Stock Market Today LIVE: સેન્સેક્સ અને નિફ્ટી 'રેડ ઝોન'માં, સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટ તૂટ્યો
સોમવારે સવારે શરૂઆતનાં કારોબારમાં GIFT Nifty 25,045ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. રવિવારના બંધ ભાવની સરખામણીમાં તેમાં 55 પોઈન્ટ એટલે કે 0.22 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો માટે મજબૂત શરૂઆતના સંકેત આપે છે. આ સકારાત્મક સંકેત એવા સમયે આવ્યો છે જ્યારે અગાઉના સપ્તાહમાં આવેલા જોરદાર ઉછાળા બાદ, દિવાળીના વિશેષ ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી નજીવા ઘટાડા સાથે બંધ થયા હતા. રજાને કારણે ટૂંકા આગામી સપ્તાહમાં સકારાત્મક વલણની અપેક્ષા છે, છતાં નફાવસૂલી શક્ય છે. ભારત, અમેરિકા અને ચીનની મોંઘવારી, બાકીનાં પરિણામો, અમેરિકા–ઈરાન વાટાઘાટો અને FII પ્રવાહ મહત્વના રહેશે.
News Updates

Timeline
14 UpdatesHFCLનાં શેરમાં 5%નો ઘટાડો
આજે બજાર ખુલતાની સાથે જ HFCLના શેરમાં 5%નો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં આ શેરમાં 198%થી વધુ અને છેલ્લા એક વર્ષમાં 174%થી વધુનો ઉછાળો આવ્યો હતો. HFCLનો શેર તેના 52-સપ્તાહના ઉચ્ચ સ્તર ₹282.25થી 37.2% નીચે છે. આ શેરમાં 51 લાખથી વધુ શેરનું ટ્રેડિંગ થયું, જે તેના 10-દિવસીય સરેરાશ વોલ્યુમ કરતાં 0.96 ગણું હતું.
સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ ઘટ્યો
સવારે આશરે 10 વાગ્યે સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુ ઘટીને 80,775 પર જ્યારે નિફ્ટી 50 પોઈન્ટથી વધુ ઘટીને 24,950ના સ્તરથી નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. વ્યાપક બજારો પણ લાલ રંગમાં સરકી ગયા છે, જેમાં નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકો 0.2% સુધી ઘટ્યા છે.
એસ્કોર્ટ્સ કુબોટાના શેરમાં ઘટાડો
આજના કારોબારમાં એસ્કોર્ટ્સ કુબોટાના શેર 2.03% ઘટીને ₹ 2441 પર પહોંચી ટ્રેડ થઈ રહ્યાં છે.
પર્લ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીનાં શેરમાં ઉછાળો
પર્લ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીનાં શેર બીજા ત્રિમાસિક પરિણામ બાદ 82.70 પોઈન્ટ સાથે 6.26 ટકા વધી 1404.20 પર ટ્રેડ થઈ રહ્યો છે.
સુંદરમ ફાઇનાન્સના શેરમાં ઘટાડો
આજે બજારમાં સુંદરમ ફાઇનાન્સના શેર 2.08% ઘટીને ₹4151.50 પર પહોંચી ટ્રેડ થઈ રહ્યાં છે.
દાલમિયા ભારતના શેરમાં 2%થી વધુનો ઘટાડો
આજના કારોબારમાં દાલમિયા ભારતના શેર 2.13% ઘટીને ₹1462 પર પહોંચી ટ્રેડ થઈ રહ્યાં છે.
એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસના શેરમાં 2%થી વધુનો ઘટાડો
આજના કારોબારમાં એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસના શેર 2.05% ઘટીને ₹2476.90 પર પહોંચી ટ્રેડ થઈ રહ્યાં છે.
બોયોકોનનો શેર 2% વધ્યો
બોયોકોનનો શેર 2%થી વધુના ઉછાળા સાથે ₹374.95 પર આજનાં ટ્રેડિંગ સેશનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
વોડાફોન આઈડિયાનો શેર 2%થી વધુ ઘટ્યા
આજના ટ્રેડિંગમાં વોડાફોન આઈડિયાના શેરમાં 2.03%નો ઘટાડો થયો અને તે ₹12.55 પર પહોંચ્યા છે
BSE અને Nifty50નાં શેરોમાં સામાન્ય વધઘટ
Nifty50નાં 50માંથી 13 શેરોમાં મંદીની અસર જોવા મળી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં શેરમાં 2.10 ટકાનાં વધારા સાથે સૌથી વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે. BSEનાં 30માંથી 7 શેરોમાં તેજી જોવા મળી રહી છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં શેરમાં 2.18 ટકાનાં વધારા સાથે ટોપ પર્ફોર્મર જોવા મળ્યો છે.
ઓટો, FMCG, રિયલ્ટી સૂચકાંકો દબાણમાં
સેક્ટરની દ્રષ્ટિએ જોઈએ તો, નિફ્ટી PSU બેંક 0.91 ટકાના વધારા સાથે સૌથી આગળ રહ્યું હતું, ત્યારબાદ નિફ્ટી ફાર્મામાં 0.69 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંકમાં 0.64 ટકાનો વધારો થયો હતો, જ્યારે 'ફાઇનાન્શિયલ સર્વિસીસ' અને 'પ્રાઇવેટ બેંક' સૂચકાંકો પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા. બીજી તરફ, નિફ્ટી ITમાં 1.47 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઓટો, FMCG, મેટલ અને રિયલ્ટી સૂચકાંકો દબાણ હેઠળ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં ઉછાળો
સેન્સેક્સમાં સામેલ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ટોપ પર્ફોર્મર તરીકે ટ્રેડ થઈ રહ્યો છે, જેમાં 1.76 ટકાનો વધારો જોવા મળ્યો. ત્યારબાદ HDFC બેંક જેમાં 1.01 ટકાનો ઉછાળા સાથે બીજો ક્રમે ટ્રેડ થઈ રહ્યો છે. ICICI બેંકમાં 1.25 ટકાનો વધારો થયો, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) અને ટાટા સ્ટીલમાં અનુક્રમે 1.05 ટકા અને 0.90 ટકાનો વધારો નોંધાયો.
બીજી તરફ, HCL ટેક્નોલોજીસમાં 2.08 ટકાનો ઘટાડો થયો અને તે સૌથી નબળો દેખાવ કરનાર શેર રહ્યો. ટેક મહિન્દ્રામાં 1.94 ટકા, TCSમાં 1.52 ટકા અને ઈન્ફોસિસમાં 1.46 ટકાનો ઘટાડો જોવા મળ્યો. પાવર ગ્રીડ, ITC અને એશિયન પેઈન્ટ્સ પણ ઘટાડો દર્શાવનારા અન્ય નોંધપાત્ર શેરોમાં સામેલ હતા.
સેન્સેક્સ અને નિફ્ટી વધીને ઘટ્યા
ભારતીય શેરબજાર ખુલતા સેન્સેક્સ અને નિફ્ટી નજીવો વધી હાલ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. સેન્સેક્સ 250 પોઈન્ટ અથવા 0.20% ઘટીને 80,780ના સ્તરે ખુલ્યો છે, જ્યારે નિફ્ટી50 79 પોઈન્ટ અથવા 0.34% ઘટીને 24,907ના સ્તરે ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે.
શેરબજારની પોઝિટિવ શરૂઆત
દિવાળી ટ્રેડિંગ મુહૂર્ત બાદ ભારતીય શેરબજારની આજે પોઝિટિવ શરૂઆત થઈ છે. સેન્સેક્સ 289.91 પોઈન્ટ અથવા 0.36% વધીને 81,289.31ના સ્તરે ખુલ્યો છે, જ્યારે નિફ્ટી50 90.00 પોઈન્ટ અથવા 0.36% વધીને 25,076.40ના સ્તરે ખુલ્યો છે.
Opening Bell: ભારતીય શેરબજાર માટે વીતેલું સપ્તાહ છેલ્લા છ વર્ષનું સૌથી શ્રેષ્ઠ સપ્તાહ રહ્યું હતુ. ભારતીય શેરબજારે 8મી નવેમ્બરે પૂરા થયેલા લાંબા કારોબારી સપ્તાહ દરમિયાન 8 ટકાથી પણ વધુનો ઉછાળો નોંધાવ્યો હતો. આ ઉછાળો ફેબ્રુઆરી 2021 પછીનો સૌથી મોટો સાપ્તાહિક વધારો છે.
સોમવારે સવારે શરૂઆતનાં કારોબારમાં GIFT Nifty 25,045ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. રવિવારના બંધ ભાવની સરખામણીમાં તેમાં 55 પોઈન્ટ એટલે કે 0.22 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો માટે મજબૂત શરૂઆતના સંકેત આપે છે. આ સકારાત્મક સંકેત એવા સમયે આવ્યો છે જ્યારે અગાઉના સપ્તાહમાં આવેલા જોરદાર ઉછાળા બાદ, દિવાળીના વિશેષ ટ્રેડિંગ સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી નજીવા ઘટાડા સાથે બંધ થયા હતા. રજાને કારણે ટૂંકા આગામી સપ્તાહમાં સકારાત્મક વલણની અપેક્ષા છે, છતાં નફાવસૂલી શક્ય છે. ભારત, અમેરિકા અને ચીનની મોંઘવારી, બાકીનાં પરિણામો, અમેરિકા–ઈરાન વાટાઘાટો અને FII પ્રવાહ મહત્વના રહેશે.
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોથી ઈરાન સંઘર્ષમાં તણાવ ઘટવાની અને ટેરિફ અંગે નરમ વલણની આશા જાગી છે. ક્રૂડ પ્રતિ બેરલ $100ની નીચે રહ્યું છે, અમેરિકાના 10 વર્ષના બોન્ડની ઉપજ 5%ની નીચે, રૂપિયામાં મજબૂતાઈ, સારાં ત્રિમાસિક પરિણામો અને મજબૂત GST વસૂલાતથી બજારને ટેકો મળ્યો છે. વિદેશી રોકાણકારોની ખરીદી અને આગામી બજેટમાં કરરાહતની આશાએ પણ તેજી વધારી છે. જોકે, વૈશ્વિક બજારોમાં AI સંબંધિત વેચવાલીને ભારતીય બજારે અવગણી હતી.
દિવાળીમાં સેન્સેક્સ 29 પોઈન્ટ, નિફ્ટી 25,000ની નીચે
ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો રવિવારે યોજાયેલા દિવાળીના વિશેષ ટ્રેડિંગ સત્રમાં શરૂઆતી તેજી ગુમાવીને સામાન્ય ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 28.62 પોઈન્ટ એટલે કે 0.24 ટકા ઘટીને 80999.40 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 43.95 પોઈન્ટ એટલે કે 0.18 ટકા ઘટીને 24986.40 પર બંધ રહ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 2.17 ટકાના ઉછાળા સાથે 81028.02 પર અને નિફ્ટી 2.01 ટકાના ઉછાળા સાથે 25030.35 પર બંધ થયા હતા, જે આ બંને સૂચકાંકો માટે આઠ મહિનાની ઊંચી સપાટી હતી. અગાઉના સપ્તાહ દરમિયાન નિફ્ટીમાં 8.58 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
મોતીલાલ ઓસવાલના મતે વિદેશી રોકાણ, રૂપિયાની મજબૂતી અને સ્થાનિક અર્થતંત્ર ટેકો આપશે. માર્જિનની ચિંતાથી દબાયેલા ખાનગી બેંકોના શેરો વિદેશી ખરીદીથી આગળ રહ્યા. તહેવારી માંગથી ઓટો અને વપરાશ આધારિત શેરો પણ વધ્યા હતા.
આ પણ વાંચો: Global Cues । 09 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

મુહૂર્ત ટ્રેડિંગમાં 20%ની તેજી બાદ Finolex Cablesમાં મોટો કડાકો

રોકાણકારો એલર્ટ: આવતીકાલે શેરબજાર રહેશે બંધ, BSE-NSE માં ટ્રેડિંગ કેમ અટકી જશે?

ટાટા ગ્રુપનો આ સ્ટોક વેચી મારજો! Goldman Sachs ની 'Sell' સલાહ, 4 બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ ઘટાડ્યા

દરેક શેર પર થશે ₹90 કમાણી, આ કંપનીએ કરી મોટી જાહેરાત; 12 નવેમ્બર પહેલાં રાખવું પડશે આ ધ્યાન

Stocks In News | 09 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 09 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી

સંવત 2083માં કયા સેક્ટર દોડી શકે? કોટક મહિન્દ્રા AMCના MD નિલેશ શાહની 3 મોટી પસંદગી






