સોનું નહીં, હળદર બની રોકાણકારો માટે સોનાની ખાણ! એક વર્ષમાં 89% વળતર
ધનતેરસે સોનાની ખરીદી વચ્ચે હળદર પણ રોકાણકારો માટે ચર્ચામાં આવી છે. કોમોડિટી બ્રોકર્સના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષમાં હળદરમાં આશરે 89% વળતર મળ્યું છે, જ્યારે સોનાના ભાવ તેની ટોચથી લગભગ 30% ઘટ્યા છે.

Gold vs Turmeric: ધનતેરસના દિવસે દેશમાં પરંપરાગત રીતે સોનાની ખરીદી કરવામાં આવે છે. જોકે, આ વખતે કોમોડિટી માર્કેટમાં સોનાની જેમ જ પીળી ચમક ધરાવતી હળદર પણ રોકાણકારો માટે ચર્ચાનો વિષય બની છે. કોમોડિટી કારોબારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષમાં હળદરના રોકાણમાં આશરે 89% વળતર મળ્યું છે. સામે, સોનાના ભાવ તેની ટોચથી લગભગ 30% ઘટ્યા હોવાનું જણાવાયું છે. એટલે એક તરફ સોનું પરંપરાગત રીતે શુકન અને વૈભવ સાથે જોડાયેલું છે, જ્યારે બીજી તરફ હળદરમાં રોકાણકારોને તાજેતરના સમયગાળામાં નોંધપાત્ર વળતર મળ્યું છે.
હળદરમાં એક મહિનામાં 27% વળતર
મુંબઇના જાણીતા બ્રોકર કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે દેવી ધનવન્તરીના આશીર્વાદ અને શુકન માટે ધનતેરસે લોકોમાં સોનાની ખરીદી કરવાની પરંપરા છે. પરંતુ આ વખતે શુકનવંતી હળદરના રોકાણમાં પણ રોકાણકારોને “કેસરિયો નફો” મળ્યો છે. આંકડા જોઇએ તો છેલ્લા એકાદ વર્ષમાં સોનાના ભાવ તેની ટોચેથી 30 ટકા જેટલા ઘટ્યા છે જ્યારે હળદરમાં રોકાણકારોને એક વર્ષમાં 89 ટકા જેટલો નફો મળ્યો છે.
રાજકોટ સ્થિત કોમોડીટી બ્રોકર ભરત દાસાણીના જણાવ્યા મુજબ સોનું શુકનનું પ્રતિક છે તેજ રીતે હળદર પણ શુકનવંતી ગણાય છે. કોમોડિટી ટ્રેડીંગમાં જે રોકાણકારોઐ છેલ્લા એક મહિનામાં સોનામાં રોકાણ કર્યુ તેમને ઘટતા ભાવનો સામનો કરવો પડ્યો છૈ જ્યારે હળદરમાં રોકાણ કરનારને એક મહિનામાં 27 ટકા જેટલું માતબર વળતર નસીબ થયું છે. સોના સાથે ગ્લેમર અને વૈભવ જોડાયેલા છે પરંતુ ઉત્પાદન વિદેશોમાં થાય છે જ્યારે હળદર સાથે ઔષધીય ગુણ અને ભારતીય ઓળખ જોડાયેલી છે. જ્યારે રોકાણકારને હળદરમાં વધારે વળતર મળતું હોય ત્યારે રોકાણ કરવામાં દેશનો પણ ફાયદો છે.
સોનું વિદેશી, હળદર સ્વદેશી કોમોડિટી
કોમોડિટી બ્રોકર્સના જણાવ્યા મુજબ, સોનું વૈશ્વિક સ્તરે ઉત્પાદિત થતી કોમોડિટી છે, જ્યારે હળદર ભારતની સ્વદેશી કૃષિ પેદાશ છે. હળદર સાથે ઔષધીય ગુણો અને ભારતીય ઓળખ પણ જોડાયેલી છે. આથી હળદરમાં રોકાણથી રોકાણકારોને વળતર મળવાની સાથે દેશની સ્થાનિક કૃષિ અર્થવ્યવસ્થાને પણ લાભ મળી શકે છે, એવું કોમોડિટી કારોબારીઓનું માનવું છે.
અલ નીનોની અસરથી હળદરના પાક પર નજર
આ વખતે અલ નીનોની અસરને કારણે હળદરના પાકમાં ઘટાડો થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. પાકમાં ઘટાડાની અપેક્ષાને કારણે હળદરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત હળદરની નિકાસમાં વિશ્વમાં ટોચના સ્થાને હોવાથી આગામી દિવસોમાં નિકાસની માગ હળદરના ભાવ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
રમજાનની ખરીદીથી નિકાસ માગ પર નજર
આગામી સમયમાં અખાતી દેશોમાં રમજાન મહિના માટેની ખરીદી શરૂ થવાની છે. તેથી હળદરના વેપારીઓ અને રોકાણકારોની નજર હવે નિકાસ બજારની માગ પર રહેશે. હળદરના ભાવમાં આગળની દિશા નક્કી કરવામાં પાકનું ઉત્પાદન, નિકાસની માગ અને વૈશ્વિક બજારની સ્થિતિ મહત્વપૂર્ણ બની શકે છે.
આ પણ વાંચો: ચારુસેટ બનશે ઇનોવેશનનું નવું કેન્દ્ર! રિજનલ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ₹15 લાખની ગ્રાન્ટ મંજૂર
આ પણ જુઓ :
Also Read

અમેરિકા-ઇરાન શાંતિ મંત્રણાના પગલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 98 ડોલર પર ઊંચામાં ખૂલ્યા પછી ઘટીને 97 ડોલરે પહોંચ્યું

સોના-ચાંદીમાં ફરીથી ઉછાળો, સોનાએ પ્રતિ ઔંસે 4,100 ડોલરની સપાટી વટાવી

દિવાળી પછી સોનું મોંઘું થયું: 9 નવેમ્બરે તમારા શહેરમાં 10 ગ્રામનો શું છે ભાવ?

કપાસના ભાવમાં ₹1500નો કડાકો: ડબલ આવકના દાવા વચ્ચે ખેડૂતો કેમ દેવામાં ડૂબ્યા?

Gold-Silver Price: તેજી પછી ફરી વધશે દબાણ? રોકાણકારો ખાસ રાખે આ 4 બાબતો પર નજર

Gold Price: 25% ઘટ્યા બાદ સોનામાં ફરી તેજી આવશે? WGCના 3માંથી 2 સંકેત સકારાત્મક

America Iran War : મિડટર્મ ચૂંટણી પછી ફરી ભડકશે ઈરાન યુદ્ધ? ક્રૂડ ₹100 ડોલરને પાર જવાની દહેશત






