બેંકોની હડતાળ વચ્ચે મોટા સમાચાર, રવિવારે પણ ખુલ્લી રહેશે સરકારી બેંકો
દેશભરમાં પ્રસ્તાવિત ત્રણ દિવસની બેંક હડતાળને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ 28, 29 અને 30 સપ્ટેમ્બર 2026ની પ્રસ્તાવિત ત્રણ દિવસની બેંક હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લેતા સરકારે 27 સપ્ટેમ્બરે રવિવારનાં દિવસે બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ તમામ બેંક શાખાઓ, ઓફિસો, ATM સાથે જોડાયેલી શાખાઓ અને Currency Chestsને રવિવારે પણ સંપૂર્ણ રીતે કાર્યરત રાખવાની મંજૂરી આપી છે. આ વ્યવસ્થાનો ઉદ્દેશ્ય એ છે કે હડતાળ (Strike)ના સમયગાળા દરમિયાન ગ્રાહકોને જરૂરી બેંકિંગ સેવાઓ (Banking Services)માં કોઈ મોટી મુશ્કેલી ન પડે.

United Forum of Bank Unions (UFBU)એ 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળ પહેલાં 26 અને 27 સપ્ટેમ્બરે રજાના દિવસો આવી રહ્યા હોવાથી બેંકિંગ સેવાઓ પર વધુ અસર થવાની શક્યતા હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે 27 સપ્ટેમ્બરે બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે રવિવારે બેંકો બંધ રહે છે, પરંતુ આ ખાસ વ્યવસ્થા હેઠળ જાહેર ક્ષેત્રની બેંકો (Public Sector Banks) અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (Regional Rural Banks) ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે.
નાણાં મંત્રાલયે જણાવ્યું કે સરકાર અને બેંક મેનેજમેન્ટ દ્વારા બેંક યુનિયનોને પ્રસ્તાવિત હડતાળ પાછી ખેંચવા અથવા મુલતવી રાખવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ, ગ્રાહકોને જરૂરી સેવાઓ જેમ કે રોકડ ઉપલબ્ધતા, ડિજિટલ પેમેન્ટ અને અન્ય મહત્વપૂર્ણ બેંકિંગ કામગીરીમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
UFBUની માંગણીઓ
UFBUની અન્ય માંગણીઓમાં પેન્શનમાં સુધારો અને અપડેટ, તમામ પેન્શનરો માટે એકસરખું મોંઘવારી ભથ્થું અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવતા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS)માં સ્વિચ કરવાનો વિકલ્પ સામેલ કરવામાં આવ્યો છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)નું કહેવું છે કે પાંચ દિવસ બેંકિંગની માંગ અંગે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ (DFS) તરફથી કોઈ નક્કર નિર્ણય મળ્યો નથી.
ગ્રાહકોએ શું ધ્યાનમાં રાખવું?
હડતાળ દરમિયાન સંભવિત અસુવિધાથી બચવા ગ્રાહકો અગાઉથી જરૂરી રોકડ વ્યવસ્થા કરી શકે છે. ઓનલાઈન બેંકિંગ (Online banking) અને UPI સેવાઓનો ઉપયોગ કરી શકે છે. મહત્વપૂર્ણ બેંકિંગ કામકાજ હડતાળ પહેલાં પૂર્ણ કરી શકે છે.
આ પણ વાંચો: Bank Strike : લોકો ધ્યાન રાખે, 28થી 30 સપ્ટેમ્બર સુધી બેંક હડતાળનું એલાન
આ પણ જુઓ:
Also Read

ભારતમાં સિનેમાથી ઘરના સોફા સુધી Popcornનો બિઝનેસ કેટલો

ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ પર પહોંચી ગઈ

જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ

દિવાળી પહેલાં વેપારીઓને રાહત: UPI પર MDRનો અમલ મોકૂફ

16 નહીં, હવે 24 કોચની Vande Bharat Sleeper! 1,224 બર્થ સાથે નવી ટ્રેનની તૈયારી

વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નજર ભારત પર: 2027માં WTTC સમિટનું આયોજન

દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું




