PB Fintechના શેરમાં ઘટાડો જારી, બે દિવસમાં 41 ટકાનો કડાકો
PB Fintechનો ગઇકાલે 36 ટકા ઘટનારો શેર શુક્રવારે પણ 5.05 ટકા ઘટીને રૂ. 1,132નું લો બનાવ્યા પછી હાલમાં 1,148 પર ટ્રેડ થઈ રહ્યો છે.

PB Fintech Share Price: PB Fintechના શેરે સળંગ બીજા દિવસે પણ ઘટાડો જારી રાખ્યો છે. ગઇકાલે 36 ટકા ઘટનારો શેર શુક્રવારે પણ 5.05 ટકા ઘટીને રૂ. 1,132નું લો બનાવ્યા પછી હાલમાં 1,148 પર ટ્રેડ થઈ રહ્યો છે. પીબી ફિનટેક ગઇકાલના બંધ 1,210 પછી આજે નીચામાં 1,131 પર ખૂલ્યો હતો અને આ જ તેની લો હતી, તેના પછી તેણે 1,262ની ટોચ બનાવી હતી, પરંતુ તેના શેરમાં આવેલી રિકવરી લાંબી ટકી ન હતી અને તે પાછો રેડ ઝોનમાં ચાલ્યો ગયો હતો.
PB Fintechના શેરે છેલ્લા બે દિવસમાં 41 ટકા ઘટાડો નોંધાવ્યો છે. ગુરુવારે નોંધપાત્ર ઘટાડાના પગલે કંપનીના શેરે બાવન સપ્તાહની નીચી સપાટી તો બનાવી જ હતી, હવે તેણે શુક્રવારે પાછી નવી નીચી સપાટી બનાવી છે. ઇરડાએ પ્રસ્તાવિત કમિશન પર ટોચમર્યાદા લાદવાનો પ્રસ્તાવ મૂકતા અને વીમા વિતરણના ઇકોનોમિક્સમાં અન્ય ફેરફારો સૂચવતા પોલિસીબાઝારની આવક અને નફા પર અસર પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આના પગલે અગ્રણી બ્રોકરેજીસ દ્વારા પીબી PB Fintechના રેટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એચએસબીસીએ PB Fintechનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને હોલ્ડ કર્યુ છે. તેણે નાણાકીય વર્ષ 2027-28 અને 2028-29 માટે તેના નફાકીય અંદાજમાં 56 અને 17 ટકાનો ઘટાડો કર્યો છે. તેનું કહેવું છે કે ઇરડાના સુધારાની કંપની પર નોંધપાત્ર અસર પડી શકે છે.
મોતીલાલ ઓસ્વાલે PB Fintechના માટે ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે. તેનો અંદાજ છે કે પ્રસ્તાવિત ફેરફારના કારણે કંપનીની ઓનલાઇન વીમા આવક 30 ટકા સુધી ઘટી શકે છે. હવે જો આવકમાં આ ઘટને અન્ય વિકલ્પોથી ભરપાઈ કરવામાં ન આવે તો નફાકીય અંદાજમાં 46 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. કંપનીના માર્કેટ કેપમાં ગુરુવારે એક જ દિવસમાં 31 હજાર કરોડનો ઘટાડો થયો હતો.
હેલ્થ ઇન્શ્યોરન્સમાં રીન્યુઅલ્સ અને પોર્ટિંગ પરના કમિશન પર પાંચથી 10 ટકાની ટોચમર્યાદા લાદવાનો પ્રસ્તાવ છે. જ્યારે જીવન વીમામાં પ્રથમ વર્ષમાં પાંચથી 20 ટકાની ચૂકવણી કરવામાં આવે છે, આ કમિશનનો આધાર પોલિસીના સમયગાળા પર હોય છે.
આ પણ વાંચોઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો




