પ્રોજેક્ટ જ્યુપિટર મુશ્કેલીમાં મૂકાતાં 18 અબજ ડોલરના જંગી દેવાએ ઓરેકલનો શેર લગભગ 6.5 ટકા તૂટ્યો
OFSSનો ન્યુ મેક્સિકો ખાતે ઓરેકલના લીઝ્ડ ડેટા સેન્ટરની સામે ભારે વિરોધ થતાં પર 18 અબજ ડોલરનું જંગી ઋણ હોવાથી કંપની દબાણ હેઠળ છે

અમદાવાદઃ ઓરેકલ ફાઇનાન્સિસ સર્વિસિસ લિમિટેડ (OFSS)નો પ્રોજેક્ટ જ્યુપિટર મુશ્કેલીમાં મૂકાતા શેર 18 અબજ ડોલરના જંગી દેવાના અહેવાલના પગલે સોમવારે 6.5 ટકા જેટલો તૂટ્યો હતો. કંપનીનો શેર છેલ્લા બંધ 11,675ના બંધ સામે 11,799.55 પર ખૂલ્યો હતો. તેના પછી એક સમયે 11,066.50ની લો બનાવી હતી અને હાલમાં તો 11,120ની આસપાસ ચાલી રહ્યો છે.
ઓરેકલના એઆઈ ડેટા સેન્ટર સામે ભારો વિરોધ
ફાઇનાન્સિયલ ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે કંપનીના ન્યુ મેક્સિકો ખાતે ઓરેકલના લીઝ્ડ ડેટા સેન્ટરની સામે ભારે વિરોધ થતાં પર 18 અબજ ડોલરનું જંગી ઋણ હોવાથી કંપની દબાણ હેઠળ છે. અહીં ઉલ્લેખનીય છે કે ઓરેકલના આ ડેટા સેન્ટર સામે સ્થાનિકોનો મોટાપાયા પર વિરોધ છે. તેઓનું કહેવું છે કે તેના લીધે તેમના પાણી પુરવઠા પર અને એર ક્વોલિટી પર ગંભીર અસર પડશે. લોકોના ભારે વિરોધના પગલે સ્ટેટ લેન્ડ ઓફિસે ડેટા સેન્ટર સુધી જતી નેચરલ ગેસ પાઇપલાઇનને પણ બ્લોક કરી દીધી છે.
પ્રોજેક્ટ જ્યુપિટર સામે છવાયા સંકટના વાદળ
આ લગભગ 1,400 એકરમાં પથરાયેલો પ્રોજેક્ટ જ્યુપિટર ડોના એના કાઉન્ટીમાં આકાર લઈ રહ્યો છે. ઓરેકલના ઓપનએઆઈને એઆઈ કમ્પ્યુટિંગ ફેસિલિટી પૂરી પાડવાના કરારના ભાગરૂપે આ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. ઓરેકલના ભારતીય યુનિટનું મૂલ્ય 70,000 કરોડ રૂપિયા એટલે કે લગભગ 7.3 અબજ ડોલર છે. કંપનીએ ગયા વર્ષે આ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કર્યુ ત્યારે બેન્કોના કોન્સોર્ટિયમ પાસેથી 18 અબજ ડોલરની લોન કરી સિક્યોર કરી હતી.
ઓરેકલના વધતા જતાં ઋણથી બેન્કો સાવધ થઈ
ઓરેકલના વધતાં જતાં ઋણની ચિંતા અને તેની શાખમાં ઘટાડો થવાના કારણે રોકાણકારોના મોટા પૂલને તેનું ઋણ વેચવાનો પ્રયાસ ખોટકાયો છે, એમ ફાઇનાન્સિયલ ટાઇમ્સે જણાવ્યું હતું. ઓરેકલનું કોર્પોરેટ ક્રેડિટ રેટિંગ જંકથી એક નોચ ઉપર છે. તેને જુલાઈમાં S&Pએ ડાઉનગ્રેડ કરી હતી. આ ઉપરાંત, S&P એ ઓરેકલની ક્રેડિટ રેટિંગ ઘટાડીને BBB - કરી દીધી છે, જેનાથી કંપનીના વધતા દેવા અને ડેટ લોડને લઈને રોકાણકારોની ચિંતા વધી ગઈ છે.
રોકાણકારોની ચિંતા અને સ્ક્રુટિની બંનેમાં વધારો
આના પગલે બેન્કોએ બેલેન્સ શીટમાં ઓરેકલના ઋણ સાથે સંલગ્ન બીજા પ્રોજેક્ટમાં આગળ વધતા અટકવાની ફરજ પડી છે. ઓરેકલ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફાઇનાન્સ કરવા મોટાપાયા પર ખર્ચ કરી રહી છે, પરંતુ તેના વધતા જતા જંગી ઋણબોજે રોકાણકારોની સ્ક્રુટિની અને ચિંતા બંનેમાં વધારો કર્યો છે. આ જ ગ્લોબલ ટેન્શનની સીધી અસર ભારતમાં ₹70,000 કરોડની વેલ્યુ ધરાવતી OFSS ના શેરો પર પડી છે!"
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો




