Swift, Baleno અને Dzireના S-CNG ઓટોમેટિક મોડલ લોન્ચ, કિંમત જાણીને તમારી પણ ખરીદવાની ઈચ્છા થઈ જશે
મારુતિ સુઝુકીએ Swift, Baleno અને Dzireના S-CNG ઓટોમેટિક મોડલ રજૂ કર્યા છે, જેમાં ઓટો ગિયર શિફ્ટ ટેક્નોલોજી સાથે વધુ સુવિધા મળશે. કારની શરૂઆતિ કિંમત ખુબજ ઓછી છે.

દેશની મોટી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે Swift, Baleno અને Dzireના S-CNG ઓટોમેટિક મોડલ લોન્ચ કર્યા છે. કંપનીએ આ કારોમાં Auto Gear Shift (AGS) ટેક્નોલોજી સાથે ક્લચ-લેસ સિસ્ટમ આપી છે, જેથી ટ્રાફિક દરમિયાન ડ્રાઇવિંગ વધુ સરળ બની શકે. નવા મોડલની શરૂઆતની કિંમત Swift S-CNG AMT માટે ₹7.92 લાખ, Baleno S-CNG AMT માટે ₹8.32 લાખ અને Dzire S-CNG AMT માટે ₹8.53 લાખ રાખવામાં આવી છે.
Auto Gear Shift ટેક્નોલોજીથી ડ્રાઇવિંગ સરળ
મારુતિએ નવી S-CNG ઓટોમેટિક કારમાં Auto Gear Shift (AGS), જેને AutoMated Manual Transmission (AMT) પણ કહેવામાં આવે છે, તેનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નોલોજીથી ડ્રાઇવરને વારંવાર ગિયર બદલવાની જરૂર ઓછી પડે છે. ખાસ કરીને ભારે ટ્રાફિકમાં ક્લચ વગરની સિસ્ટમથી કાર ચલાવવી સરળ બને છે. આ કારોમાં 5-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે, જેમાં જરૂરિયાત મુજબ ડ્રાઇવર મેન્યુઅલી ગિયર પણ બદલી શકે છે.
કેટલી માઈલેજ આપશે?
મારુતિના જણાવ્યા અનુસાર ઓટોમેટિક સુવિધા હોવા છતાં કારની ફ્યુઅલ એફિશિયન્સી જાળવી રાખવામાં આવી છે. Dzire S-CNG AMT 36.47 km/kgના માઇલેજ સાથે ઉપલબ્ધ છે, જ્યારે Swift S-CNG AMT 34.47 km/kg અને Baleno S-CNG AMT 35.34 km/kgનું માઇલેજ આપે છે. નવી કારોમાં Z12E 1.2L એન્જિન આપવામાં આવ્યું છે, જેમાં ડ્યુઅલ વેરિયેબલ વાલ્વ ટાઈમિંગ અને Idle Start Stop (ISS) ટેક્નોલોજી સામેલ છે.
ત્રણેય મોડલની કિંમત

સુરક્ષા માટે ખાસ ફીચર્સ
નવી S-CNG કારોમાં ગેસ લીકેજ અને શોર્ટ સર્કિટ જેવી સમસ્યાઓથી બચવા માટે અલગ સુરક્ષા ફીચર્સ આપવામાં આવ્યા છે. કારમાં સ્ટેનલેસ સ્ટીલ પાઈપ્સ અને જોઈન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી CNG સિસ્ટમમાં જંગ અને લીકેજનું જોખમ ઘટાડવામાં આવે. આ ઉપરાંત CNG ભરાવતી વખતે વાહન ચાલુ ન થાય તે માટે માઇક્રોસ્વિચ પણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: H-1B વિઝાની $1 લાખ ફી 2027 સુધી લંબાવાઈ, જાણો ભારતીયોને શું થશે અસર?
S-CNG મોડલની માંગમાં વધારો
મારુતિ સુઝુકીના જણાવ્યા અનુસાર કંપનીના S-CNG મોડલ્સની માંગમાં વધારો થયો છે. કંપનીના આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં S-CNG મોડલના વેચાણમાં 58 ટકાનો વધારો નોંધાયો છે.
આ પણ જુઓ
Also Read

બાઈક લેવાનો વિચાર કરી રહ્યા છો? તો આવી ગઈ છે TVSની ધમાકેદાર બાઈક; કિંમત માત્ર ₹67,100થી શરૂ

કાર ખરીદનારાઓ જલસા કરો! નવી ડસ્ટર પર મળી રહી છે ₹2.74 લાખની બમ્પર છૂટ

Toyota Fortunerનું નવું Leader Edition લોન્ચ, ફીચર્સ જોઈને કહેશો વાહ...

દિવાળી પહેલા MG Hectorના 2 નવા એડિશન લોન્ચ, ફીચર્સ સાંભળી લેવાની ઈચ્છા થઈ જશે

મર્સિડીઝ-બેન્ઝે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક Mercedes-Maybach લૉન્ચ કરી

તહેવારો પહેલા મારુતિની બલ્લે-બલ્લે: સપ્ટેમ્બરમાં 2.36 લાખ ડિલિવરી, બુકિંગ 4 લાખને પાર

New Car Launch: Hondaની દમદાર કારનું બુકિંગ થઈ ગયું શરૂ, 6 ઓક્ટોબરે થશે લોન્ચ




