ભારતીય રેલવેનો મેગા પ્રોજેક્ટ, BHEL-Titagarh બનાવશે 80 હાઈસ્પીડ ટ્રેન
₹24,000 કરોડના વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રોજેક્ટ હેઠળ BHEL અને Titagarh Rail Systems 80 ટ્રેન સેટ બનાવશે અને તેની 35 વર્ષ સુધી જાળવણી કરશે.

ભારતીય રેલવેના વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. BHEL અને Titagarh Rail Systems Limited (TRSL) મળીને 80 વંદે ભારત સ્લીપર ટ્રેન સેટના નિર્માણ સાથે તેમની 35 વર્ષ સુધી જાળવણી માટે Joint Venture બનાવશે. આ ભાગીદારી ₹24,000 કરોડના મોટા પ્રોજેક્ટનો ભાગ છે.
15 સપ્ટેમ્બર 2026ના રોજ બંને કંપનીઓએ Joint Venture Agreement પર હસ્તાક્ષર કર્યા છે. નવી કંપની દ્વારા તૈયાર કરવામાં આવનારા 80 વંદે ભારત સ્લીપર ટ્રેન સેટના લાંબા ગાળાના મેન્ટેનન્સ અને સપોર્ટની જવાબદારી સંભાળવામાં આવશે.
50:50 ભાગીદારીથી બનશે Joint Venture
નવા Joint Ventureમાં BHEL અને Titagarh Rail Systemsની સમાન 50-50% ભાગીદારી રહેશે. આ કંપનીનું મુખ્ય કામ ટ્રેન સેટની જાળવણી, ઓપરેશનલ તૈયારી અને વિશ્વસનીયતા જાળવવાનું રહેશે.
₹24,000 કરોડના પ્રોજેક્ટમાં શું સામેલ છે?
BHEL-Titagarh કન્સોર્ટિયમને મળેલા પ્રોજેક્ટમાં માત્ર ટ્રેન બનાવવાનું જ નહીં પરંતુ લાંબા ગાળાના સપોર્ટની જવાબદારી પણ સામેલ છે.
પ્રોજેક્ટના મુખ્ય ભાગ:-
- 80 વંદે ભારત સ્લીપર ટ્રેન સેટનું નિર્માણ અને સપ્લાય
- 35 વર્ષ સુધી મેન્ટેનન્સ સેવા
- ટ્રેન સેટ ડેપોનું અપગ્રેડેશન
- મેન્યુફેક્ચરિંગ યુનિટ્સના વિકાસ સાથે જોડાયેલું કામ
35 વર્ષનું મેન્ટેનન્સ કેમ મહત્વપૂર્ણ?
આ પ્રોજેક્ટમાં ટ્રેનના સમગ્ર જીવનચક્રને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રેન બનાવ્યા બાદ તેની કામગીરી, સુરક્ષા અને નિયમિત જાળવણી માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ પ્રકારની લાંબા ગાળાની મેન્ટેનન્સ વ્યવસ્થાથી રેલવેને ટ્રેનના સંચાલન માટે સતત સપોર્ટ સિસ્ટમ મળશે.
કુલ 260 વંદે ભારત સ્લીપર ટ્રેન બનાવવાની યોજના
ભારતીય રેલવે લાંબા અંતરની મુસાફરી માટે કુલ 260 વંદે ભારત સ્લીપર ટ્રેન સેટ તૈયાર કરવાની યોજના ધરાવે છે. આ માટે અલગ અલગ કંપનીઓને જવાબદારી આપવામાં આવી છે.
- BEML: 10 ટ્રેન સેટ
- ICF ચેન્નાઈ: 50 ટ્રેન સેટ
- Kinet Railway Solutions (RVNL-TMH): 120 ટ્રેન સેટ
- Titagarh-BHEL: 80 ટ્રેન સેટ
આ પણ વાંચો : ખાંડ સંગ્રહ નિયમોમાં ફેરફાર, વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 30 દિવસ કરાઈ
Also Read

ભારતમાં સિનેમાથી ઘરના સોફા સુધી Popcornનો બિઝનેસ કેટલો

ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ પર પહોંચી ગઈ

જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ

દિવાળી પહેલાં વેપારીઓને રાહત: UPI પર MDRનો અમલ મોકૂફ

16 નહીં, હવે 24 કોચની Vande Bharat Sleeper! 1,224 બર્થ સાથે નવી ટ્રેનની તૈયારી

વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નજર ભારત પર: 2027માં WTTC સમિટનું આયોજન

દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું




