KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો

કંપનીને અમેરિકામાં 41.25 કરોડ ડોલર એટલે કે રૂ. 4,000 કરોડનો ઓર્ડર મળતા શેરમાં જબરદસ્ત તેજી

desk@kuberanowPublished On : 25 Sept 2026
Welspun Corp
AI GENERATED

Welspun Share Price: Welspun Corpને અમેરિકા સ્થિત પેટા કંપની પાસેથી 41.25 કરોડ ડોલર એટલે કે લગભગ રૂ. 4,000 કરોડનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે તેને હાઈ ફ્રીકવન્સી ઇન્ડક્શન વેલ્ડેડ પાઇપ્સનો કોન્ટ્રાક્ટ મેળ્યો છે. કંપનીની ગ્લોબલ ઓર્ડર 4.7 અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 45,000 કરોડ રૂપિયાની છે, જે તેના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી છે. આના પગલે બીએસઇ પર કંપનીના શેરના ભાવે દોટ મૂકી હતી.


કંપનીના શેરે બીએસઈ પર પાંચ ટકાથી પણ વધુ વધીને રૂ. 2,838ની ટોચ બનાવી હતી. કંપનીનો શેર અગાઉના બંધ રૂ. 2,694.60ની સામે રૂ. 2,782.60 પર ખૂલ્યો હતો, તેણે રૂ. 2,838ની ટોચ બનાવી હતી, આ પૂર્વે તેણે રૂ. 2,758.60ની લો બનાવી હતી. આ સપ્તાહે અગાઉ કંપનીએ સાઉદીની અરામ્કો પાસેથી રૂ. 2,000 કરોડનો સ્ટીલ પાઇપ્સનો ઓર્ડર મળ્યો છે. કંપનીએ સપ્ટેમ્બરના પ્રારંભમાં પેર્મા પાઇપ પાસે જોર્ડનમાં પાઇપ મેન્યુફેક્ચરિંગ અને કોટિંગ ફેસિલિટીઝ સ્થાપવાનો કરાર કર્યો હતો.


પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન સમયગાળાના રૂ. 350 કરોડથી વધીને રૂ. 1,047 કરોડ થયો છે. જ્યારે એસોસિયેટના શેરના વેચાણમાંથી રૂ. 548 કરોડનો નફો થયો છે, જે અગાઉના વર્ષે શૂન્ય હતો. કંપનીની આવક જૂન ક્વાર્ટરમાં 15 ટકા વધી રૂ. 4,081 કરોડ થઈ હતી, જે રૂ. 3,551 કરોડ હતો. કંપનીનો કાર્યકારી નફો રૂ. 525 કરોડથી 32 ટકા વધી રૂ. 692 કરોડ થયો છે. જ્યારે તેના માર્જિન 14.7 ટકાથી વધી 17 ટકા થયા છે. કંપનીના શેરના ભાવમાં વર્ષ દરમિયાન લગભગ 250 ટકા વધારો થયો છે.


આ પણ વાંચોઃ

 


 

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ADANI

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBI GOVERNOR

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

Gujarat Fluorochemicals

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

South Korean

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

Power sector tarrif

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

Polycab

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો

Nifty IT

આઇટી સેક્ટરના શેરોમાં તોફાની તેજી, નિફ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા ઉચકાયો