KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

રેમન્ડ 10 ટકાથી પણ વધુ વધ્યો, છેલ્લા મહિનામાં 78 ટકા વધારો

રેમન્ડનો શેર કંપનીની બીજી ઓક્ટોબરના રોજ યોજનારી EGM પૂર્વે 10 ટકાથી પણ વધુ ઉચકાયો

desk@kuberanowPublished On : 22 Sept 2026
Raymond
AI GENERATED IMAGE

અમદાવાદઃ રેમન્ડનો શેર કંપનીની બીજી ઓક્ટોબરના રોજ યોજનારી અસાધારણ સામાન્ય સભા (ઇજીએમ) પૂર્વે 10 ટકાથી પણ વધુ ઉચકાયો છે. કંપનીની ઇજીએમમાં કન્વર્ટિબલ વોરંટ્સ પ્રાઇવેટ પ્લેસમેન્ટના ધોરણે જારી કરીને ભંડોળ એકત્રિત કરવામાં આવશે.

સવારે બીએસઈ પર રેમન્ડના શેરનો ભાવ ગઇકાલના બંધ 1,086.65 સામે 1,092.10 પર ખૂલીને 1,195.30ની ઊંચી સપાટી અને રૂ. 1,092ની નીચી સપાટી બનાવ્યા પછી રૂ. 1,134.25 પર ચાલી રહ્યો હતો. કંપનીના કાઉન્ટર પર કુલ 36.10 લાખ શેરનું ટ્રેડિંગ થયું હતું. તેનું મૂલ્ય લગભગ રૂ. 418 કરોડ થાય છે. કંપનીનું બજારમૂલ્ય રૂ. 7,626.69 કરોડ છે.

છેલ્લા સપ્તાહમાં કંપનીના શેરનો ભાવ 15.03 ટકા અને મહિનામાં કંપનીના શેરનો ભાવ 78.12 ટકા વધ્યો છે. જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં તેનો ભાવ 91 ટકા વધ્યો છે. વાર્ષિક ધોરણે જોઈએ તો કંપનીના શેરનો ભાવ રૂ. 169.17 ટકા વધ્યો છે. તેની તુલનાએ નિફ્ટી સ્મોલકેપ 500 એક સપ્તાહમાં 2.28 ટકા વધ્યો છે અને વાર્ષિક ધોરણે 7.54 ટકા વધ્યો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં 0.34 ટકા ઘટાડો નોંધાવ્યો છે.

રેમન્ડ મિનર્વા વેન્ચર્સ ફંડને 33.28 લાખ કન્વર્ટિબલ વોરંટ પ્રતિ વોરંટ રૂ. 645ના ભાવે ફાળવીને રૂ. 214.66 કરોડનું ભંડોળ એકત્રિત કરવાનું આયોજન ધરાવે છે. પ્રસ્તાવિત વોરંટ પ્રાઇવેટ પ્લેસમેન્ટના ધોરણે જારી કરવામાં આવશે. પ્રેફરન્સિયલ ઇશ્યૂ અંગે કંપનીની ઇજીએમમાં નિર્ણય લેવામાં આવશે.

 

રેમન્ડ એરોસ્પેસ લિમિટેડ

રેમન્ડે નવા એરોસ્પેસ કારોબારની જાહેરાત કરી છે. આ કારોબારમાં મલ્ટિપલ એરક્રાફ્ટ એપ્લિકેશન્સના 300થી પણ વધુ પાર્ટ્સને આવરી લેવામાં આવશે. કંપનીના કારોબારમાં પ્રીસીઝન મશીન, કાસ્ટિંગ અને સ્ટ્રકચર કમ્પોનન્ટ્સનો સમાવેશ થાય છે. એન્યુઅલ વોલ્યુમમાં 37000થી વધુ ઉપકરણોનો સમાવેશ થાય છે. કંપનીને રૂ. 33 કરોડનો કારોબાર થાય તેમ મનાય છે. પ્રોડકશન 2026થી 2027માં શરૂ થાય તેમ મનાય છે. રેમન્ડ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ બિઝનેસ પ્રીસિઝન મશીનિંગ, એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રકચરલ કમ્પોનન્ટ્સ અને કોમ્પ્લેક્સ એસેમ્બલીઝનું કામ આવરી લે છે.


રેમન્ડના પ્રથમ ક્વાર્ટરના પરિણામ

રેમન્ડે પ્રથમ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 50 ટકા વધારો થતાં 30.9 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 20.6 કરોડ હતો. કંપનીની સંયુક્ત આવક 13.1 ટકા વધીને રૂ. 628 કરોડ થઈ છે, જે અગાઉ રૂ. 555 કરોડ હતી. કંપનીનો સંયુક્ત કાર્યકારી નફો વાર્ષિક ધોરણે 14 ટકા વધીને રૂ. 100 કરોડ થયો છે. ઇબીઆઇટીડીએ માર્જિન 15.9 ટકા છે. કંપનીના પ્રીસિઝન ટેકનોલોજી એન્ડ ઓટો કમ્પોનન્ટ્સ સેગમેન્ટ આવક રૂ. 444 કરોડ થઈ છે, જેમાં વાર્ષિક ધોરણે 11.5 ટકાની વૃદ્ધિ થઈ છે. કંપનીના એરોસ્પેસ એન્ડ ડિફેન્સ સેગમેન્ટની આવક 40.4 ટકા વધી રૂ. 123 કરોડ થઈ છે.

કંપનીએ ફેબ્રિક ઉત્પાદક તરીકે પ્રારંભ કર્યો અને પછી તેણે એન્જિનિયરિંગ અને રિયલ એસ્ટેટમાં વિસ્તરણ કર્યુ. લાઇફસ્ટાઇલ અને રિયલ એસ્ટેટ કારોબારને પછી અલગ-અલગ કંપનીમાં વિભાજીત કર્યા. રેમન્ડ લિમિટેડ તેનો એન્જિનિયરિંગ કારોબાર પ્રીસીઝન ટેકનોલોજી એન્ડ ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ એરોસ્પેસ ડિફેન્સ તરીકે કરે છે. બંને કારોબાર દ્વારા કંપની ડિફેન્સ, એરોસ્પેસ, ઓટોમોટિવ અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ સેક્ટરમાં સક્રિય છે.


આ પણ વાંચોઃ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ADANI

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBI GOVERNOR

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

Gujarat Fluorochemicals

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

South Korean

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

Power sector tarrif

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

Polycab

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો

Nifty IT

આઇટી સેક્ટરના શેરોમાં તોફાની તેજી, નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો