KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Alert ! બેન્કિંગ કામકાજ બે દિવસમાં પતાવી દેજો

બેંક યુનિયનો અને સરકાર વચ્ચેની બેઠક બાદ પણ 5 દિવસ બેંકિંગની માંગ પર કોઈ સહમતિ બની નથી. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ 28, 29 અને 30 સપ્ટેમ્બરની ત્રણ દિવસની હડતાળનો નિર્ણય યથાવત રાખ્યો છે.

desk@kuberanowPublished On : 23 Sept 2026
bank strike
બેંકિંગ સેક્ટરમાં ફરી હડતાળનો પડઘો, 5 દિવસ બેંકિંગની માંગે નિર્ણયની રાહAI Generated Image

5 દિવસ બેંકિંગની માંગને લઈને બેંક કર્મચારી સંગઠનો અને સરકાર વચ્ચે યોજાયેલી બેઠકમાં કોઈ અંતિમ સમાધાન થઈ શક્યું નથી. આ પછી યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ 28, 29 અને 30 સપ્ટેમ્બર 2026ની પ્રસ્તાવિત ત્રણ દિવસની બેંક હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. યુનિયનોનું કહેવું છે કે પાંચ દિવસ બેંકિંગની માંગ અંગે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ (DFS) તરફથી કોઈ નક્કર નિર્ણય મળ્યો નથી.


દિલ્હીમાં યોજાઈ સમાધાન બેઠક

હડતાળને ટાળવા માટે નવી દિલ્હીમાં ડેપ્યુટી ચીફ લેબર કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તેમાં UFBU, IBA, DFS અને બેંક મેનેજમેન્ટના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. બેઠકમાં યુનિયનો દ્વારા પાંચ દિવસ બેંકિંગની માંગ રજૂ કરવામાં આવી હતી, પરંતુ આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી.


સરકારની હડતાળ ટાળવાની અપીલ

નાણાં મંત્રાલયે બેંક યુનિયનોને હડતાળ પર પુનર્વિચાર કરવાની અપીલ કરી હતી. સરકારે જણાવ્યું હતું કે બેંક કર્મચારીઓની કેટલીક માંગો પર ચર્ચા ચાલી રહી છે. IBAએ પણ પાંચ દિવસ બેંકિંગના મુદ્દે કહ્યું છે કે આ મામલો સરકારના વિચારાધીન છે અને આગળની ચર્ચા ચાલુ રહેશે.


ગ્રાહકો પર પડી શકે છે અસર

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, 30 સપ્ટેમ્બરે બેંકોનું છમાસિક સમાપન થવાનું હોવાથી હડતાળની અસર વધી શકે છે. ત્રણ દિવસની હડતાળ સાથે અગાઉના સપ્તાહાંતને કારણે બેંકિંગ સેવાઓ પાંચ દિવસ સુધી પ્રભાવિત થવાની શક્યતા છે. તેની અસર રોકડ વ્યવહાર, ચેક ક્લિયરન્સ, સરકારી લેવડદેવડ અને અન્ય બેંકિંગ સેવાઓ પર પડી શકે છે.


યુનિયનોનો નિર્ણય

UFBUએ કહ્યું છે કે જો પાંચ દિવસ બેંકિંગ લાગુ કરવા અંગે કોઈ નક્કર અને સકારાત્મક નિર્ણય આવશે તો હડતાળ અંગે પુનર્વિચાર થઈ શકે છે. પરંતુ હાલ કોઈ નિર્ણય ન આવતા હડતાળ યથાવત રાખવામાં આવી છે.


આ પણ વાંચો : Gold and Silver Price Today : સોનાની ચમકમાં બ્રેક! સતત ત્રીજા દિવસે ભાવ ઘટ્યા



આ પણ જુઓ :

Share Link
WhatsAppFacebookXLinkedIn