Gold Jewelleryની ધમાકેદાર માંગ, સપ્ટેમ્બરમાં 9.43%નો ઉછાળો
સપ્ટેમ્બરમાં નિકાસ વધીને $2.95 અબજ થઈ, જ્યારે આયાત 25.48% વધીને $2.08 અબજ પહોંચી. સોનાના ઝવેરાત અને લેબમાં બનેલા હીરાની નિકાસે વૃદ્ધિને વેગ આપ્યો.

ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં જોરદાર ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર 2026માં રત્નો અને ઝવેરાતની નિકાસ વાર્ષિક ધોરણે 9.43 ટકા વધીને 2.95 અબજ ડોલર થઈ છે જ્યારે આયાત પણ 25.48 ટકા વધીને 2.08 અબજ ડોલર થઈ છે તેમ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા જાહેર કરાયેલા આંકડા પરથી જાણવા મળે છે. સોનાના ઘરેણાં અને પોલીશ્ડ લેબોરેટરીમાં બનેલા હીરાના નેતૃત્વમાં નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. આ જ સમયમાં કટ અને પોલિશ્ડ કુદરતી હીરા તથા ચાંદીના ઝવેરાતની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન કુલ નિકાસ 3.07 ટકા વધીને 14.30 અબજ ડોલર થઈ હતી. ગયા વર્ષે સમાન સમયમાં 13.88 અબજ ડોલરની નિકાસ થઈ હતી. સમીક્ષા હેઠળના છ મહિના દરમિયાન આયાતો 10.49 અબજ ડોલરથી 5.29 ટકા વધીને 11.05 અબજ ડોલર થઈ હતી.
સોનાના ઘરેણાંની નિકાસ વધી જ્યારે પ્લેન ઘરેણાંની નિકાસ ઘટી
સોનાના ઘરેણઆંની નિકાસ સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 34.01 ટકા વધીને 1.19 અબજ ડોલર થઈ હતી. રત્નો જડીત સોનાના ઝવેરાતની નિકાસ 50.24 ટકા વધીને 812.62 મિલિયન ડોલર થઈ હતી જ્યારે સોનાના સાદા ઘરેણાંની નિકાસ 8.76 ટકા વધીને 378.03 મિલિયન ડોલર થઈ હતી. એપ્રિલથી સપ્ટેમ્બરમાં સોનાના ઘરેણાંની નિકાસ 11.37 ટકા વધીને 6.23 અબજ ડોલર થઈ હતી. આ કેટેગરીમાં રત્નો જડીત સોનાના ઘરેણાંની નિકાસ 31.31 ટકા વધીને 3.69 અબજ ડોલર રહી હતી જ્યારે સોનાના સાદા ઘરેણાંની નિકાસ 8.81 ટકા ઘટીને 2.53 અબજ ડોલર રહી હતી.
લેબમાં બનેલા પોલિશ્ડ હીરાની નિકાસમાં પણ વધારો
સપ્ટેમ્બરમાં લેબમાં બનેલા પોલિશ્ડ હીરાની નિકાસ સપ્ટેમ્બરમાં 40.72 ટકા વધીને 151.43 મિલિયન ડોલર થઈ હતી. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન આ કેટેગરીમાં નિકાસ 17.08 ટકા વધીને 685.10 મિલિયન ડોલર થઈ હતી. લેબમાં બનેલા હીરાની નિકાસમાં વધારો વોલ્યુમમાં પણ જોવા મળે છે. એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન લેબમાં બનેલા હીરાની નિકાસ 26.46 ટકા વધીને 101.77 લાખ કેરેટ થઈ હતી.
કુદરતી હીરાની નિકાસમાં ઘટાડો
કટ અને પોલીશ્ડ કુદરતી હીરાની નિકાસમાં વાર્ષિક ધોરણે 5.44 ટકા ઘટીને 1.29 અબજ ડોલર થઈ હતી. એપ્રિલ-સપ્ટેમ્બરમાં નિકસ 6.96 ટકા ઘટીને5.81 અબજ ડોલર થઈ હતી. જોકે, છ મહિનાના આ સમયમાં કટ અને પોલિશ્ડ હીરાનું નિકાસ વોલ્યુમ 4.64 ટકા વધીને 83.98 લાખ કેરેટ થયું હતું, જે સંકેત આપે છે કે નિકાસ જથ્થામાં વધારો થવા છતાં નિકાસ મૂલ્યમાં ઘટાડો થયો છે.
કટ અને પોલિશ્ડ હીરાની આયાત સપ્ટેમ્બરમાં 22.92 ટકા વધીને 152.33 મિલિયન ડોલર થઈ છે. એ જ રીતે એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન આયાત 45.52 ટકા વધીને 824.20 મિલિયન ડોલર થઈ છે. રફ હીરાની આયાત સપ્ટેમ્બરમાં 15.14 ટકા વધીને 1.05 અબજ ડોલર થઈ છે. વોલ્યુમની દૃષ્ટિએ સમાન મહિનામાં આયાત 65.65 ટકા વધીને 130.17 લાખ કેરેટ થઈ છે. જોકે, છ મહિનાના સંદર્ભમાં અલગ ટ્રેન્ડ જોવા મળે છે. એપ્રિલ-સપ્ટેમ્બરમાં રફ હીરાની આયાત મૂલ્યની દૃષ્ટિએ 16.81 ટકા ઘટીને 5 અબજ ડોલર થઈ છે જ્યારે વોલ્યુમની દૃષ્ટિએ આયાત 16.47 ટકા વધીને 592.24 લાખ કેરેટ થઈ છે.
સપ્ટેમ્બરમાં ચાંદીના ઘરેણાંની નિકાસમાં ઘટાડો
સપ્ટેમ્બરમાં ચાંદીના ઘરેણાંની નિકાસ વાર્ષિક ધોરણે 12.49 ટકા ઘટીને 134.46 મિલિયન ડોલર થઈ છે. જોકે, એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન એકંદર નિકાસ 23.10 ટકા વધીને 729.32 મિલિયન ડોલર થઈ છે. સપ્ટેમ્બરમાં પ્લેટિનમની નિકાસ 1.27 ટકા વધીને 22.97 મિલિયન અને એપ્રિલ-સપ્ટેમ્બર વચ્ચે 15.75 ટકા વધીને 123.29 મિલિયન ડોલર થઈ છે. રંગીન રત્નોની નિકાસ 7.44 ટકા ઘટીને 74.94 મિલિયન ડોલર જ્યારે એપ્રિલ-સપ્ટેમ્બરના સમય દરમિયાન નિકાસ 3.8 ટકા ઘટીને 227.55 મિલિયન ડોલર થઈ છે.
રત્નો અને ઝવેરાત ઉદ્યોગના સપ્ટેમ્બરના દેખાવ અંગે કહી શકાય કે ભૂ-રાજકીય તણાવ અને આર્થિક ઉતાર-ચઢાવ વચ્ચે નિકાસમાં વધારાથી ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે. જોકે, આ વધારા પાછળ સ્થાનિક સ્તરે તહેવારોની માગ અને પશ્ચિમના બજારોમાં રજાની સિઝનની માગ આંશિક રીતે જવાબદાર છે. આગામી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્ (એફટીએ) ભારતીય નિકાસકારોને તેમના બજારોના ડાયવર્સિફિકેશન અને અમેરિકન ટેરિફની અસરોને સંતુલિત કરવામાં મદદરૂપ થઈ શકશે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

હોર્મુઝમાં હુમલાથી ક્રૂડનું ટેન્શન વધ્યું, Brent $104 પાર

શેરડી સુકાય તે પહેલાં ખાંડ મિલોનો માસ્ટરસ્ટ્રોક! 55 મિલોએ શરૂ કર્યું પીલાણ

Power Sectorમાં ફરી સંકટના એંધાણ! 4 વર્ષના તળિયે કોલસાનો સ્ટોક, માર્ચથી અછતનો ખતરો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં મોટો ઘટાડો, Silver 5% અને Gold 1.52% નીચે

સાઉદી પર હુથી હુમલાથી ક્રૂડમાં ફરી આગ, Brent $107ને પાર!

સોનાની ચમક ફરી વધી, ફેડના વ્યાજદર પર સસ્પેન્સ!

20 દિવસમાં ધાણાએ આપ્યું 20% સુધી વળતર, તહેવારી માંગથી ભાવમાં ફરી તેજી




