KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

આયુષ્માન કાર્ડ ખોવાઈ ગયું? ઘરે બેઠા આ રીતે ફરીથી કરો ડાઉનલોડ

આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. લાભાર્થી તેને સત્તાવાર પોર્ટલ અથવા આયુષ્માન એપ પરથી ફરીથી ડાઉનલોડ કરી શકે છે. કાર્ડ ખોવાયા બાદ સુરક્ષા માટે હેલ્પલાઇન પર જાણ કરવા અને કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન હોય તો ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવી છે.

Kuberanow DeskPublished On : 17 Nov 2026
Ayushman Card
Ayushman CardAI Generated Image

Ayushman Card: આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય ત્યારે લાભાર્થીઓને ઘણીવાર ચિંતા થાય છે કે હવે સરકારી આરોગ્ય યોજનાનો લાભ કેવી રીતે મળશે. જોકે, કાર્ડ ખોવાઈ ગયા બાદ તેને ફરીથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે. આ માટે સત્તાવાર પોર્ટલ અથવા આયુષ્માન એપનો ઉપયોગ કરી શકાય છે. કાર્ડ ફરી ડાઉનલોડ કરતાં પહેલાં લાભાર્થીની વિગતો અને પાત્રતાનું વેરિફિકેશન કરવામાં આવે છે.


કાર્ડ ખોવાઈ જાય તો સૌથી પહેલાં શું કરવું?

આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો સૌથી પહેલાં તેની જાણ કરવી જરૂરી છે. આ માટે આયુષ્માન ભારત યોજનાના ટોલ ફ્રી નંબર 14555 અથવા 1800-111-565 પર સંપર્ક કરી શકાય છે. લાભાર્થી કસ્ટમર કેર પ્રતિનિધિને કાર્ડ બ્લોક કરવા અથવા તેના પર કોઈ નવા ટ્રાન્ઝેક્શન થયા છે કે નહીં તેની માહિતી આપવા માટે કહી શકે છે. આ ઉપરાંત આયુષ્માન એપ અથવા ઓનલાઈન પોર્ટલ પરથી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પણ ચેક કરી શકાય છે. સુરક્ષાના હેતુથી નજીકના પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી શકાય છે.


આયુષ્માન કાર્ડ ફરીથી કેવી રીતે ડાઉનલોડ કરવું?

નવું આયુષ્માન કાર્ડ મેળવવા માટે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. તે ઓનલાઈન ઘરે બેઠા ડાઉનલોડ કરી શકાય છે. આ માટે આયુષ્માન એપ અથવા સત્તાવાર વેબસાઇટ beneficiary.nha.gov.in પર જવું પડશે. ત્યારબાદ નીચેની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.


- Beneficiary વિકલ્પ પસંદ કરો

- રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને OTPથી લોગિન કરો

- રાજ્ય, જિલ્લા અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો

- તમારી પ્રોફાઇલ સામે દેખાતા Download વિકલ્પ પર જાઓ

- કાર્ડ ડાઉનલોડ કરતાં પહેલાં Face Authentication પ્રક્રિયા પૂર્ણ કરો


શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન દેખાય તો શું કરવું?

આયુષ્માન પોર્ટલ પર જો એવું કોઈ સારવાર સંબંધિત ટ્રાન્ઝેક્શન અથવા ટ્રીટમેન્ટ દેખાય જે લાભાર્થીએ કરાવ્યું નથી, તો તેની જાણ તાત્કાલિક ફરિયાદ પોર્ટલ cgrms.pmjay.gov.in પર કરવાની રહેશે. કાર્ડધારકોના સારવાર પહેલાં હોસ્પિટલમાં બાયોમેટ્રિક પ્રક્રિયા કરવામાં આવે છે, તેમ છતાં કાર્ડ ખોવાઈ જાય ત્યારે સુરક્ષાના હેતુથી ઉપરોક્ત પગલાં તાત્કાલિક લેવા સલાહ આપવામાં આવી છે.


70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ યોજના

આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવે છે. આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો માટે પ્રધાનમંત્રી વય વંદના કાર્ડ પણ બનાવવામાં આવે છે, જેના હેઠળ મફત સારવારની સુવિધા આપવામાં આવે છે.


આ પણ વાંચો: Mahanadi Coalfields IPO: ₹8,981 કરોડનો IPO 19 નવેમ્બરથી, રોકાણ પહેલાં જાણો વિગતો

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

EPF After You Quit: 8 Rules on Interest and Withdrawals

નોકરી છોડ્યા પછી PF ખાતા પર વ્યાજ ક્યારે બંધ થાય છે? જાણો EPF સંબંધિત 8 સૌથી મહત્વપૂર્ણ નિયમો

November 2026 FD Rates at SBI, PNB and 3 Other Banks

નવેમ્બરમાં કઈ સરકારી બેંક FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ? રોકાણ કરતા પહેલા વ્યાજ દર તપાસો

Invest ₹15,000 Monthly to Build a Corpus of Crores in 25 Years

Investment Tips: કરોડપતિ બનવાનો સરળ રસ્તો; PPF, મ્યુચ્યુઅલ ફંડ અને સોનામાં આ રીતે કરો રોકાણ

Loan Guarantor Fraud

Loan Guarantor Fraud: તમારી જાણ વગર કોઈએ બનાવી દીધા લોન ગેરંટર? ક્રેડિટ સ્કોર બગડે તે પહેલાં આ રીતે કરો તપાસ

Gen Z Saving Trends

Gen Zએ બદલી બચતની રીત!, યુવાનોમાં કેમ વધી રહ્યો છે સોફ્ટ સેવિંગનો ક્રેઝ?

How Exit Loads Affect Mutual Fund Returns and SIP Payouts

મ્યુચ્યુઅલ ફંડમાં Exit Load શું છે? જાણો સમય પહેલા પૈસા ઉપાડવાથી કેટલું નુકસાન થાય

Gratuity on Rs 50000 Monthly Pay After Five Years of Service

Gratuity Calculation: ₹50,000 ના પગાર પર 5 વર્ષની નોકરી બાદ કેટલી ગ્રેચ્યુઇટી મળે? સમજો ગણિત

Silver ETF 16.png

Silver ETFમાં ભારે વેચવાલી! SBI, HDFC સહિત 19 ETF લાલ નિશાનમાં