મલ્ટિબેગર રિટર્ન આપ્યા બાદ ESDS Softwareના શેરમાં કેમ લાગી લોઅર સર્કિટ
શેરબજારમાં બ્લોકબસ્ટર લિસ્ટિંગ મેળવી રોકાણકારોને માલામાલ કરનાર ક્લાઉડ અને ડેટા સેન્ટર સર્વિસ પ્રોવાઇડર ESDS સોફ્ટવેર સોલ્યુશન્સ લિમિટેડના શેરમાં શુક્રવારે ભારે વેચવાલી જોવા મળી છે.

ચાલુ સપ્ટેમ્બર મહિનામાં શેરબજારમાં બ્લોકબસ્ટર લિસ્ટિંગ મેળવી રોકાણકારોને માલામાલ કરનાર ક્લાઉડ અને ડેટા સેન્ટર સર્વિસ પ્રોવાઇડર ESDS સોફ્ટવેર સોલ્યુશન્સ લિમિટેડના શેરમાં શુક્રવારે ભારે વેચવાલી જોવા મળી. નાણાકીય વર્ષ 2027ના Q1 FY27ના નબળા નાણાકીય પરિણામો જાહેર થતાં જ સ્ટોક 5% ઘટીને ₹1,760.50ના નીચલા સ્તરે લોક થઈ ગયો હતો.
કંપનીના પરિણામો વાર્ષિક (YoY) દ્રષ્ટિએ સંતોષકારક દેખાય છે, પરંતુ ત્રિમાસિક (QoQ) સરખામણીમાં મોટી મંદી નોંધાઈ છે. Q1 FY27માં કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 7.3% વધીને ₹133.7 કરોડ રહી હતી. જોકે, અગાઉના ક્વાર્ટર (Q4 FY26)ના ₹167.5 કરોડની સરખામણીએ તેમાં 20.2%નો ક્રમિક ઘટાડો થયો છે. કંપનીનો નફો વાર્ષિક ધોરણે 14% વધીને ₹29.3 કરોડ નોંધાયો હતો, પરંતુ અગાઉના ક્વાર્ટરના ₹67.7 કરોડની સામે તેમાં 57%નો તીવ્ર કડાકો બોલાયો છે. નાણાકીય વર્ષ 2024 થી 2026 વચ્ચે કંપનીએ નોંધાવેલા 28.4%ના મજબૂત CAGRની તુલનામાં વર્તમાન ત્રિમાસિક આવક વૃદ્ધિ ઘણી ધીમી પડી છે.
વેલ્યુએશન ચિંતા અને બ્રોકરેજના અંદાજો
4 સપ્ટેમ્બરે ₹429ના ઇશ્યૂ પ્રાઇસ સામે લિસ્ટ થયા બાદ શેરમાં સતત તેજી જોવા મળી હતી અને પરિણામોના એક દિવસ પહેલાં પણ અપર સર્કિટ લાગી હતી. સ્ટોક હજુ પણ તેના ઇશ્યૂ પ્રાઇસ કરતાં ચાર ગણા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચોઈસ બ્રોકિંગે ₹1,550 ના ટાર્ગેટ સાથે ‘Buy’ રેટિંગ આપ્યું હતું. બ્રોકરેજે FY27 માટે કંપનીનો વાર્ષિક નફો ₹251.6 કરોડ રહેવાનો અંદાજ લગાવ્યો હતો. જોકે, પ્રથમ ક્વાર્ટરમાં નોંધાયેલો ₹29.3 કરોડનો નફો આખા વર્ષના અંદાજના માત્ર 12% જેટલો જ છે, જેણે રોકાણકારોમાં ચિંતા વધારી છે.
ESDSએ IPO દ્વારા એકત્ર કરાયેલા ભંડોળમાંથી મોટો હિસ્સો ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ માટે ફાળવ્યો છે. હવે બજાર અને ટેક-વિશ્લેષકોની નજર કંપનીના GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ (ઓસ્ટ્રેલિયા સહિતના બજારો) પર કેન્દ્રિત છે. આગામી ક્વાર્ટર્સમાં આ વર્ટિકલ કેવી ઝડપથી રેવેન્યુ જનરેટ કરે છે, તેના પર જ સ્ટોકની લાંબાગાળાની વૃદ્ધિ નિર્ભર રહેશે.
આ પણ વાંચો: ભારતીય બ્રોકિંગ સેક્ટર પર વૈશ્વિક બ્રોકરેજીસની નજર, NSE-BSE સહિત કંપનીઓને આપ્યું રેટિંગ
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Adani-Jabilની મોટી ભાગીદારી, ભારતમાં AI ડેટા સેન્ટર માટેનાં ઉપકરણો બનાવશે

RBIના નવા ફોરેક્સ નિયમોથી વિદેશી રોકાણ બંધ નહીં થાય, સટ્ટાબાજીને રોકવાનો છે પ્રયાસ: સંજય મલ્હોત્રા

Stock market: કેન્દ્રીય નાણાપ્રધાનના LTCG અને STT પર હકારાત્મક વલણથી બજારમાં ધનાધન તેજી

આ કંપની બની શકે EV સપ્લાય ચેઇનની મોટી ખેલાડી, બ્રોકરેજે વધાર્યો ટાર્ગેટ

ચીનની ચિપ રેસમાં દક્ષિણ કોરિયા પાછળ પડ્યું? શેરબજારમાં હાહાકાર, ટ્રેડિંગ રોકવું પડ્યું

મજબૂત માંગના પગલે બીજા ક્વાર્ટરમાં ભારતના પાવર સેક્ટરના નફામાં 11 ટકા વધારો થશે

ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાંથી બહાર કાઢવામાં આવતા પોલિકેબના શેરમાં 5%થી વધુનો ઘટાડો




