KuberaNowLogo
Monday, 09/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યું ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

નૂતન વર્ષના આરંભ પૂર્વે ખુલ્લો મુકાયેલો આ 6-લેન એલિવેટેડ કોરિડોર અમદાવાદના નાગરિકો અને વાહનચાલકો માટે એક ઉત્તમ ભેટ સાબિત થશે. સરખેજ-ગાંધીનગર હાઇવે પર સતત વધતા ટ્રાફિકના ભારણને હળવું કરવાના હેતુથી તૈયાર કરાયેલા આ કોરિડોરથી નાગરિકોને ટ્રાફિક જામની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે તેમજ સમય અને ઇંધણની પણ મોટી બચત થશે.

kuberanow deskPublished On : 9 Nov 2026
Inauguration
Corridor Inauguration

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં ઈસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધીના નવનિર્મિત ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, ધારાસભ્ય અમિત ઠાકર અને બાબુ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


નૂતન વર્ષના આરંભ પૂર્વે ખુલ્લો મુકાયેલો આ 6-લેન એલિવેટેડ કોરિડોર અમદાવાદના નાગરિકો અને વાહનચાલકો માટે એક ઉત્તમ ભેટ સાબિત થશે. સરખેજ-ગાંધીનગર હાઇવે પર સતત વધતા ટ્રાફિકના ભારણને હળવું કરવાના હેતુથી તૈયાર કરાયેલા આ કોરિડોરથી નાગરિકોને ટ્રાફિક જામની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે તેમજ સમય અને ઇંધણની પણ મોટી બચત થશે.


Inauguration


સરખેજથી ગાંધીનગર વચ્ચેનું જોડાણ હવે સંપૂર્ણપણે અવરોધમુક્ત અને સલામત બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરખેજ ગાંધીનગર હાઈવે (રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.147) પર કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCA જેવા અત્યંત વ્યસ્ત જંક્શનો પરથી પસાર થતો આ કોરિડોર ટ્રાફિક પ્રવાહને સુગમ બનાવશે. મુસાફરીનો સમય ઘટવાની સાથે વ્હીકલ ઓપરેટિંગ કોસ્ટ (VOC)માં ઘટાડો થશે, જેથી આર્થિક લાભ થશે. આ ઉપરાંત રોડ સેફ્ટીની અદ્યતન જોગવાઈઓના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને હાઇવે મુસાફરી વધુ સુરક્ષિત બનશે.


Inauguration


ભારત સરકારના માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા અંદાજિત ₹464 કરોડના ખર્ચે તૈયાર થયેલ 4.03 કિલોમીટર લાંબો અને 26.8 મીટર પહોળો આ 6-લેન એલિવેટેડ કોરિડોર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જેમાં વાયાડક્ટ પોર્શન 2940 મીટર અને એપ્રોચની લંબાઈ 1090 મીટર છે. ફ્લાયઓવર પરથી પસાર થતા વાહનોના અવાજથી થતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા 5880 મીટર લંબાઈમાં ખાસ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. સુરક્ષા અને સુવિધા માટે 297 સ્ટ્રીટ લાઈટો, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓવર હેડ અને કેન્ટિલિવર ગેન્ટ્રી, રોડ સેફ્ટી બોર્ડ્સ, કેટ આઈસ, એન્ટીગ્લેર અને 7થી 14 મીટર પહોળાઈ ધરાવતા વાઈટટોપીંગ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.


આ પણ વાંચો: નવા વર્ષના વધામણાં માટે ફૂલોની ખરીદીમાં ઉછાળો! ગલગોટા અને ગુલાબની માંગ વધી


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ચારુસેટને RIC સ્થાપવા માટે પસંદગી

ચારુસેટ બનશે ઇનોવેશનનું નવું કેન્દ્ર! રિજનલ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ₹15 લાખની ગ્રાન્ટ મંજૂર

Surge in flower purchases

નવા વર્ષના વધામણાં માટે ફૂલોની ખરીદીમાં ઉછાળો! ગલગોટા અને ગુલાબની માંગ વધી

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027

VGGS 2027 માટે ગુજરાતનું ગ્લોબલ મિશન તેજ! બે દેશોમાં મેગા રોડ-શો

Chhath Puja Special Train

Special Train: બિહાર જનારાઓને રાહત! 7 અને 14 નવેમ્બરે સાબરમતીથી મુજફ્ફરપુર માટે અનરિઝર્વ્ડ ટ્રેન

GSFA

ગુજરાતના યુવા ફૂટબોલરોને મળશે નવી ઓળખ! GSFAએ શરૂ કરી ખાસ પહેલ

surat diamond industry diwali vacation reduced 15 days

સુરત હીરા ઉદ્યોગમાં જબરદસ્ત તેજી: 25 દિવસના બદલે માત્ર 15 દિવસનું વેકેશન, 4 વર્ષ બાદ મંદી હટી

amc ews lig housing scheme flats ahmedabad pmay units

અમદાવાદવાસીઓ માટે ખુશખબર: નિકોલ, બોપલ, મોટેરા સહિત 10 વિસ્તારોમાં AMC બનાવશે 8,775 નવા આવાસ

Dhanteras

Dhanteras: પૂજાનાં ફૂલ પણ ખિસ્સાને ભારે! ધનતેરસે અમદાવાદમાં ગુલાબ ₹400 પ્રતિ કિલો