Adani Enterprises આગામી બે વર્ષમાં કરશે ₹80,000 કરોડ સુધીનું રોકાણ, એરપોર્ટ-ડેટા સેન્ટર પર મોટો ફોકસ
Adani Enterprises આગામી બે વર્ષ સુધી દર વર્ષે આશરે ₹35,000 કરોડથી ₹40,000 કરોડનું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીનો સૌથી મોટો ખર્ચ એરપોર્ટ, ડેટા સેન્ટર અને ગુજરાતના મુન્દ્રામાં બની રહેલા PVC કોમ્પ્લેક્સ પર થશે. કંપની હવે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉભા કરેલા બિઝનેસને વધુ મોટા સ્તરે લઈ જવા પર ધ્યાન આપી રહી છે.

અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝ હવે પોતાના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસને વધુ ઝડપથી વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપની આગામી આગામી બે સુધી દર વર્ષે ₹35,000 કરોડથી ₹40,000 કરોડના દરે મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીના મેનેજમેન્ટ મુજબ આ રોકાણનો મોટો ભાગ એરપોર્ટ, ડેટા સેન્ટર અને PVC મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સમાં જશે.
એરપોર્ટ, Data Centre અને PVC પર સૌથી મોટો ખર્ચ
અદાણી એન્ટરપ્રાઈઝના Head of Finance Manan Vakhariaના જણાવ્યા મુજબ કંપનીનું વાર્ષિક capex આશરે ₹40,000 કરોડની આસપાસ રહી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આગામી રોકાણનો સૌથી મોટો હિસ્સો એરપોર્ટ, ડેટા સેન્ટર અને PVC બિઝનેસમાં જશે. કંપની છેલ્લા કેટલાક વર્ષોથી ઊભા કરેલા આ બિઝનેસને હવે મોટા પાયે વિસ્તૃત કરવા માગે છે.
છ મહિનામાં EBITDA ₹11,958 કરોડ
સપ્ટેમ્બર 2026 સુધીના પ્રથમ છ મહિનામાં અદાણી એન્ટરપ્રાઈઝે અત્યાર સુધીનું સૌથી ઊંચું અર્ધવાર્ષિક EBITDA નોંધાવ્યું છે. કંપનીનું EBITDA 56% વધીને ₹11,958 કરોડ થયું છે. સંકલિત આવક 62% વધીને ₹71,569 કરોડ થઈ છે, જ્યારે ચાલુ બિઝનેસમાંથી કર પહેલાંનો નફો 45% વધીને ₹3,297 કરોડ થયો છે.
ડેટા સેન્ટર ક્ષમતા ઝડપથી વધશે
AdaniConneX, જે કંપનીનો ડેટા સેન્ટર બિઝનેસ છે, તેની contracted capacity હવે 1.2 GWથી વધુ થઈ ગઈ છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીએ 240 MWનો નવો hyperscale contract કર્યો હતો. હાલ operational capacity 94.6 MW છે, જેને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી 120-150 MW સુધી લઈ જવાની યોજના છે. આગામી 12થી 18 મહિનામાં આ ક્ષમતા આશરે 500 MW સુધી પહોંચી શકે છે. કંપની કુલ 1.4 GW Data Centre capacity વિકસાવી રહી છે, જેમાંથી 1.2 GW પહેલેથી જ કરાર હેઠળ છે.
એરપોર્ટ બિઝનેસમાં પણ મજબૂત વૃદ્ધિ
Adani Airport Holdings પાસે હાલમાં Navi Mumbai International Airport સહિત કુલ 8 એરપોર્ટ છે. કંપનીના જણાવ્યા મુજબ આ એરપોર્ટ્સ ભારતના કુલ passenger trafficમાં આશરે 23% અને air cargoમાં 29% હિસ્સો ધરાવે છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં Adani Airportsએ 2.13 કરોડ મુસાફરો હેન્ડલ કર્યા. એરપોર્ટ બિઝનેસની આવક 20% વધીને ₹3,786 કરોડ થઈ, જ્યારે EBITDA 55% વધીને ₹1,641 કરોડ થયું.
આ પણ વાંચો: Muhurat Trading 2026: નવા સંવત 2083માં દિવાળી પર શેરબજારમાં રોકાણ કરતા પહેલાં આ 3 ભૂલો ટાળો
નવી મુંબઈ એરપોર્ટ પણ બનશે મોટો ગ્રોથ ડ્રાઇવર
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટએ 15 જુલાઈથી આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરી છે. કંપનીને આશા છે કે FY28ના અંત સુધી એરપોર્ટ તેની વાર્ષિક 2 કરોડ મુસાફરોની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકે છે. ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ અને ઈન્ટરનેશનલ રૂટ વધારવા ઉપરાંત હાલના મુંબઈ એરપોર્ટમાંથી કેટલીક ફ્લાઇટ્સ અહીં ખસેડવાથી પણ વૃદ્ધિમાં મદદ મળશે.
મુન્દ્રામાં ₹26,000 કરોડનો PVC પ્રોજેક્ટ
કંપનીનો બીજો મોટો પ્રોજેક્ટ ગુજરાતના મુન્દ્રામાં બની રહેલો 10 લાખ ટન વાર્ષિક ક્ષમતાનો PVC મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ છે. આ પ્રોજેક્ટમાં આશરે ₹26,000 કરોડનું મૂડીરોકાણ થવાનું છે. હાલ સુધી પ્રોજેક્ટનું લગભગ 60% કામ અને ખર્ચ પૂર્ણ થઈ ચૂક્યો છે. કોમ્પ્લેક્સનો પ્રથમ તબક્કો આગામી નાણાકીય વર્ષમાં શરૂ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટમાં સંબંધિત કેમિકલ અને chlor-alkali operationsનો પણ સમાવેશ થશે.
Solar Manufacturing ક્ષમતા 10 GW
Adani Enterprisesએ પોતાની solar module manufacturing capacity વધારીને 10 GW કરી દીધી છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી કંપની 6 GW solar cell capacity શરૂ કરવાની તૈયારીમાં છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીએ 1,478 MW સોલાર મોડ્યુલ વેચ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીએ 35% વધુ છે. આગામી બે વર્ષનું ₹35,000-₹40,000 કરોડનું વાર્ષિક મૂડીરોકાણ અદાણી એન્ટરપ્રાઈઝ માટે માત્ર નવા પ્રોજેક્ટ ઊભા કરવાનો નહીં, પરંતુ પહેલેથી કરેલા રોકાણમાંથી આવક અને નફો મેળવવાનો પણ મહત્વનો તબક્કો રહેશે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Adani Enterprisesની આગામી બે વર્ષમાં ₹35,000 થી ₹40,000 કરોડનું રોકાણ કરશે

ધિરાણની માંગમાં ઉછાળો થતાં ડિજિટલ લેન્ડિંગ કંપનીઓને બખ્ખા, 40થી 50 ટકા વૃદ્ધિ નોંધાવી

Kirloskar Industriesનો નફો 5% વધીને ₹105 કરોડ, આવક 17% વધી ₹2,098 કરોડ નજીક પહોંચી

iPhone 18માં આવશે મોટા અપગ્રેડ! 120Hz ડિસ્પ્લેથી A20 ચિપ સુધી, જાણો શું બદલાશે

Finolex Cables Q2 Results: કેબલના વેચાણમાં વૃદ્ધિ, આવકમાં 65%નો ઉછાળો

વોલ્ટાસના ચેરમેન પદેથી નોએલ ટાટાની નિવૃત્તિ, જાણો હવે કંપનીની કમાન કોના હાથમાં જશે?

Tata Steel Q2 Results: નફો વધીને ₹3,699.59 કરોડ, આવકમાં જંગી ઉછાળો






