Crude Oil Shock: પાછલાં ત્રણ દાયકામાં વૈશ્વિક ક્રૂડ આંચકાને ભારતીય બજારે કેવી રીતે પચાવ્યો
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો ભારતના આયાત બિલ, મોંઘવારી અને ચાલુ ખાતાની ખાધ પર દબાણ વધારી શકે છે. 2008ના નાણાકીય સંકટથી લઈને 2026ના યુએસ–ઈરાન યુદ્ધ સુધીના પ્રસંગો દર્શાવે છે કે ભારતીય શેરબજારની પ્રતિક્રિયા ક્રૂડ ઉપરાંત આર્થિક સ્થિતિ, રૂપિયાની ચાલ અને વિદેશી રોકાણના પ્રવાહ પર પણ આધાર રાખે છે.

ભારત તેની એનર્જી (ખાસ કરીને ક્રૂડ અને ગેસ) જરૂરિયાત માટે 85-90 ટકા આયાત પર નિર્ભર છે, ત્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવની ભારતીય આયાત બિલ પર સીધી અસર પડતી હોય છે અને તેને કારણે મોંઘવારીથી લઈ સરકાર માટે ચાલુ ખાતાની ખાધ (કરન્ટ એકાઉન્ટ ડિફિસિટ)નું સંચાલન પણ કઠિન બનતું હોય છે. આમ, ક્રૂડના આંચકાઓ ભારતીય અર્થતંત્ર માટે સૌથી સંવેદનશીલ ઘટનાઓમાંની એક છે. પાછલા ત્રણ દાયકામાં ક્રૂડના ભાવમાં ભિન્ન કારણોસર જોવા મળેલી મોટી વૃદ્ધિની ભારતીય શેરબજારે કેવી પ્રતિક્રિયા આપી હતી, તેને જાણીએ. આપણે 2008થી લઈ હાલમાં યુએસ-ઈરાન યુદ્ધ સુધીની ઘટનાઓને ગણનામાં લીધી છે.
વૈશ્વિક બજારમાં ટોચના ક્રૂડ આંચકાઓ
1. 2008નું વૈશ્વિક નાણાકીય સંકટ
યુએસ અર્થતંત્રમાં સબપ્રાઈમ ક્રાઈસિસ પાછળ ઊભા થયેલા નાણાકિય સંકટ વચ્ચે જુલાઈ-2008માં બ્રેન્ટ ક્રૂડ વાયદો 147ની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો હતો. જોકે, ભારતીય બજારમાં જાન્યુઆરી-2008 પછી મંદી ચાલુ થઈ હતી અને તે જ વર્ષે જુલાઈમાં જ્યારે ક્રૂડે ટોચ બનાવી ત્યારે ભારતીય બજાર પણ કરેક્ટ થઈ ચૂક્યું હતું અને ક્રૂડને લઈને કોઈ મોટો ઘટાડો નહોતો જોવાયો. કેમકે, બજારો અગાઉથી ઘટી ચૂક્યાં હતાં. તે વખતે ડોલર સામે રૂપિયો લગભગ 52-54ની રેંજમાં ટ્રેડ થઈ રહ્યો હતો. સપ્ટેમ્બર-2008માં લેહમાન બ્રધર્સના પતન પછી ભારતીય બજારમાં 30 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આમ, બ્રેન્ટ ક્રૂડના વર્તમાન 100 ડોલરના ભાવ 2008ની સરખામણીમાં ચોક્કસ નીચા જણાય. વાતનો સાર એ છે કે ક્રૂડ 100 ડોલરની મર્યાદામાં રહે છે તો ભારતીય અર્થતંત્ર માટે કોઈ મોટી ચિંતાનું કારણ નથી જ.
2. 2011માં મધ્ય-પૂર્વમાં તણાવ
ક્રૂડ ખૂબ જ વોલેટાઈલ કોમોડિટી છે. જુલાઈ-2008માં 147 ડોલરની ટોચ બનાવી ક્રૂડના ભાવ આર્થિક મંદી પાછળ 2009માં 32 ડોલર પર જઈ પટકાયાં હતાં. જોકે, ત્યાંથી ફરી વધ્યાં હતાં અને 2011માં ઈરાક પાછળ મધ્ય-પૂર્વમાં તણાવ ઊભો થયો હતો અને ઓઈલના ભાવ 100 ડોલરથી ઉપર જળવાયાં હતાં. ફુગાવો વધ્યો હતો અને આર્થિક વૃદ્ધિ ધીમી પડી હતી. ભારતમાં રિટેલ ફુગાવો 12 ટકા સુધી પહોંચ્યો હતો અને ભારતીય બજારોએ ખાસ કોઈ રિટર્ન આપ્યું નહોતું.
3. 2014માં ઓઈલના ભાવમાં કડાકો
2011-2013 સુધી ક્રૂડના ભાવ સતત 110-130ની રેન્જમાં ઊંચા જળવાયાં હતાં. જોકે, 2014માં તે 110 ડોલર પરથી 30 ડોલર પર ગગડ્યાં હતાં. ભારતને નીચી મોંઘવારી અને નાણાકિય સ્થિરતાનો લાભ મળ્યો હતો. શેરબજારમાં મજબૂત તેજી જોવા મળી હતી.
4. 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ
બે મહિનામાં તેલના ભાવમાં 58 ટકા ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી 11 ટકા ઘસાયો હતો અને એકવાર ક્રૂડના ભાવ શાંત પડતાં રિકવર થયો હતો.
5. 2026માં યુએસ-ઈરાન યુદ્ધ
યુએસ ઈરાન યુધ્ધની શરૂઆત પહેલા ફેબ્રુઆરી-2026માં 70 ડોલર આસપાસ ચાલતું બ્રેન્ટ ક્રૂડ માર્ચ-2026 અને મે-2026માં 120 ડોલર પર જોવા મળ્યું હતું. તાજેતરમાં તેણે 110 ડોલરની સપાટી દર્શાવી હતી. પાછલા પાંચ મહિનામાં ઊંચી વધ-ઘટ વચ્ચે ભારતીય બજાર મોટેભાગે 5-7 ટકાની રેન્જમાં વધ-ઘટ દર્શાવતું રહ્યું છે. આ વખતે ક્રૂડના ભાવમાં ઘટાડા સાથે વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી ભારતીય બજારમાંથી અવિરત એક્ઝિટને કારણે રૂપિયો પણ વિલન બનતાં બજારમાં નિરસતા લંબાઈ ગઈ છે.
આ પણ વાંચો: GST Collection: સપ્ટેમ્બરમાં ₹2.03 લાખ કરોડની વસૂલાત, ગુજરાતમાં 17% વધ્યું
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ભારતમાં સિનેમાથી ઘરના સોફા સુધી Popcornનો બિઝનેસ કેટલો

ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ પર પહોંચી ગઈ

જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ

દિવાળી પહેલાં વેપારીઓને રાહત: UPI પર MDRનો અમલ મોકૂફ

16 નહીં, હવે 24 કોચની Vande Bharat Sleeper! 1,224 બર્થ સાથે નવી ટ્રેનની તૈયારી

વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નજર ભારત પર: 2027માં WTTC સમિટનું આયોજન

દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું




