KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં

રેગ્યુલેટરે ઇન્શ્યોરન્સ વેચવાની કિંમત ઘટાડવા અને કમિશન વ્યવસ્થા બદલવા માટે નવા પ્રસ્તાવો મૂક્યા છે. બ્રોકરેજ ફર્મ જેફરીઝના મતે, નવા નિયમોથી કંપનીઓની કમાણી પર 10 થી 12 ટકા સુધીની સીધી અસર પડી શકે છે.

desk@kuberanowPublished On : 24 Sept 2026
Insurance stocks down
Insurance stocks downAI Generated Image

ભારતીય શેરબજારમાં ગુરુવારે ઇન્શ્યોરન્સ સેક્ટરના શેરો પર દબાણ જોવા મળ્યું છે. PB Fintech, SBI Life Insurance Company, HDFC Life Insurance Company સહિતની ઇન્શ્યોરન્સ કંપનીઓના શેરોમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેગ્યુલેટરે ઇન્શ્યોરન્સ વેચવાની કિંમત ઘટાડવા અને કમિશન વ્યવસ્થા બદલવા માટે નવા પ્રસ્તાવો મૂક્યા છે. બ્રોકરેજ ફર્મ જેફરીઝના મતે, નવા નિયમોથી કંપનીઓની કમાણી પર 10 થી 12 ટકા સુધીની સીધી અસર પડી શકે છે. નવા નિયમો મુજબ, આગામી 5 વર્ષમાં ઇન્શ્યોરન્સ કંપનીઓના મેનેજમેન્ટ ખર્ચ (EoM)ને ઘટાડીને 12.5% થી 15% કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, લોન સાથે ઇન્શ્યોરન્સ વેચવા પર રોક અને વેબસાઇટ્સ પર ગ્રાહકોને ફસાવતા 'ડાર્ક પેટર્ન' સામે પણ કડક પગલાં લેવાની પણ શક્યતા છે.

 

આ દબાણ પાછળનું મુખ્ય કારણ IRDAI (ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર)નું નવું કન્સલ્ટેશન પેપર છે. સરકાર દ્વારા ઇન્શ્યોરન્સ સેક્ટર સંબંધિત કર માળખામાં કરવામાં આવેલા ફેરફારો અને તેની કંપનીઓની આવક પર પડનારી સંભવિત અસર છે. રોકાણકારો હવે ઇન્શ્યોરન્સ કંપનીઓના માર્જિન, પ્રીમિયમ ગ્રોથ અને બિઝનેસ મોડલ પર તેની અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, કેટલીક ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ પર ટેક્સ સંબંધિત ફેરફારો બાદ સેક્ટરની કંપનીઓના શેરમાં સાવચેતીભર્યું વલણ જોવા મળી શકે છે. ખાસ કરીને લાંબા ગાળાની પોલિસી અને સેવિંગ્સ આધારિત ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ પર અસર અંગે બજારમાં ચર્ચા વધી છે.


Insurance stocks down



ડિજિટલ ઇન્શ્યોરન્સ પ્લેટફોર્મ પર નજર

 

PB Fintech, જે Policybazaar જેવી ડિજિટલ ઇન્શ્યોરન્સ પ્લેટફોર્મનું સંચાલન કરે છે, તેના શેર પર પણ રોકાણકારોની નજર રહેશે. કંપનીનો બિઝનેસ મુખ્યત્વે ઓનલાઇન ઇન્શ્યોરન્સ વિતરણ પર આધારિત છે. જો ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સની માંગ અથવા ગ્રાહકોના નિર્ણયમાં ફેરફાર થાય તો તેની અસર પ્રીમિયમ વોલ્યુમ અને કમિશન આવક પર પડી શકે છે.

 

લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે પડકાર

 

SBI Life અને HDFC Life જેવી મોટી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે પ્રીમિયમ વૃદ્ધિ, નવા બિઝનેસ માર્જિન અને પોલિસીધારકોની સંખ્યા મહત્વપૂર્ણ પરિબળો છે. બજાર નિષ્ણાતોનું માનવું છે કે કોઈપણ નીતિગત અથવા કર સંબંધિત ફેરફારથી ગ્રાહકોના ખરીદી નિર્ણયમાં ફેરફાર આવી શકે છે, જેના કારણે ટૂંકા ગાળામાં શેરના ભાવ પર અસર જોવા મળી શકે છે.

 

જોકે, ભારતીય ઇન્શ્યોરન્સ માર્કેટમાં હજુ પણ લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના છે. દેશમાં ઇન્શ્યોરન્સ પેનેટ્રેશન વધારવા માટે સરકાર અને કંપનીઓ સતત પ્રયાસ કરી રહી છે. વધતી આવક, નાણાકીય જાગૃતિ અને ડિજિટલ વિતરણ મોડલના કારણે સેક્ટરને લાંબા ગાળે ટેકો મળી શકે છે. હાલમાં રોકાણકારોની નજર ઇન્શ્યોરન્સ કંપનીઓના આગામી ત્રિમાસિક પરિણામો, પ્રીમિયમ ગ્રોથ અને નિયમનકારી ફેરફારોની અસર પર રહેશે. નિષ્ણાતો ટૂંકા ગાળામાં સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે, જ્યારે લાંબા ગાળાના રોકાણકારો કંપનીઓના મૂળભૂત પરિબળો પર ધ્યાન આપી રહ્યા છે.


આ પણ વાંચો: વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ADANI

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBI GOVERNOR

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

Gujarat Fluorochemicals

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

South Korean

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

Power sector tarrif

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

Polycab

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો

Nifty IT

આઇટી સેક્ટરના શેરોમાં તોફાની તેજી, નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો