GST Council Meeting Today: ITC-Refundથી લઈને Faceless GST સુધી મોટા ફેરફારની તૈયારી
GST કાઉન્સિલની મહત્વની બેઠક આજે દિલ્હીમાં યોજાઈ છે, જેમાં GST પ્રક્રિયાને સરળ બનાવવા અનેક પ્રસ્તાવો પર નિર્ણય થઈ શકે છે. ITCનો વિસ્તાર, ઝડપી રિફંડ, નાના વેપારીઓને રાહત અને Faceless GST જેવા મુદ્દાઓ ચર્ચામાં રહી શકે છે.

GST વ્યવસ્થાને વધુ સરળ અને અસરકારક બનાવવા માટે આજે GST કાઉન્સિલની મહત્વની બેઠક યોજાઈ રહી છે. દિલ્હીમાં સવારે 11 વાગ્યાથી શરૂ આ બેઠકમાં ITCનો વિસ્તાર, GST રિફંડ પ્રક્રિયામાં ઝડપ, નાના વેપારીઓ માટે રાહત અને GSTને Faceless બનાવવાના પ્રસ્તાવ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર નિર્ણય થઈ શકે છે.
ITCનો વિસ્તાર કરવા અંગે મોટો પ્રસ્તાવ
બેઠકમાં Input Tax Credit એટલે કે ITCનો દાયરો વધારવા અંગે મહત્વનો નિર્ણય થઈ શકે છે. ટેલિકોમ ટાવર અને ફેક્ટરી પરિસરની બહાર લગાવવામાં આવતી પાઇપલાઇન માટે પણ ITC આપવાનો પ્રસ્તાવ છે. હાલ આવા કેસોમાં ITC મળતું નથી. આ ઉપરાંત FMCG અને ફાર્મા કંપનીઓના એવા ઉત્પાદનો માટે પણ ITCની સુવિધા આપવાની યોજના છે, જેની નિર્ધારિત મિયાદ પૂરી થઈ ગઈ હોય. પ્લાન્ટ અને મશીનરી પર ચૂકવવામાં આવેલા ટેક્સનું પાંચ વર્ષમાં રિફંડ આપવાનો પ્રસ્તાવ પણ બેઠકમાં ચર્ચાઈ શકે છે.
GST Refund પ્રક્રિયા ઝડપી કરવાની તૈયારી
GST રિફંડ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પણ મહત્વના ફેરફારોની શક્યતા છે. જોખમ આધારિત તપાસના આધારે 90% રિફંડ ક્લેમ જારી કરવાની જોગવાઈ કરવામાં આવી શકે છે.
રિફંડ મહત્તમ 17 દિવસમાં આપવાની યોજના પણ પ્રસ્તાવિત છે.
આ ઉપરાંત જો કોઈ વિક્રેતા GST જમા ન કરાવે તો માત્ર આ કારણસર ખરીદદારનું રિફંડ અટકાવવામાં ન આવે તેવો ફેરફાર પણ થઈ શકે છે. જૂના નાના રિફંડની બાકી રકમનો દાવો કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ પણ છે.
નાના વેપારીઓ અને કંપનીઓ માટે રાહતની શક્યતા
GST કાઉન્સિલની બેઠકમાં માત્ર ગ્રાહકોને માલ અથવા સર્વિસ આપતા નાના વેપારીઓ માટે ત્રિમાસિક ટેક્સ પેમેન્ટ અને વાર્ષિક રિટર્નની સુવિધા આપવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત ₹10,000થી ઓછા કેસોમાં ટેક્સ નોટિસ ન મોકલવાની યોજના પર પણ ચર્ચા થઈ શકે છે. તેમાં જૂના પેન્ડિંગ કેસોને પણ સામેલ કરવાની શક્યતા છે. GST 2.0 હેઠળ ટેક્સ અધિકારીઓના ધરપકડના અધિકારને દૂર કરવા અને કંપનીઓ સામે કેસ ચલાવવા માટેની ન્યૂનતમ મર્યાદા વધારવાનો પ્રસ્તાવ પણ સામે આવ્યો છે.
Faceless GST પર પણ ચર્ચા
GSTને Direct Tax સિસ્ટમની જેમ Faceless બનાવવાનો મુદ્દો પણ બેઠકમાં મહત્વનો રહી શકે છે. શરૂઆતના તબક્કામાં આ વ્યવસ્થા માત્ર CGST સંબંધિત કેસોમાં લાગુ કરવાની યોજના છે. આ ઉપરાંત દર વર્ષે 1 એપ્રિલથી જ GST દરોમાં ફેરફાર કરવાની દરખાસ્ત પણ છે. વિદેશી શાખા મારફતે વેચવામાં આવતી વસ્તુઓ અને વિદેશી ગ્રાહકોના માલ પર ભારતમાં કરવામાં આવતા કામને Export ગણવા સંબંધિત નિયમો અંગે પણ નિર્ણય શક્ય છે. જોકે UPI પર MDR એટલે કે પેમેન્ટ ચાર્જનો મુદ્દો આજની GST કાઉન્સિલ બેઠકના એજન્ડામાં સામેલ નથી.
આ પણ વાંચો: Nityas IPO Listing: 9% લિસ્ટિંગ ગેઇન બાદ સીધો લોઅર સર્કિટ, રોકાણકારોના હોશ ઉડ્યા
આ પણ જુઓ:
Also Read

ભારતમાં સિનેમાથી ઘરના સોફા સુધી Popcornનો બિઝનેસ કેટલો

ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ પર પહોંચી ગઈ

જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ

દિવાળી પહેલાં વેપારીઓને રાહત: UPI પર MDRનો અમલ મોકૂફ

16 નહીં, હવે 24 કોચની Vande Bharat Sleeper! 1,224 બર્થ સાથે નવી ટ્રેનની તૈયારી

વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નજર ભારત પર: 2027માં WTTC સમિટનું આયોજન

દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું




