KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સોનું ખરીદતા પહેલા સાવધાન! 81%થી વધુ જ્વેલરી દુકાનોની છેલ્લા 5 વર્ષથી તપાસ નહીં, CAGનો રિપોર્ટ

સોનાના દાગીના ખરીદનારાઓ માટે ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. CAGના ડ્રાફ્ટ રિપોર્ટ મુજબ દેશમાં 81%થી વધુ જ્વેલરી દુકાનોની છેલ્લા પાંચ વર્ષમાં BIS દ્વારા તપાસ કરવામાં આવી નથી.

Kuberanow DeskPublished On : 17 Nov 2026
Gold Hallmarking

Gold Hallmarking: સોનાના દાગીના ખરીદતી વખતે તમે હોલમાર્ક જોઈને તેની શુદ્ધતા પર વિશ્વાસ કરો છો? તો આ સમાચાર તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. દેશની હોલમાર્કિંગ વ્યવસ્થાની દેખરેખમાં મોટી ખામી સામે આવી છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના ડ્રાફ્ટ રિપોર્ટ અનુસાર, દેશમાં 81 ટકાથી વધુ જ્વેલરી દુકાનોની છેલ્લા પાંચ વર્ષમાં તપાસ કરવામાં આવી નથી. આ ઘટસ્ફોટથી ગ્રાહકોની સુરક્ષા અને સોનાની શુદ્ધતા અંગેની દેખરેખ પર સવાલો ઊભા થયા છે.


2.32 લાખ જ્વેલર્સ, પરંતુ તપાસમાં મોટી ખામી

CAGના ડ્રાફ્ટ અનુસાર, ભારતમાં 2.32 લાખથી વધુ નોંધાયેલા જ્વેલર્સ છે. નિયમો અનુસાર BIS અથવા સંબંધિત તપાસ અને હોલમાર્કિંગ કેન્દ્રોએ દરેક લાઇસન્સધારક જ્વેલરની વર્ષમાં ઓછામાં ઓછી એક વખત તપાસ કરવાની હોય છે. જોકે, છેલ્લા પાંચ વર્ષમાં 81%થી વધુ દુકાનોની તપાસ થઈ નથી. BISએ કર્મચારીઓ અને જરૂરી સુવિધાઓની અછતનું કારણ આપ્યું હતું, પરંતુ CAGએ આ સ્પષ્ટીકરણ સ્વીકાર્યું નથી.


દેશમાં 1,565 હોલમાર્કિંગ સેન્ટર્સ

દેશના 392 જિલ્લામાં આશરે 1,565 BIS હોલમાર્કિંગ સેન્ટર્સ કાર્યરત છે. ઉપરાંત ચાંદીના દાગીનાની તપાસ માટે 327 માન્યતાપ્રાપ્ત કેન્દ્રો છે.

તેમ છતાં ફરજિયાત હોલમાર્કિંગની પહોંચ દેશના આશરે 50 ટકા જિલ્લાઓ સુધી જ હોવાનું સામે આવ્યું છે. તેથી વધુ જિલ્લાઓમાં તપાસની સુવિધા વધારવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.ઑ


હોલમાર્કિંગના નિયમોમાં ફેરફારની માંગ

ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)એ હોલમાર્કિંગના નિયમોમાં ફેરફારની માંગ કરી છે. કાઉન્સિલનું સૂચન છે કે ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ દાગીનાના પહેલા વેચાણને બદલે અંતિમ વેચાણ વખતે લાગુ કરવામાં આવે. ઉદ્યોગના પ્રતિનિધિઓએ BIS સમક્ષ નિયમિત તપાસ, વધુ કર્મચારીઓ, આધુનિક ટેકનોલોજી અને સેમ્પલિંગ વધારવાની જરૂરિયાત પણ રજૂ કરી છે.


સોનું ખરીદતા પહેલાં આ મહત્ત્વની બાબતો તપાસો

•દાગીના પર BIS હોલમાર્ક છે કે નહીં તે જુઓ.

•છ અક્ષર-અંકોનો HUID કોડ BIS Care એપમાં ચકાસો.

•સોનાની શુદ્ધતા અને વજન દર્શાવતું પાકું બિલ મેળવો.

•વિશ્વસનીય અને નોંધાયેલા જ્વેલર પાસેથી ખરીદી કરો.

•ખરીદી પહેલાં દાગીનાની ગુણવત્તા અને હોલમાર્કિંગ અંગે સંપૂર્ણ માહિતી મેળવો.


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

India Gold Loans Rise 60.6% as Average Loan Size Grows

Gold Loan Boom: સોના સામે લોન લેવાનો ટ્રેન્ડ વધ્યો, આંકડો ₹23.3 લાખ કરોડને પાર

EPF After You Quit: 8 Rules on Interest and Withdrawals

નોકરી છોડ્યા પછી PF ખાતા પર વ્યાજ ક્યારે બંધ થાય છે? જાણો EPF સંબંધિત 8 સૌથી મહત્વપૂર્ણ નિયમો

November 2026 FD Rates at SBI, PNB and 3 Other Banks

નવેમ્બરમાં કઈ સરકારી બેંક FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ? રોકાણ કરતા પહેલા વ્યાજ દર તપાસો

Invest ₹15,000 Monthly to Build a Corpus of Crores in 25 Years

Investment Tips: કરોડપતિ બનવાનો સરળ રસ્તો; PPF, મ્યુચ્યુઅલ ફંડ અને સોનામાં આ રીતે કરો રોકાણ

Ayushman Card

આયુષ્માન કાર્ડ ખોવાઈ ગયું? ઘરે બેઠા આ રીતે ફરીથી કરો ડાઉનલોડ

Loan Guarantor Fraud

Loan Guarantor Fraud: તમારી જાણ વગર કોઈએ બનાવી દીધા લોન ગેરંટર? ક્રેડિટ સ્કોર બગડે તે પહેલાં આ રીતે કરો તપાસ

Gen Z Saving Trends

Gen Zએ બદલી બચતની રીત!, યુવાનોમાં કેમ વધી રહ્યો છે સોફ્ટ સેવિંગનો ક્રેઝ?

How Exit Loads Affect Mutual Fund Returns and SIP Payouts

મ્યુચ્યુઅલ ફંડમાં Exit Load શું છે? જાણો સમય પહેલા પૈસા ઉપાડવાથી કેટલું નુકસાન થાય