KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો

Hero Motorsના શેરમાં IPO લિસ્ટિંગ બાદ સતત તેજી જોવા મળી રહી છે. ₹84ના IPOના અપર પ્રાઇસથી શેર 1 ઓક્ટોબરે ₹167.80ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

kuberanowPublished On : 1 Oct 2026
HERO SHARE
AI GENERATED

IPO બાદ માત્ર સાત ટ્રેડિંગ દિવસમાં Hero Motorsના શેરમાં મોટી તેજી જોવા મળી છે. 1 ઓક્ટોબરે નબળા બજાર વચ્ચે પણ શેર NSE પર 10% ઉછળીને ₹167.80ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. કંપનીના ₹84ના IPOના અપર ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં શેર લગભગ બમણો થયો છે.


શું કરે છે Hero Motors?

Hero Motors એક ઓટોમોટિવ ટેક્નોલોજી કંપની છે, જે ઇલેક્ટ્રિક અને પરંપરાગત વાહનો માટે પાવરટ્રેન, ગિયર, ટ્રાન્સમિશન, ઇલેક્ટ્રિક મોટર અને ડ્રાઇવ યુનિટ બનાવે છે. કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ ઇલેક્ટ્રિક સાઇકલ, બે-વ્હીલર, પ્રીમિયમ મોટરસાઇકલ, હાઇબ્રિડ કાર અને અન્ય મોબિલિટી સેગમેન્ટમાં થાય છે. BMW, Ducati, Hero MotoCorp અને Enviolo જેવા મોટા વાહન ઉત્પાદકો સાથે કંપનીનો બિઝનેસ છે. SBI Securitiesની IPO રિપોર્ટ અનુસાર, FY26માં કંપનીની કુલ આવકમાં Powertrain Solutionsનો હિસ્સો 53.7% હતો. જ્યારે ઇલેક્ટ્રિક વાહનોમાંથી થતી આવકનો હિસ્સો FY24ના 12%થી વધીને FY26માં 23% થયો હતો.


કંપનીની કઈ બાબતો પર બજારની નજર?

Hero Motorsની મહત્વની તાકાતમાં તેની રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષમતાનો સમાવેશ થાય છે. FY26માં કંપનીએ રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ₹89.6 કરોડ ખર્ચ્યા હતા, જે તેની કુલ આવકના 7.5% જેટલા હતા. ભારત અને બ્રિટનમાં આવેલા ટેક્નોલોજી સેન્ટર્સ કંપનીને નવા ઉત્પાદનો વિકસાવવામાં મદદ કરે છે. કંપનીની ભારત, બ્રિટન અને થાઇલેન્ડમાં કુલ છ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. જર્મનીના STP Group સાથે 51:49ના સંયુક્ત સાહસ દ્વારા કંપની હાઇ-પ્રિસિઝન ફોર્જ્ડ પાવરટ્રેન કમ્પોનન્ટ્સના બિઝનેસમાં પણ વિસ્તરણ કરવાની તૈયારીમાં છે.


આ પણ વાંચો: ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય


નફામાં વધારો, પરંતુ કેટલાક જોખમ પણ

FY24થી FY26 દરમિયાન કંપનીની આવક ₹1,064 કરોડથી વધીને ₹1,188 કરોડ થઈ હતી. આ સમયગાળા દરમિયાન EBITDA ₹67 કરોડથી વધીને ₹121 કરોડ અને ચોખ્ખો નફો ₹13 કરોડથી વધીને ₹44 કરોડ થયો હતો. જોકે, FY26માં કંપનીની 61.4% આવક તેના પાંચ સૌથી મોટા ગ્રાહકો પાસેથી આવી હતી. ઉપરાંત, IPOના અપર પ્રાઇસ બેન્ડ પર કંપનીનું પોસ્ટ-ઇશ્યૂ P/E 83.8 ગણું હતું. SBI Securitiesએ આ કારણોસર IPO પર Neutral રેટિંગ આપ્યું હતું. શેરમાં થયેલી તેજી બાદ કંપનીની વૃદ્ધિ સાથે તેના મૂલ્યાંકન પર પણ નજર રહેશે.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ADANI

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBI GOVERNOR

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

Gujarat Fluorochemicals

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

South Korean

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

Power sector tarrif

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

Polycab

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો

Nifty IT

આઇટી સેક્ટરના શેરોમાં તોફાની તેજી, નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો