ધિરાણની માંગમાં ઉછાળો થતાં ડિજિટલ લેન્ડિંગ કંપનીઓને બખ્ખા, 40થી 50 ટકા વૃદ્ધિ નોંધાવી
નવા યુગની લિસ્ટેડ ફિનટેક કંપનીઓ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં લેન્ડિંગમાં 40થી 50 ટકાની વૃદ્ધિની આશા ધરાવે છે. યુવા ઋણધારકોની અનસિક્યોર્ડ ક્રેડિટની વધેલી માંગના પગલે મજબૂત લોન ફાળવણીના આધારે કંપનીઓને આ વિશ્વાસ છે.

બેંગ્લુરુઃ નવા યુગની લિસ્ટેડ ફિનટેક કંપનીઓ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં લેન્ડિંગમાં 40થી 50 ટકાની વૃદ્ધિની આશા ધરાવે છે. યુવા ઋણધારકોની અનસિક્યોર્ડ ક્રેડિટની વધેલી માંગના પગલે મજબૂત લોન ફાળવણીના આધારે કંપનીઓને આ વિશ્વાસ છે. આ બતાવે છે કે ભારતમાં બ્રોડર રિટેલ લેન્ડિંગ માર્કેટનું વિસ્તરણ જારી છે.
ડિજિટલ લેન્ડર કિશ્તની આવક વાર્ષિક ધોરણે 44.7 ટકા વધીને રૂ. 782 કરોડ થઈ છે, જ્યારે મની વ્યુની આવક 41 ટકા વધીને રૂ. 1,120 કરોડ થઈ છે. મોબિક્વિક ફાઇનાન્સિયલ સર્વિસિસની આવક 41.8 ટકા વધીને રૂ. 87 કરોડ થઈ છે. જ્યારે પેટીએમ ફાઇનાન્સિયલ સર્વિસિઝની આવક 49.3 ટકા વધીને રૂ. 912 કરોડ થઈ છે.

આ વૃદ્ધિનું પ્રતિબિંબ વ્યાપક પાયાપા પર કુટુંબદીઠ ધિરાણ અને સ્મોલ બિઝનેસ ક્રેડિટ પર પડે છે. આ માપદંડ સ્થાનિક વપરાશ અને આર્થિક પ્રવૃત્તિનો ચાવીરૂપ માપદંડ છે. રિઝર્વ બેન્કના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરના અંતે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઝ (એનબીએફસી)નું રિટેલ લેન્ડિંગ 21.9 ટકા વધ્યુ હતુ, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 16.8 ટકા હતું. આ જ સમયગાળા દરમિયાન બેન્કોનો લોન પોર્ટફોલિયો વિસ્તરીને 17.3 ટકા થયો છે, જે ગયા વર્ષે 11.5 ટકા હતો.
લોનની ફાળવણીમાં પણ જોવા મળેલી તેજી આનું પ્રતિબિંબ પાડે છે. મનીવ્યુએ ક્વાર્ટર દરમિયાન રૂ. 7,701 કરોડની લોનની ફાળવણી કરી હતી. આમ તે વાર્ષિક ધોરણે 41.3 ટકાનો વધારો દર્શાવે છે. જયારે કિશ્તની ફાળવણી 56 ટકા વધેન રૂ. 4,612 કરોડ થઈ હતી. મોબીક્વિકની ફાળવણી 34 ટકા વધીને રૂ. 1,083 કરોડ થઈ હતી.
આ આંકડામાં લેન્ડિંગ પાર્ટનર દ્વારા લોનનો અને પોતાની જ સબસિડીઅરી દ્વારા લોનની ફાળવણીનો સમાવેશ થાય છે. મનીવ્યુ ભારતના અગ્રણી શહેરોની બહારના વિસ્તારોમાં જ વધુ ધિરાણ કરે છે. તેમા બીજી અને ત્રીજી શ્રેણીના શહેરો અને નાના ટાઉન્સનો સમાવેશ થાય છે. તેણે જણાવ્યું હતું કે તેની 75 ટકા લેન્ડિંગ પાર્ટનર ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી મળે છે. તેના લીધે તેને પોતાની બેલેન્સ શીટ પર વધુ લોડ લાવ્યા વગર ધિરાણ કરવાની તક મળી છે. આગામી દિવસોમાં મનીવ્યુની આ શૈલીને બીજી ડિજિટલ લેન્ડરો વ્યાપક પાયા પર અપનાવે તો આશ્ચર્ય નહીં થાય.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Adani Enterprisesની આગામી બે વર્ષમાં ₹35,000 થી ₹40,000 કરોડનું રોકાણ કરશે

Kirloskar Industriesનો નફો 5% વધીને ₹105 કરોડ, આવક 17% વધી ₹2,098 કરોડ નજીક પહોંચી

Adani Enterprises આગામી બે વર્ષમાં કરશે ₹80,000 કરોડ સુધીનું રોકાણ, એરપોર્ટ-ડેટા સેન્ટર પર મોટો ફોકસ

iPhone 18માં આવશે મોટા અપગ્રેડ! 120Hz ડિસ્પ્લેથી A20 ચિપ સુધી, જાણો શું બદલાશે

Finolex Cables Q2 Results: કેબલના વેચાણમાં વૃદ્ધિ, આવકમાં 65%નો ઉછાળો

વોલ્ટાસના ચેરમેન પદેથી નોએલ ટાટાની નિવૃત્તિ, જાણો હવે કંપનીની કમાન કોના હાથમાં જશે?

Tata Steel Q2 Results: નફો વધીને ₹3,699.59 કરોડ, આવકમાં જંગી ઉછાળો





