KuberaNowLogo
Tuesday, 13/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પોલિસીધારકો આનંદો: વીમાની રકમ સાથે મળશે વધારાનું રિટર્ન!

IRDAIએ લાઇફ ઇન્શ્યોરન્સના ડિસ્ટ્રિબ્યુશન નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવ લાગુ થાય તો સેવ insert savings productsના IRRમાં 50થી 100 બેસિસ પોઇન્ટ સુધી સુધારો થઈ શકે છે.

desk@kuberanowPublished On : 2 Oct 2026
લાઇફ ઇન્શ્યોરન્સ
લાઈફ ઈન્સ્યોરન્સ યૂઝર્સ આનંદોAI Generated Image

લાઇફ ઇન્શ્યોરન્સની સેવ insert savings પોલિસી લેનારા ગ્રાહકો માટે રિટર્ન સાથે જોડાયેલો મોટો ફેરફાર સામે આવી શકે છે. IRDAIએ ડિસ્ટ્રિબ્યુશન સાથે જોડાયેલા નિયમોમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આ પ્રસ્તાવો અમલમાં આવે તો કેટલીક સેવ insert savings પોલિસીમાં પોલિસીધારકોનો Internal Rate of Return એટલે કે IRR 50થી 100 બેસિસ પોઇન્ટ સુધી વધી શકે છે.


IRDAIએ કમિશન અને ખર્ચ ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો

IRDAIએ ડિસ્ટ્રિબ્યુશન રિફોર્મ્સ અંગે જાહેર કરેલા કન્સલ્ટેશન પેપરમાં લાઇફ ઇન્શ્યોરર્સ માટે Expenses of Management એટલે કે EoMની મર્યાદા ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવ મુજબ FY29 સુધી EoM મર્યાદા 15% અને FY32 સુધી તેને ઘટાડીને 12.5% કરવાની દરખાસ્ત છે. ડિસ્ટ્રિબ્યુશન ખર્ચ ઘટાડવાના હેતુથી આ ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 2023માં નિયમોમાં ફેરફાર બાદ કંપનીઓને કુલ EoM મર્યાદાની અંદર ખર્ચ નક્કી કરવાની વધુ સ્વતંત્રતા આપવામાં આવી હતી. હવે નવા પ્રસ્તાવ દ્વારા ડિસ્ટ્રિબ્યુશન ખર્ચને વધુ નિયંત્રિત કરવાની દિશામાં ફેરફાર સૂચવવામાં આવ્યો છે.


કેટલીક પોલિસીમાં IRR 1% સુધી વધી શકે

ઉપલબ્ધ અંદાજ મુજબ, 5 વર્ષના Premium Payment Term એટલે કે PPT અને 10 વર્ષની પોલિસી અવધિ ધરાવતી સેવ insert savings પોલિસીમાં IRR લગભગ 80થી 100 બેસિસ પોઇન્ટ સુધી વધી શકે છે. જ્યારે 10 વર્ષના PPT અને 20 વર્ષની પોલિસી અવધિ ધરાવતી પોલિસીમાં IRRમાં આશરે 50થી 60 બેસિસ પોઇન્ટનો સુધારો થઈ શકે છે. અહીં ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ વધારો પ્રસ્તાવિત સુધારાના આધારે કરવામાં આવેલો અંદાજ છે.


મેચ્યોરિટી વેલ્યુમાં કેટલો ફેરફાર થઈ શકે?

એક ઉદાહરણ મુજબ, 35 વર્ષની ઉંમરની વ્યક્તિ દર વર્ષે ₹1 લાખનું પ્રીમિયમ ચૂકવે અને 5 વર્ષનો PPT ધરાવતી 10 વર્ષની પોલિસી લે તો હાલની અંદાજિત મેચ્યોરિટી વેલ્યુ લગભગ ₹6.5 લાખ છે. પ્રસ્તાવિત ફેરફારો બાદ આ રકમ વધીને આશરે ₹7.1 લાખ થઈ શકે છે. એટલે કે અંદાજ મુજબ લગભગ ₹60,000નો વધારાનો લાભ થઈ શકે છે. તેવી જ રીતે, દર વર્ષે ₹1 લાખનું પ્રીમિયમ 10 વર્ષ સુધી ચૂકવવામાં આવે અને પોલિસીની અવધિ 20 વર્ષ હોય તો મેચ્યોરિટી વેલ્યુ લગભગ ₹22.25 લાખથી વધીને ₹24.5 લાખ થઈ શકે છે. એટલે કે અંદાજિત વધારો આશરે ₹2.25 લાખનો થઈ શકે છે. આ ગણતરીઓ પ્રસ્તાવિત ડિસ્ટ્રિબ્યુશન રિફોર્મ્સના અંદાજિત પ્રભાવને દર્શાવે છે; વાસ્તવિક રિટર્ન પોલિસીની શરતો અને લાગુ નિયમો પર આધારિત રહેશે.


આ પણ વાંચો : NSEનાં બોન્ડ ડેરિવેટિવ્ઝને SEBIની લીલી ઝંડી, હવે RBIની મંજૂરીની જોવાય છે રાહ

આ પણ જુઓ :

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn