Expert Speaks : સોનું 31 ટકા તૂટ્યું : હવે ખરીદીની તક કે વધુ ઘટાડાની રાહ જોવી?
વિક્રમી ટોચેથી મોટો ઘટાડો, ફેડની આકરી નીતિથી ટૂંકાગાળે નરમાઈની શક્યતા; 31%ના ઘટાડા પછી બજાર અસમંજસમાં, ડોલર-બોન્ડ યીલ્ડનો દબાણ વચ્ચે કેન્દ્રીય બેન્કોની ખરીદીથી લાંબાગાળા માટે તબક્કાવાર રોકાણ વધુ યોગ્ય

સોનાના ભાવમાં આવેલા તિવ્ર ઘટાડાએ રોકાણકારોને અસમંજસમાં નાંખી દીધા છે. જાન્યુઆરી 2026માં પ્રતિ ઔંસ 5,595 ડોલરના વિક્રમી સ્તરે પહોંચી ગયેલું સોનું હવે 31 ટકા તૂટી ગયું છે. એવામાં મોટો સવાલ એ છે કે શું વર્તમાન ઘટાડો લાંબાગાળાના રોકાણકારો માટે ખરીદીની સારી તક છે અથવા સોનામાં હજુ વધુ નરમાઈ જોવા મળી શકે છે?
સોમવારે સ્પોટ ગોલ્ડ લગભગ 3,870 ડોલર પ્રતિ ઔંસની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો હતો. બજારની ધારણામાં આવેલા આ મોટા ફેરફાર પાછળ મજબૂત અમેરિકન ડોલર, અમેરિકન ટ્રેઝરી બોન્ડની ઊંચી યીલ્ડ અને ફેડરલ રિઝર્વની આકરી નાણાં નીતિની આશંકા મુખ્ય કારણ છે.
સોનું વ્યાજ આપતી સંપત્તિ નહીં હોવાથી બોન્ડનું યીલ્ડ વધે છે ત્યારે રોકાણકારો માટે સોનામાં રોકાણનું આકર્ષણ અપેક્ષા કરતાં ઓછું થઈ જાય છે. તેનાથી સોનાના ભાવ પર દબાણ વધે છે.
જોકે, લાંબાગાળામાં સોનાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કારણો હજુ પણ મજબૂત બનેલા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ ત્રીજા ક્વાર્ટરમાં દુનિયાની કેન્દ્રીય બેન્કોએ 321 ટન સોનાની ખરીદી કરી. બીજીબાજુ હાજર સોનાથી સમર્થિત ગોલ્ડ ETFમાં 31 અબજ ડોલરનું રોકાણ આવ્યું. આ દર્શાવે છે કે બજારમાં ઉતાર-ચઢાવ છતાં સંસ્થાગત રોકાણકારોનો સોનામાં રસ જળવાઈ રહ્યો છે.
આમ છતાં નજીકના સમયમાં સોનાનું આઉટલૂક પડકારરૂપ છે. અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી આગળ પણ વ્યાજદર વધારવામાં આવે તેવી સંભાવના છે અને ડોલરમાં મજબૂતીના કારણે ભાવમાં સ્થિરતા આવતા પહેલા એક તબક્કાની વેચવાલી જોવા મળી શકે છે.
લાંબાગાળાના રોકાણકારો માટે એક સાથે મોટી ખરીદી કરવાના બદલે ધીમે ધીમે અને તબક્કાવાર રોકાણ કરવું વધુ સારી રણનીતિ હોઈ શકે છે.
સોનું તેની વિક્રમી ટોચથી ઘણું સસ્તુ જરૂર થયું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વર્તમાન ભાવ પર તેને સંપૂર્ણપણે સસ્તુ માની લેવું. રોકાણકારોએ ધીરજ રાખવા, તબક્કાવાર ખરીદી કરવા અને ભાવમાં રિકવરીના સ્પષ્ટ સંકેત મળવાની રાહ જોવાની જરૂર છે.
મહત્વના સ્તર
ટેકારૂપ સ્તર : 3,870 ડોલર - 3,830 ડોલર - 3,800 ડોલર
પ્રતિકારક સ્તર : 3,950 ડોલર - 4,000 ડોલર
ટેકારૂપ સ્તર : રૂ. 1,33,000 - રૂ. 1,32,000 - રૂ. 1,30,000
પ્રતિકારક સ્તર : રૂ. 1,40,000 - રૂ. 1,44,000
ટ્રેડર્સે પ્રત્યેક ઊછાળે વેચવાલી કરવી જોઈએ.
રોકાણકારોએ વધુ પાંચ ટકા ઘટાડા માટે રાહ જોવી જોઈએ
લેખક : જિગર ત્રિવેદી
સિનિયર રિસર્ચ એનાલિસ્ટ, ઈન્ડસઈન્ડ સિક્યોરિટીઝ લિ.
આ પણ જૂઓ
Disclaimer - જિગર ત્રિવેદી, ઈન્ડસઈન્ડ સિક્યોરિટીઝ લિ.માં સિનિયર રિસર્ચ એનાલિસ્ટ છે. આ લેખમાં તેમણે આપેલા મંતવ્યો તેમના પોતાના છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શૅર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ના ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Expert Speaks : સોનાની ચમક ફીકી, ફોર્સ્ડ સેલિંગ, મોંઘવારી અને ફેડના સંકેતોથી ભાવમાં તીવ્ર ઘટાડો

Crude Oil Price: સપ્લાય વધવાની આશા, બ્રેન્ટ $95.53 અને WTI $88.52

Hallmarked Gold Scam: હોલમાર્ક છતાં સોનાની શુદ્ધતાની નથી ગેરંટી, CAG રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Gold price drop: સોનાના ભાવમાં મોટો કડાકો, $3,900 ની નીચે સરક્યું, જાણો શું છે મોટું કારણ?

Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો 24K, 22K અને 18K સોનાના લેટેસ્ટ રેટ

કપાસિયા ખોળમાં તેજી: દોઢ મહિનામાં રોકાણકારોને 20% થી વધુ વળતર, જિનરોને મોટો ટેકો

10 દિવસમાં સોનું ₹8660 અને ચાંદી ₹15000 તૂટ્યા: જાણો તમારા શહેરમાં આજે શું છે લેટેસ્ટ ભાવ





