આયુષ્માન કાર્ડ અપડેટ કરતા પહેલા આ 5 વાતો જાણો
સરકારની આયુષ્માન ભારત યોજનામાં કાર્ડ બનાવવાની પ્રક્રિયા મફત છે. ફી માંગતા એજન્ટોથી સાવધાન રહેવા અને e-KYC દરમિયાન યોગ્ય માહિતી આપવાની સલાહ આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે. સરકાર દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે કેટલાક લોકો અથવા એજન્ટો કાર્ડ બનાવવાના નામે પૈસાની માંગ કરી શકે છે. આવી સ્થિતિમાં લોકો સતર્ક રહે અને કોઈને પણ બિનજરૂરી રકમ ન આપે.
આ યોજના હેઠળ પાત્ર પરિવારોને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવે છે. કાર્ડ બનાવતી વખતે e-KYC પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ કરવી જરૂરી છે.
ફી માંગતા એજન્ટોથી સાવધાન
સરકારે લોકોને સલાહ આપી છે કે આયુષ્માન કાર્ડ બનાવવા માટે કોઈપણ વ્યક્તિને પૈસા ન આપે. જો કોઈ વ્યક્તિ કાર્ડ બનાવવા માટે ચાર્જ માંગે તો તેની ફરિયાદ કરવી જોઈએ. યોજનાની માહિતી હંમેશા સત્તાવાર વેબસાઇટ અથવા અધિકૃત માધ્યમ દ્વારા જ મેળવવી જોઈએ.
e-KYC દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો
આયુષ્માન કાર્ડ માટે e-KYC કરતી વખતે ફોટો સ્પષ્ટ હોવો જરૂરી છે. ધૂંધળો ફોટો અથવા યોગ્ય રીતે ચહેરો ન દેખાતો ફોટો અપલોડ કરવાથી અરજી રદ થઈ શકે છે. રકારના જણાવ્યા મુજબ e-KYC માટે લાઈવ ફોટો અપલોડ કરવો જોઈએ. મોબાઇલમાં પહેલેથી રહેલા ફોટાની ફોટો ખેંચીને અપલોડ કરવાથી પણ અરજીમાં મુશ્કેલી આવી શકે છે.
મદદ માટે ટોલ ફ્રી નંબર
આયુષ્માન ભારત યોજના હેઠળ e-KYC અથવા અન્ય સમસ્યાઓ માટે લોકો ટોલ ફ્રી નંબર 1800-180-4444 પર સંપર્ક કરી શકે છે.
e-KYC દરમિયાન રાખવાની સાવચેતીઓ:-
સાચી વિગતોની ચકાસણી: આધાર કાર્ડમાં દર્શાવેલ નામ, જન્મ તારીખ, જાતિ અને સરનામું રેશનકાર્ડની વિગતો સાથે મેળ ખાતા હોવા જોઈએ.
ફેસ/બાયોમેટ્રિક વેરિફિકેશન: વૃદ્ધ લાભાર્થીઓ કે જેમના ફિંગરપ્રિન્ટ સ્કેન ન થતા હોય તેમના માટે 'ફેસ ઓથેન્ટિકેશન' ફીચરનો ઉપયોગ કરવો.
ઓટીપી શેરિંગ અંગે સાવધાની: માત્ર સત્તાવાર પોર્ટલ પર જાતે અરજી કરતી વખતે જ આધાર OTP દાખલ કરવો; કોઈપણ અજાણી વ્યક્તિ સાથે ફોન પર OTP ક્યારેય શેર કરવો નહીં.
આ પણ વાંચો : ભારતીય રેલવેનો મેગા પ્રોજેક્ટ, BHEL-Titagarh બનાવશે 80 હાઈસ્પીડ ટ્રેન
Also Read

BANK HOLIDAY: દશેરા પર 19 કે 20 ઓક્ટોબરે બેન્ક બંધ રહેશે? જાણો કયા દિવસે ક્યાં રહેશે રજા

જીવન વીમો એટલે શું? તમારે જાણવા જેવી તમામ માહિતી

RBI New Rules: બેંકને ભૂલ પડશે ભારે! ગ્રાહકને મળી શકે રોજના ₹5,000 સુધીનું વળતર

માત્ર રોકાણ નહીં, પરિવારની આર્થિક સુરક્ષા; પોલિસી લેતા પહેલાં આ બાબતો સમજો

જિયોબ્લોકમાં નવું ગોલ્ડ ઈટીએફ લાવવાની તૈયારી, રૂ. 500થી કરી શકાશે રોકાણ

શેરબજારમાં પહેલી વાર રોકાણ કરો છો? SEBIના 7 મફત મોડ્યુલથી મળશે સમજ

નોકરિયાતો માટે કામના સમાચાર! ₹25,000થી વધુ કમાણી પર EPS સભ્યપદનું શું થાય?




