ભારતમાં હાલમાં 55 કરોડ 5G યુઝર્સ, 2030ના અંત સુધીમાં એક અબજે પહોંચશે આંકડો
4G ટેક્નોલોજીમાં વિશ્વથી પાછળ રહેલો દેશ હવે 6G ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરવાનો સંકલ્પ ધરાવે છે

નવી દિલ્હીઃ ભારત સરકાર વર્ષ 2030 સુધીમાં તેના 5G વપરાશકર્તાઓની સંખ્યા 55 કરોડ (550 મિલિયન) થી વધારીને એક અબજ (1 બિલિયન) સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. ગુરુવારે આ માહિતી આપતા માહિતી પ્રસારણ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, 4G ટેક્નોલોજીમાં વિશ્વથી પાછળ રહેલો દેશ હવે 6G ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરવાનો સંકલ્પ ધરાવે છે.
'ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2026'ની 10મી આવૃત્તિના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા સિંધિયાએ જણાવ્યું હતું કે, ભારતમાં 5G ટેક્નોલોજી વિશ્વમાં સૌથી ઝડપથી અપનાવવામાં આવેલી 5G ટેક્નોલોજી બની ગઈ છે. તેમણે કહ્યું, "આજે આપણી પાસે 5Gના 55 કરોડ વપરાશકર્તાઓ છે... પરંતુ આપણે અહીં જ અટકી જઈશું નહીં. વર્ષ 2030 સુધીમાં આ સંખ્યાને 55 કરોડથી વધારીને એક અબજ ગ્રાહકો સુધી લઈ જવાનું આપણું લક્ષ્ય છે."
6G અંગે વાત કરતા સિંધિયાએ જણાવ્યું કે 'ભારત 6G એલાયન્સ' (Bharat 6G Alliance) - જેમાં 90 સંસ્થાઓ જોડાયેલી છે - તેણે 7,700 પેટન્ટ્સ નોંધાવી છે, જેમાંથી 4,400 આંતરરાષ્ટ્રીય સ્તરની છે. તેમણે કહ્યું, "4Gમાં આપણે વિશ્વથી પાછળ હતા. 5Gમાં આપણે વિશ્વની સાથે આગળ વધ્યા. પરંતુ હવે આપણો સંકલ્પ છે કે 6Gમાં આપણે વિશ્વનું નેતૃત્વ કરીશું."
પીએમ મોદીએ પણ જણાવ્યું હતું કે ભારતના દરેક જિલ્લામાં આજે ફાઇવ-જી પહોંચી ગયું છે. આ બતાવે છે કે ભારતીયો ટેકનોલોજીને સ્વીકારવામાં કેટલા ઝડપી છે. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે આજે વિવિધ સરકારી યોજનાઓની માહિતી લોકોને ફોન પર ફક્ત એક જ ક્લિકમાં ગણતરીની સેકન્ડોમાં મળી જાય છે. આજે જન્મથી લઈને મરણ સુધી બધું જ ઓનલાઇન થઈ ગયું છે. સરકારી સેવાઓ પણ હવે આંગળીના ટેરવે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ભારતમાં સિનેમાથી ઘરના સોફા સુધી Popcornનો બિઝનેસ કેટલો

ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા જુનના અંતે 1.11 અબજ પર પહોંચી ગઈ

જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ

દિવાળી પહેલાં વેપારીઓને રાહત: UPI પર MDRનો અમલ મોકૂફ

16 નહીં, હવે 24 કોચની Vande Bharat Sleeper! 1,224 બર્થ સાથે નવી ટ્રેનની તૈયારી

વિશ્વના પ્રવાસન ઉદ્યોગની નજર ભારત પર: 2027માં WTTC સમિટનું આયોજન

દેશમાં ફાસ્ટેગ કલેકશન પ્રથમ નવ મહિનામાં 65,000 કરોડને વટાવી ગયું




