હોસ્પિટલ સેક્ટર જ ‘હોસ્પિટલાઇઝ’: સાત ટકા સુધીનો કડાકો કેમ?
હોસ્પિટલ સેક્ટરના શેરોએ પાંચથી સાત ટકા સુધીનો ઘટાડો નોંધાવ્યો છે

અમદાવાદઃ બુધવારે હોસ્પિટલ શેરોમાં સાત ટકા સુધીનો કડાકો બોલી ગયો છે. તેના કારણે હોસ્પિટલ સેક્ટરના શેરોએ પાંચથી સાત ટકા સુધીનો ઘટાડો નોંધાવ્યો છે. એપોલો હોસ્પિટલ્સ લિમિટેડ, ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડ, મેક્સ હેલ્થકેર લિમિટેડ, કૃષ્ણા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝ લિમિટેડ, નારાયણા હેલ્થ લિમિટેડ, ગ્લોબલ હેલ્થ લિમિટેડના શેરોના ભાવોમાં રીતસર કડાકો બોલ્યો છે.
નિફ્ટી 500 ઇન્ડેક્સના હોસ્પિટલ સ્ટોક્સના પાંચમાંથી ચાર શેરમાં ઘટાડો થયો છે. મેક્સ અને ફોર્ટિસ હેલ્થકેરનો શેર સાત ટકા ઘટ્યો છે. એપોલો હોસ્પિટલ્સ અને એસ્ટર ડીએમ ક્વોલિટી સાડા પાંચ ટકાથી સાડા છ ટકા ઘટ્યા છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ખાનગી હોસ્પિટલો દ્વારા 2,700ની દવાના ભાવના વસૂલાતા 27,000 સામે લાલ ઝંડી ફરકાવ્યા પછી દવાઓ પર 16 ટકા સુધીનો જ માર્જિન કેપ લાદવાની ભલામણ કરતાં હોસ્પિટલના શેરોમાં કડાકો બોલ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ ઉપરાંત જીવનજરૂરી અને લાઇફસ્ટાઇલ ડ્રગ્સ વચ્ચેના ભાવ તફાવતને લઈને પણ સવાલ ઉઠાવ્યો છે. તેમણે અભિપ્રાય આપ્યો હતો કે જીવન જરૂરિયાતમાં આવતા ડ્રગ્સ અને ડિવાઇસીસ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરની બહાર હોવા જોઈએ.
સુપ્રીમ કોર્ટે દવાઓના ભાવ નક્કી કરવાને લઈને ફાઇલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં સુનાવણી કરતાં આ વાત જણાવી હતી. સુપ્રીમે સરકારને સવાલ કર્યો હતો કે શા માટે બધી દવાઓના નફાના માર્જિન પર 16 ટકાની ટોચમર્યાદા નથી.
તેમની અરજીમાં અરજદારોએ દાવો કર્યો હતો કે પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર પેટન્ટેડ ડ્રગ્સ પર લાગુ પડતો નથી અને તેમનો દાવો છે કે 82 ટકા દવા પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરની બહાર છે. એનપીપીએ ફક્ત 1,000 ડ્રગ્સના ભાવ પર જ અંકુશ ધરાવે છે.
હોસ્પિટલો તેમની જ ઇન-હાઉસ ફાર્મસીમાંથી દર્દીઓને ડ્રગ્સ ખરીદવાની ફરજ પાડે છે તેની સામે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. તે બાબત નોંધનીય છે કે કોર્ટે ફક્ત ચિંતા વ્યક્ત કરી છે કોઈ ઓર્ડર પાસ કર્યો નથી. આગામી સુનાવણી 12 ઓક્ટોબરે થશે. કૃષ્ણા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝનો શેર 5.7 ટકા ઘટીને રૂ. 725.25 થયો છે, જે દિવસના અંતે 3.07 ટકા ઘટી રૂ. 746.45 પર બંધ આવ્યો હતો. આ શેરે વાર્ષિક ધોરણે 18 ટકા સુધી વળતર આપ્યું છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો




