Jefferies Buy Rating: Adani ગ્રુપની 4 કંપનીઓ પર Jefferiesનો બુલિશ વ્યૂ, 49% સુધીના ઉછાળાની શક્યતા
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી ગ્રુપની 4 કંપનીઓ પર ‘Buy’ રેટિંગ આપી છે. તેમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર અને અદાણી એનર્જી સોલ્યુશન્સ સામેલ છે. બ્રોકરેજે આ શેરો માટે વર્તમાન સ્તરથી 21%થી 43% સુધીના અને ગુરુવારના બંધ ભાવની સરખામણીએ 24%થી 49% સુધીના અપસાઇડનો અંદાજ આપ્યો છે.

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી ગ્રુપની ચાર લિસ્ટેડ કંપનીઓ પર ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજના આ રિપોર્ટ બાદ શુક્રવારે અદાણી ગ્રુપના શેરોમાં તેજી જોવા મળી હતી. અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર અને અદાણી એનર્જી સોલ્યુશન્સના શેર દિવસના ઉચ્ચ સ્તરે 4% સુધી વધ્યા હતા. જેફરીઝના ટાર્ગેટ પ્રાઇસ અનુસાર, આ શેરોમાં શુક્રવારના ઉચ્ચ સ્તરથી પણ 21%થી 43% સુધીની સંભવિત તેજીનો અવકાશ હોવાનું બ્રોકરેજે જણાવ્યું છે.
Adani Green Energy
અદાણી ગ્રીન એનર્જીનો શેર શુક્રવારે 5.6% સુધી વધીને ₹1,338.05ના દિવસના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જેફરીઝે કંપની માટે ₹1,695નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બ્રોકરેજ અનુસાર, કંપની FY27માં 5 GW નવી ક્ષમતા ઉમેરવાના લક્ષ્ય પર આગળ વધી રહી છે. સાથે જ BESS ક્ષમતા વધારવાની યોજના પર પણ કામ ચાલી રહ્યું છે.
Adani Ports
અદાણી પોર્ટ્સનો શેર શુક્રવારે 2%થી વધુ વધીને ₹1,779.75ના સ્તરે પહોંચ્યો હતો. જેફરીઝે આ શેર માટે ₹2,150નો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજના મતે, કંપની 2030 સુધીમાં 1 અબજ ટન કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવે છે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પોર્ટ બિઝનેસના વિસ્તરણથી વૃદ્ધિને ટેકો મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: TRAI New Rules: સ્પામ કોલ અને મેસેજ સામે TRAIના નવા નિયમો, 3 ફરિયાદ બાદ નંબર થશે ડિસ્કનેક્ટ!
Adani Power
અદાણી પાવરનો શેર શુક્રવારે 1%થી વધુ વધીને ₹209.60ના દિવસના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જેફરીઝે કંપની માટે ₹270નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. કંપની FY32 સુધીમાં પોતાની વીજ ઉત્પાદન ક્ષમતા વધારવાનું લક્ષ્ય ધરાવે છે. જેફરીઝે FY26-30 દરમિયાન EBITDAમાં 22% CAGRનો અંદાજ વ્યક્ત કર્યો છે.
Adani Energy Solutions
અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં શુક્રવારે લગભગ 4%ની તેજી જોવા મળી હતી અને શેર ₹1,437ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જેફરીઝે કંપની માટે ₹2,060નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બ્રોકરેજ અનુસાર, ટ્રાન્સમિશન સેક્ટર, સ્માર્ટ મીટર અને ટ્રેડિંગ બિઝનેસ કંપનીની વૃદ્ધિના મુખ્ય કારણ બની શકે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો




