KuberaNowLogo
Thursday, 15/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતની ચીનની નિકાસમાં 40 ટકાનો વધારો છતાં વેપાર ખાધ 105 અબજ ડોલર વધી

ભારતની ચીનમાં નિકાસ વધીને 19.26 અબજ ડોલર તો ચીનની ભારતમાં નિકાસ 125.19 અબજ ડોલર

desk@kuberanowPublished On : 15 Oct 2026
India-China Trade
AI GENERATED

ભારતની ચીનની નિકાસમાં 40 ટકાનો વધારો થવા છતાં પણ વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન વેપાર ખાધ 20.7 ટકા વધીને 105 અબજ ડોલર થઈ હતી. આમ ભારતની ચીન ખાતેની નિકાસમાં અવિરત ધોરણે વૃદ્ધિ જારી રહી છે, એમ ચાઇનીઝ જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સે જારી કરેલા અહેવાલમાં જણાવ્યું હતું.


ભારત-ચીન વચ્ચેનો કુલ વેપાર 25.4 ટકા વધીને 144.45 અબજ ડોલર થયો છે. પીએમ મોદી અને ચાઇનીઝ પ્રેસિડેન્ટ જિનપિંગ વચ્ચે બ્રિક સમિટ દરમિયાન થયેલી ચર્ચા પછી વ્યાપારિક મોરચે સ્થિતિ હળવી થઈ છે. ચીનની ભારત ખાતેની નિકાસ વધીને 125.19 અબજ ડોલર થઈ છે. જ્યારે ભારતની ચીન ખાતેની નિકાસ 40 ટકા વધીને 19.26 અબજ થઈ છે.


બંને દેશ વચ્ચેના વેપારમાં પણ માળખાકીય અસંતુલન પણ જબરદસ્ત છે. ભારતમાં ચાઇનીઝ નિકાસ મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક્સ, હેવી મશીનરી અને ઓર્ગેનિક કેમિકલ્સમાં વેલ્યુ એડેડ ઇન્ડસ્ટ્રીયલ ઇનપુટ તરીકે થાય છે. તે ભારતની વિસ્તરતી જતી મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમની માંગ સંતોષે છે. જ્યારે ભારતની ચીનમાં નિકાસ મુખ્યત્વે પ્રાથમિક સ્તરની અને કોમોડિટીલક્ષી છે. તેમા મિનરલ ઓર, રિફાઇન્ડ ફ્યુઅલ, સીફૂડ અને કૃષિ ઉત્પાદનોના સ્વરૂપમાં થાય છે.


ગયા વર્ષે બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 151.1 અબજ ડોલર હતો. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની ચીન ખાતેની નિકાસ 36.66 ટકા વધીને 19.47 અબજ ડોલર થઈ હતી. જ્યારે આયાત 16 ટકા વધીને 131.63 અબજ ડોલર હતી. તેના લીધે સમગ્ર વર્ષની વેપાર ખાધ વધીને 112.6 અબજ ડોલર થઈ હતી, જે 2024-25માં 99.2 અબજ ડોલર હતી.


ભારત વર્ષોથી ચીનને તેનું બજાર સ્પર્ધાત્મક ભારતીય સેક્ટરો માટે ખૂલ્લુ મૂકવા કહેતું આવ્યું છે. તેમાં મુખ્યત્વે ભારતીય આઇટી સર્વિસિઝ, ફાર્માસ્યુટિકલ્સ અને કૃષિપેદાશોનો સમાવેશ થાય છે, ભારતની વારંવારની વિનંતીઓને ચીને ખાસ પ્રતિભાવ આપ્યો ન હતો, પરંતુ હવે દરવાજા ખૂલ્યા છે.

આ પણ જુઓઃ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn