KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

UPI MDR Charge: ₹2,000થી વધુના પેમેન્ટ પર ગ્રાહકે ચાર્જ નહીં ચૂકવવો પડે, નાણામંત્રીની સ્પષ્ટતા

15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના કેટલાક UPI Merchant Payments પર MDR લાગુ થવાનો છે. જોકે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે આ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે નહીં. MDR વેપારીઓ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે જોડાયેલી વ્યવસ્થા છે. સામાન્ય ગ્રાહકો માટે UPI પેમેન્ટ મફત રહેશે.

desk@kuberanowPublished On : 22 Sept 2026
UPI Transaction
UPI MDR TransactionAI Generated Image

UPI પેમેન્ટ પર ચાર્જ લાગવાની ચર્ચા વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય ગ્રાહકોને મોટી રાહત આપી છે. આ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે નહીં. આ ચાર્જ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને વેપારીઓ વચ્ચેનો રહેશે તેવી સ્પષ્ટતા કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે MDR કોઈ ટેક્સ કે સેસ નથી અને તેનાથી મળતી રકમ સરકારના Consolidated Fund of Indiaમાં જમા નહીં થાય. આ ચાર્જનો હેતુ UPI સિસ્ટમમાં ટેક્નોલોજી, સાયબર સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહક સેવાઓને વધુ મજબૂત બનાવવાનો છે.


15 ઓક્ટોબરથી શું બદલાશે?


NPCIના નવા માળખા મુજબ 15 ઓક્ટોબર 2026થી ₹2,000થી વધુના કેટલાક Person-to-Merchant એટલે કે P2M UPI વ્યવહારો પર 0.4% સુધી MDR લાગશે. ₹75,000થી વધુના વ્યવહાર માટે MDRની મહત્તમ મર્યાદા ₹300 રહેશે.


કેટલીક સેવાઓ માટે માત્ર ₹5 MDR


રેલવે, ટેલિકોમ, વીમા અને ફ્યુઅલ જેવી પસંદગીની કેટેગરીમાં ₹2,000થી વધુના UPI વ્યવહાર પર 0.4%ને બદલે ₹5નો ફ્લેટ MDR લાગશે. Capital Market સંબંધિત પેમેન્ટ માટે અલગ અને ઓછો દર રાખવામાં આવ્યો છે.


નાના વેપારીઓને છૂટ


દર મહિને UPI QR કોડ મારફતે ₹1 લાખ સુધીની રકમ સ્વીકારતા નાના વેપારીઓને MDRમાંથી છૂટ આપવામાં આવશે. ₹2,000 સુધીના Merchant Transactions પર પણ કોઈ MDR નહીં લાગે. વ્યક્તિથી વ્યક્તિને થતી રકમની લેવડદેવડ એટલે કે P2P ટ્રાન્સફર અગાઉની જેમ મફત રહેશે.


ગ્રાહકો પાસેથી ચાર્જ લેવાશે?


સરકારે સ્પષ્ટ કર્યું છે કે બેન્કો, UPI એપ અથવા વેપારીઓ MDR સીધો ગ્રાહકો પર ટ્રાન્સફર કરી શકશે નહીં. નવી વ્યવસ્થા લાગુ થયા બાદ વેપારીઓ ગ્રાહકો પાસેથી અલગથી UPI ચાર્જ વસૂલે નહીં તેની દેખરેખ રાખવામાં આવે તેવી શક્યતા છે. આથી 15 ઓક્ટોબર બાદ પણ ગ્રાહકે દુકાન, પેટ્રોલ પંપ, રેલવે ટિકિટ અથવા અન્ય સેવાઓ માટે UPIથી ચૂકવણી કરતી વખતે વધારાનો MDR આપવાનો રહેશે નહીં.


આ પણ વાંચો: UPI MDR પર GSTમાં મળી શકે રાહત! નાના વેપારીઓ માટે 7 ઓક્ટોબરની બેઠક મહત્ત્વપૂર્ણ


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn