KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

TATAના શેરોમાં LICના રોકાણે એક લાખ કરોડનો આંક વટાવ્યો

TATA ગ્રુપની 14 લિસ્ટેડ કંપનીઓમાંથી 10 કંપનીઓમાં LICએ જૂન 2022 પછી હોલ્ડિંગમાં વધારો કર્યો છે

desk@kuberanowPublished On : 21 Sept 2026
LIC
AI GENERATED IMAGE

અમદાવાદઃ Tata Sonsના વડા તરીકે ચંદ્રશેખરનની પુનઃ નિમણૂક કરવામાં આવતા લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) પાસેના ટાટા ગ્રુપની કંપનીઓના હોલ્ડિંગના મૂલ્યએ એક લાખ કરોડનો આંક વટાવ્યો છે. ટાટા ગ્રુપની 14 લિસ્ટેડ કંપનીઓમાંથી 10 કંપનીઓમાં LICએ જૂન 2022 પછી હોલ્ડિંગમાં વધારો કર્યો છે, એમ પ્રાઇમ ડેટાબેઝમાં જણાવાયું હતું.


Tata ગ્રુપની કંપનીઓમાં LICનું જંગી રોકાણ

Tata ગ્રુપની કંપનીઓમાં LICનું નોંધપાત્ર રોકાણ છે. Tata Sonsમાં ચંદ્રશેખરનને જારી રાખવાને લઈને મડાગાંઠ સર્જાઈ છે. ટાટા સન્સના લિસ્ટિંગ અને ગ્રુપની ભાવિ વ્યૂહરચના અને દિશા અંગે બોર્ડમાં મડાગાંઠ ચાલી રહી છે.


Tata એલેક્સીના રોકાણમાં નોંધપાત્ર ઉછાળો

ટકાવારીની રીતે જોઈએ તો Tata એલેક્સીએ 2022 પછીના LICના રોકાણમાં નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે.  છેલ્લા આંકડા મુજબ LIC જુન 2022માં કંપનીમાં 1.04 ટકા હિસ્સો ધરાવતી હતી, જે હવે 6.59 ટકા હિસ્સો ધરાવે છે. 2020થી 2022 દરમિયાન Tata એલેક્સીની વિસ્ફોટક વૃદ્ધિના લીધે તેના શેરનો ભાવ એપ્રિલ 2020ના રૂ. 713થી વધીને ઓગસ્ટ 2022માં આજીવન ટોચની સપાટી રૂ. 10,238 પર પહોંચી ગયો હતો.  ઓગસ્ટ 2022 પછી તેના શેરે તેનું ત્રીજા ભાગનું મૂલ્ય ગુમાવ્યું છે અને 18મી સપ્ટેમ્બરના રોજ તેનો ભાવ રૂ. 3,333 પર બંધ આવ્યો હતો.


ટ્રેન્ટમાં LICનું રોકાણ વધ્યું

Tataની રિટેલ બ્રાન્ડ ટ્રેન્ટે પણ LICના રોકાણમાં જુન 2022 પછી ઝીરોથી હાલમાં ત્રણ ટકા સુધીનું રોકાણ કર્યુ છે. ટ્રેન્ટમાં તેજીનો સમયગાળો ઓગસ્ટ 2020થી ઓક્ટોબર 2024નો હતો. કંપનીએ શેરદીઠ રૂ. 5,200નો ટોચનો ભાવ નોંધાવ્યો છે, તેના પછી તેનો ભાવ ઘટીને 18મી સપ્ટેમ્બરના રોજ રૂ. 2,806 પર આવ્યો હતો.


Tata કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં પણ LICનું રોકાણ લગભગ ત્રણ ટકા વધ્યું

Tata કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં પણ LICનું રોકાણ લગભગ ત્રણ ટકા વધ્યું છે. હાલમાં કંપનીમાં LIC 8.23 ટકા હિસ્સો ધરાવે છે. Tata કેમિકલ્સમાં LICનો હિસ્સો જુન 2022માં 6.79 ટકાથી વધીને 9.24 ટકા થયો છે. મૂલ્યની રીતે જોઈએ તો ટીસીએસમાં LICએ સૌથી વધુ રોકાણ કર્યુ છે. LICએ ટીસીએસમાં 5.52 ટકા હિસ્સા સાથે રૂ. 41,960 કરોડનું રોકાણ કર્યુ છે. આમ LICના ગ્રુપના કુલ રોકાણનો 40 ટકા હિસ્સો ફક્ત ટીસીએસનો જ છે. ટાટા સ્ટીલ મૂલ્યની રીતે બીજા નંબરે આવે છે. LICએ તેમાં 6.3 ટકા હિસ્સા સાથે રૂ. 14,000 કરોડનું રોકાણ કર્યુ હોવાનું ડેટા દર્શાવે છે.


ચાર કંપનીઓમાં રોકાણ વધ્યું નથી

Tata ગ્રુપની ચાર કંપનીઓ એવી છે જેમા LICનું રોકાણ વધ્યું નથી. Tata કમ્યુનિકેશન્સ, ટાટા મોટર્સ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને ટાઇટનમાં LICનું રોકાણ વધ્યું નથી.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ADANI

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBI GOVERNOR

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

Gujarat Fluorochemicals

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

South Korean

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

Power sector tarrif

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

Polycab

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો

Nifty IT

આઇટી સેક્ટરના શેરોમાં તોફાની તેજી, નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો