ દરમિયાન તેની નીચલી સપાટી જ ગઇકાલનો બંધ ભાવ હતો. જો કે બેન્કનો શેર 2026માં 25.4 ટકા જેટલો ઘટ્યો છે અને નિફ્ટી50માં 10.5 ટકા ઘટાડો થયો છે. બેન્કનું બજાર મૂલ્ય 11.4 લાખ કરોડની આસપાસ છે.


રિઝર્વ બેન્કે અનુપ બાગચી અંગે ફીડ મંગાવ્યા

રિઝર્વ બેન્કે ઉમેદવાર અનુપ બાગચી અંગેના ફીડ મંગાવ્યા છે. અનુપ બાગચી હાલમાં ICICI પ્રુડેન્સિયલ લાઇફ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ છે. તેઓ આ હોદ્દા માટેના પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. રિઝર્વ બેન્કે વીમા નિયમનકાર ઇરડા પાસેથી ICICI બેન્કના સીઇઓ અનુપ બાગચી અંગે અભિપ્રાય મંગાવ્યા છે. હવે તેઓ ICICI પ્રુડેન્સિયલ લાઇફ ઇન્શ્યોરન્સના સીઇઓ તરીકે ત્રણ વર્ષથી છે, તેથી તેમને મેઇન સ્ટ્રીમમાં પરત લાવવાની સંભાવના ચકાસી રહી છે, એમ અહેવાલે જણાવ્યું હતું.


બાગચી અગાઉ ICICI બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા

55 વર્ષના બાગચી ત્રણ વર્ષથી વીમા કંપનીના વડા છે.  જો કે તેઓ અહીં વડા બન્યા તે પહેલાં તે 2017 સુધી ICICI બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. તેઓ હોલસેલ બેન્કિંગ, ટ્રાન્ઝેકશન બેન્કિંગ, માર્કેટ અને પ્રોપરાઇટરી ટ્રેડિંગ જોતાં હતા. એમડી અને સીઇઓ શશીધર જગદીશને જણાવ્યું હતું કે તેમની ટર્મ 26 ઓક્ટોબરના રોજ પૂરી થાય છે અને તે બીજી ટર્મ જારી રાખવા ઇચ્છુક નથી. તેના પછી નવી નિમણૂકની ગતિવિધિએ તેજી પકડી છે.


બીજા દાવેદાર HDFC બેન્કના ડેપ્યુટી ડિરેક્ટર કૈઝાદ ભરૂચા

બેન્કે 12 સપ્ટેમ્બરના રોજ બે નામ રિઝર્વ બેન્કને મોકલી આપ્યા હતા. તેમા એક નામ બાગચીનું અને બીજું નામ HDFC બેન્કના ડેપ્યુટી ડિરેક્ટર કૈઝાદ ભરૂચાનું છે. 61 વર્ષના ભરૂચા 2014થી બેન્કના પૂર્ણકાલીન ડિરેક્ટર છે.  આ ઘટનાક્રમ ઉત્તરાધિકારની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા વધારે છે; આ પ્રક્રિયા HDFC બેંકના શેરમાં, ખાસ કરીને ચાલુ વર્ષે નબળા દેખાવ બાદ, હલચલ લાવનાર મુખ્ય પરિબળ બની રહી છે.


નોમુરાએ બેન્ક માટે આપ્યો રૂ. 950નો ટાર્ગેટ પ્રાઇસ

ગયા અઠવાડિયે નોમુરાએ HDFC બેંક માટે રૂ. 950ના ટાર્ગેટ પ્રાઇસ સાથે 'બાય' (ખરીદી) રેટિંગ જાળવી રાખ્યું હતું. બ્રોકરેજનું કહેવું હતું કે આંતરિક નિમણૂકથી સાતત્ય અને સરળ હસ્તાંતરણ દ્વારા ટૂંકા ગાળામાં રાહત મળી શકે છે, જ્યારે કોઈ વિશ્વસનીય બાહ્ય ઉમેદવાર મધ્યમ ગાળામાં વધુ નોંધપાત્ર વ્યૂહાત્મક ફેરફારો લાવવામાં સક્ષમ બની શકે છે. નોમુરાને સ્ટોકના નબળા દેખાવ બાદ તેના રેટિંગમાં સુધારા (રી-રેટિંગ)ની પણ શક્યતા દેખાય છે, જેમાં નવા નેતૃત્વ હેઠળ વૃદ્ધિ, થાપણો અને માર્જિન અંગેની સ્પષ્ટ રૂપરેખા નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. રૂ. 746.5ના ભાવે, HDFC બેંકના શેરમાં રૂ. 682ના બંધ ભાવથી નવ ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો છે, જોકે સમગ્ર વર્ષ દરમિયાન સ્ટોકનો દેખાવ નકારાત્મક રહ્યો છે.

આ પણ જુઓઃ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ADANI

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBI GOVERNOR

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

Gujarat Fluorochemicals

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

South Korean

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

Power sector tarrif

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

Polycab

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો

Nifty IT

આઇટી સેક્ટરના શેરોમાં તોફાની તેજી, નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો