KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

રૂપિયો 97ના ઐતિહાસિક તળીયે, RBI માટે નવો પડકાર

મોંઘા ક્રૂડ, ઊંચા બોન્ડ યીલ્ડ અને FPIની વેચવાલી વચ્ચે RBIના અનેક પ્રયાસો છતાં રૂપિયો દબાણમાં

desk@kuberanowPublished On : 8 Oct 2026
Rupee Fall
AI Generated Image

ભારતીય રૂપિયો ફરી એક વખત વિક્રમી તળીયે પહોંચી ગયો છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ રૂપિયાને તૂટતો રોકવા માટે ફોરેન એક્સચેન્જ માર્કેટમાં હસ્તક્ષેપ, વ્યાજ દરોમાં વધારો અને ડોલર પ્રવાહ વધવાના ઉપાયોનો ઉપયોગ કર્યો હતો, આમ છતાં રૂપિયો ફરી વિક્રમી નીચા સ્તરે પહોંચી ગયો છે. રૂપિયો મે 2026માં ડોલરની સરખામણીમાં 96.97ના તળીયે પહોંચ્યો હતો. હવે ગુરુવારે રૂપિયો 0.27 ટકાના ઊછાળા સાથે 97.21ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ ઓઈલની ઊંચી કિંમતો, વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)ની સતત વેચવાલીએ રૂપિયા પર દબાણ વધાર્યું છે.


ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સતત ચોથા સપ્તાહે ઘટાડો

આરબીઆઈના હસ્તક્ષેપના કારણે ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં તીવ્ર ઘટાડો આવ્યો છે. 2 ઓક્ટોબરે સમાપ્ત થયેલા સપ્તાહમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ સતત ચોથા સપ્તાહે ઘટીને 734 અબજ ડોલર રહી ગયું હતું, જ્યારે 4 સપ્ટેમ્બરે તે 785 અબજ ડોલર નોંધાયું હતું. એટલે કે માત્ર ચાર સપ્તાહમાં વિદેશી ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં અંદાજે 51 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. મહત્વના સૂચકાંકો પર નજર કરીએ તો રૂપિયાએ ડોલર સામે 97નું સ્તર વટાવ્યું છે, જેણે નવું તળીયું બનાવ્યું છે. ફોરેક્સ રિઝર્વ હાલ 734 અબજ ડોલરના સ્તરે છે. ફોરેક્સ રિઝર્વ તાજેતરમાં 785 અબજ ડોલરની ટોચે હતી, જે છેલ્લા ચાર સપ્તાહમાં 51 અબજ ડોલરનો ઘટાડો દર્શાવે છે. રૂપિયો 2026માં 7 ટકાથી વધુ તૂટ્યો છે.


RBI સ્પોટ બજારમાં ડોલર વેચવાની સાથે ફોરવર્ડ માર્કેટમાં સેલ/બાય સ્વેપનો પણ ઉપયોગ કરી રહી છે. ટ્રેડર્સ મુજબ આ બંને ઉપાયોની અસર હેડલાઈન વિદેશી ચલણ બજાર પર જોવા મળી છે. RBIની વિશેષ વિન્ડો મારફત ડોલર જમા આકર્ષિત કરવાથી 133 અબજ ડોલર આવ્યા, પરંતુ આ પ્રવાહોનો એક તૃતિયાંશથી વધુ હિસ્સો પહેલા જ રિઝર્વમાં જોવા નથી મળતો. રિઝર્વમાં થોડો ઘટાડો ડોલરની મજબૂતીની અસરના કારણે પણ થયો છે.


વ્યાજ દર વધારવા છતાં પણ રૂપિયામાં નરમાઈ અટકી નહીં

RBIએ બુધવારે લગભગ ચાર વર્ષ પછી પહેલી વખત વ્યાજ દરમાં વધારો કર્યો અને તેની નીતિનું વલણ ‘કેલિબ્રેટેડ ટાઈટનિંગ’ એટલે કે તબક્કાવાર નાણાં કડકાઈ કરી. તેનાથી સંકેત મળ્યા કે આગળ પણ દરોમાં વધારો થઈ શકે છે. પરંતુ આમ છતાં રૂપિયો નબળો થતો રહ્યો. તેનાથી ખ્યાલ આવે છે કે માત્ર વ્યાજદરમાં વધારો જ હાલમાં રૂપિયા પર થઈ રહેલા વ્યાપક દબાણને રોકવા માટે પર્યાપ્ત નથી.


ટૂંકાગાળામાં વ્યાજ દરમાં વધારો રૂપિયા માટે નબળું સુરક્ષા કવચ સાબિત થઈ શકે છે. તેના માટે ક્રૂડ ઓઈલના ભાવ, ભારતીય શેરબજારના ઊંચા વેલ્યુએશન, FIIની વેચવાલી, AI ટ્રેડ અને અમેરિકન ડોલરની મજબૂતી જેવા અનેક કારણો છે. આ વર્ષે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરોમાંથી લગભગ 30 અબજ ડોલરનું ભંડોળ પાછુ ખેંચી લીધું છે. તેનાથી ડોલરની માગ વધી છે અને રૂપિયા પર વધારાનું દબાણ પડ્યું છે.


રૂપિયો યોગ્ય મૂલ્યથી નીચો આંકવામાં આવ્યો : RBI ગવર્નર

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ બજારને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કરતા કહ્યું કે, ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પર્યાપ્ત છે અને તેનાથી અંદાજે 11 મહિનાનું આયાત કવર ઉપલબ્ધ છે. રૂપિયો સંભવતઃ તેના યોગ્ય મૂલ્યથી નીચો આંકવામાં આવ્યો છે અને ટૂંકા સમયમાં બજારનું આ વર્તન તર્કસંગત ના પણ હોઈ શકે. જોકે, મેકલાઈ ફાઈનાન્સિયલ સર્વિસીસે ચેતવણી આપી છે કે રૂપિયો પ્રતિ ડોલર 97ના નિર્ણાયક સ્તરને તોડીને બંધ આવશે તો તે 98.50 સુધી પણ જઈ શકે છે. કેટલાક નિષ્ણાતોને 2026ના બીજા છ માસમાં રૂપિયો 96થી 98ના દાયરામાં રહી શકે છે.


આરબીઆઈ માટે મોટો પડકાર

આરબીઆઈ માટે પડકાર માત્ર રૂપિયાને નવા વિક્રમી તળીયેથી પાછો લાવવાનો જ નથી. વાસ્તવિક પડકાર એ છે કે રૂપિયાના ઘટાડાની ઝડપને એવી રીતે નિયંત્રિત કરવામાં આવે કે તેના માટે વિદેશી હુંડિયામણ અનામતનો વધુ પડતો ખર્ચ ના થાય અને વ્યાજદર પણ આ ગતિથી વધારવા ના પડે, જેથી લાંબા સમય સુધી રાખવા મુશ્કેલ થઈ જાય.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ADANI

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBI GOVERNOR

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

Gujarat Fluorochemicals

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

South Korean

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

Power sector tarrif

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

Polycab

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો

Nifty IT

આઇટી સેક્ટરના શેરોમાં તોફાની તેજી, નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો