KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Analog Paneer Ban : સમગ્ર દેશમાં એનાલોગ પનીર પર મૂકાશે પ્રતિબંધ

તહેવારોની મોસમ પહેલાં જ ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહીની તૈયારી, રાજ્યોની બેઠક બોલાવાઈ

desk@kuberanowPublished On : 17 Sept 2026
analog paneer ban
AI Generated Image

નવી દિલ્હી : બજારમાં છેલ્લા ઘણા સમયથી દેશભરમાં ‘સસ્તા’ પનીર તરીકે બજાર, રેસ્ટોરાં અને હોટેલોમાં એનાલોગ પનીરનું ચલણ વધ્યું હતું. જોકે,એનાલોગ પનીરની સ્વાસ્થ્ય પર ખરાબ અસરો સામે આવતાં તહેવારોની મોસમ પહેલાં જ ફૂડ સેફ્ટી ઓથોરિટીએ એનાલોગ પનીર અંગે આકરું વલણ અપનાવ્યું છે. અસલી દૂધમાંથી બનેલા પનીરની જગ્યાએ એનાલોગ પનીર સામે હવે ફૂડ સેફ્ટી ઓથોરિટીએ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે.


એનાલોગ પનીર પર અનેક રાજ્યોમાં પહેલાંથી જ કાર્યવાહી થઈ ગઈ છે, જેમાં છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને કર્ણાટક સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે. FSSAI મુજબ અત્યારે સમગ્ર દેશમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકાયેલો નથી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના CEO રાજિત પુન્હાનીએ જણાવ્યું કે, 24 સપ્ટેમ્બરે બધા રાજ્યો સાથે બેઠક કરાશે. આ બેઠકમાં રાજ્યોમાં સહમતિ બન્યા પછી સમગ્ર દેશમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાઈ શકે છે.


એનાલોગ પનીર એક એવું ઉત્પાદન છે જે દેખાવ અને વપરાશમાં અસલી પનીર જેવું હોય છે, પરંતુ તેને બનાવવામાં દૂધની જગ્યાએ વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, ઈમલ્સીફાયર અને અન્ય ઈન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ થાય છે. અસલી પનીર વિશેષરૂપે દૂધથી તૈયાર થાય છે. જ્યારે એનાલોગ પનીરમાં દૂધની જગ્યાએ વનસ્પતિ ફેટ અને સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે.


રેસ્ટોરાં અને સ્ટ્રીટ ફૂડવાળા પર થશે અસર

દેશભરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ લાગુ થાય તો રેસ્ટોરાં, હોટેલ, કેટરિંગ અને ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગો પર તેની અસર જોવા મળી શકે છે. એનાલોગ પર પ્રતિબંધ મૂકાયા પછી વિશેષરૂપે રેસ્ટોરાં અને સ્ટ્રીટ ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ તપાસનો સામનો કરવો પડી શકે છે. કારણ કે FSSAI પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂકી છે કે ચીઝ એનાલોગને પનીરના નામનું લેબલ લગાવીને વેચવો નિયમોના ભંગ સમાન છે.


રેસ્ટોરાંએ તેમના પનીરના સપ્લાય અને સોર્સની તપાસ કરવી પડશે. તેમણે ગ્રાહકોને તેમના ખાદ્યપદાર્થોમાં ઉપયોગ થતી સામગ્રીની યોગ્ય માહિતી આપવી પડશે.ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મ પણ એવા ઉત્પાદનો અંગે કડકાઈ કરી રહ્યા છે.


એનાલોગ પનીર અંગે શા માટે ઉઠ્યા સવાલ?

એનાલોગ પનીરની સામગ્રી અસલી દૂધવાળા પનીરથી એકદમ અલગ હોય છે. એવામાં બંનેને એક સમાન માનવા યોગ્ય નથી. તેનાથી સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થતી હોવાના અહેવાલો સામે આવ્યા છે.તેથી તેને માત્ર ‘સસ્તા પનીર’ તરીકે વેચવાના બદલે તેના પેકેજિંગ અને લેબલ જરૂર જોવા જોઈએ.


ગ્રાહકોએ પનીર ખરીદતી વખતે પેકેટ પર અપાયેલા ઈન્ગ્રેડિયન્ટ જરૂર વાંચવા જોઈએ. એનાલોગ અથવા નોન-ડેરી જેવા શબ્દો જોવા મળે તો તેને અસલી દૂધવાળું પનીર સમજવું જોઈએ નહીં. ખુલ્લામાં વેચાતા શંકાસ્પદ અને એકદમ સસ્તા પનીર અંગે પણ સાવધાની રાખવી જોઈએ.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn