Festive Demandને મોંઘવારીનો માર! Smartphoneના Online વેચાણમાં 16%નો ઘટાડો
તહેવારી સીઝનમાં સ્માર્ટફોન માર્કેટને મોટો ઝટકો લાગ્યો છે. Online Salesમાં 16% અને Offline Salesમાં 20%નો ઘટાડો નોંધાયો છે. મોંઘા ચિપ્સ, વધતી કિંમત અને ઓછા ડિસ્કાઉન્ટના કારણે ગ્રાહકો નવા ફોન ખરીદવાને બદલે જૂના ફોન રિપેર કરાવી રહ્યા છે.

તહેવારી સીઝનમાં સામાન્ય રીતે સ્માર્ટફોન માર્કેટમાં જોરદાર ખરીદી જોવા મળે છે, પરંતુ 2026માં સ્થિતિ અલગ છે. Online Platformsની તહેવારી સેલમાં Smartphone Salesમાં 16%નો ઘટાડો નોંધાયો છે. વધતી કિંમતો, મોંઘા ચિપ્સ અને અગાઉની સરખામણીએ ઓછા ડિસ્કાઉન્ટના કારણે ગ્રાહકો ખરીદી ટાળી રહ્યા છે.
મોંઘા ફોન અને ઓછા ડિસ્કાઉન્ટની અસર
તહેવારી સેલ દરમિયાન અગાઉ ગ્રાહકોને 25%થી 40% સુધીના ડિસ્કાઉન્ટ મળતા હતા. આ વખતે ડિસ્કાઉન્ટ ઘટીને આશરે 10%થી 25% સુધી રહ્યા છે. સ્માર્ટફોન બનાવતી કંપનીઓ પર વધતા ખર્ચનું દબાણ છે. મેમરી ચિપની કિંમતો 2થી 3 ગણી વધી છે. સાથે જ રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને માલ પરિવહનના વધેલા ખર્ચની અસર પણ પડી છે. આ કારણોસર સ્માર્ટફોનની સરેરાશ કિંમતમાં આશરે 35%થી 40%નો વધારો થયો છે.
Offline Marketમાં પણ વેચાણ ઘટ્યું
માત્ર Online Market જ નહીં, પરંતુ Offline Mobile Retail Marketમાં પણ માંગ નબળી રહી છે. All India Mobile Retailers Association (AIMRA) મુજબ, નવરાત્રી શરૂ થયા બાદ દુકાનોમાં Smartphone Salesમાં 20%નો ઘટાડો થયો છે. AIMRAના ફાઉન્ડર ચેરમેન કૈલાશ લખ્યાણીના જણાવ્યા અનુસાર, મોંઘવારીના કારણે સપ્ટેમ્બરમાં દુકાનો પર આવતા ગ્રાહકોની સંખ્યામાં 40%થી 50%નો ઘટાડો જોવા મળ્યો હતો.
ગ્રાહકો જૂના ફોન ચલાવી રહ્યા છે
હાલના રિટેલ માર્કેટમાં 70%થી 80% ફોન Consumer Financing એટલે કે હપ્તા પર વેચાય છે. પરંતુ વધતી મોંઘવારીના કારણે ગ્રાહકો નવા ફોન ખરીદવામાં સાવચેતી રાખી રહ્યા છે. ઘણા ગ્રાહકો જૂના ફોનને રિપેર કરાવીને તેનો ઉપયોગ કરી રહ્યા છે અથવા Second-Hand Smartphone તરફ વળી રહ્યા છે. તેની સીધી અસર નવા સ્માર્ટફોનના વેચાણ પર પડી રહી છે.
Premium Smartphoneની માંગ હજુ મજબૂત
સ્માર્ટફોન માર્કેટમાં સંપૂર્ણ મંદી હોવા છતાં ₹45,000થી વધુ કિંમતના Premium Smartphonesની માંગ જળવાઈ રહી છે. 2026ના પ્રથમ આઠ મહિનામાં કુલ Smartphone Salesમાં 10%નો ઘટાડો થયો છે, પરંતુ Valueના આધારે વેચાણમાં 4%નો વધારો નોંધાયો છે. તેનું મુખ્ય કારણ Smartphoneની Average Selling Price એટલે કે ASPમાં વધારો છે. Retailers મુજબ Apple, Samsung, Vivo, Oppo અને Xiaomi જેવી મોટી બ્રાન્ડ્સના ફોનની સરેરાશ કિંમત હવે ₹35,000થી ₹37,000ની આસપાસ પહોંચી છે. એટલે ઓછા ફોન વેચાયા હોવા છતાં ઊંચી સરેરાશ કિંમતના કારણે કંપનીઓની આવક પર અસર મર્યાદિત રહી છે. દિવાળી નજીક આવતાં વેચાણમાં થોડો સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સમગ્ર તહેવારી સીઝનમાં વેચાણમાં ઘટાડો રહેવાની ધારણા છે. સાથે જ દિવાળી બાદ Smartphoneની કિંમતોમાં ફરી વધારો થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો : સાવધાન! ઝીરો બેલેન્સ એકાઉન્ટમાં ક્યારેય ન કરો આ ભૂલ; જાણી લો RBIના નિયમો
આ પણ જુઓ:
Also Read

ધનતેરસે વાસણ ખરીદતાં પહેલાં જાણો નવો નિયમ! એલ્યુમિનિયમનાં વાસણો પર BIS માર્ક ફરજિયાત

કાર અને SUV માટે બદલાશે પ્રદૂષણના નિયમો! એપ્રિલ 2029થી BS-VII લાગુ કરવાની તૈયારી

UKમાં ભારતીય વિદ્યાર્થીઓનાં સપના પર લટકતી તલવાર! યુનિવર્સિટીઓએ એડમિશન ઑફર પાછી ખેંચી

Railway Bonus News: દિવાળી પહેલાં 11.4 લાખ રેલવે કર્મચારીઓને બખ્ખાં, 78 દિવસ માટે ₹2,009 કરોડનું બોનસ મંજૂર

Drishyam 3નો ₹500 કરોડનો બિઝનેસ: સિનેમાઘરોમાં સસ્પેન્સની સાથે કમાણી પણ વધી

13 કલાકમાં દિલ્હીથી પટના! Special Vande Bharatનું શેડ્યૂલ જાહેર

લક્ઝરી તરફ વળ્યું ભારતનું કાર માર્કેટ! 7 વર્ષમાં કાર લોન 49% વધી





