KuberaNowLogo
Friday, 16/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold Silver Price Today : ડોલર-બોન્ડ યીલ્ડ નબળા પડતાં સોનામાં ફરી ચમક, જાણો આજનો ભાવ

MCX પર સોનું 0.61% વધીને ₹1,48,382 અને ચાંદી 1.10% વધીને ₹2,12,976 પર પહોંચી. વૈશ્વિક બજારમાં સોનું $4,200ની નજીક અને ચાંદી 58 ડોલર પ્રતિ ઔંસ નજીક ટ્રેડ થયું

desk@kuberanowPublished On : 16 Oct 2026
Gold Silver 16
AI generated

ડોલર અને અમેરિકન ટ્રેઝરી બોન્ડ યીલ્ડ પર દબાણ વધી રહ્યું છે. જેથી સોના જેવી વ્યાજ વિનાની એસેટ્સ પર દબાણ ઘટ્યું છે. સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પછી હવે રિકવરી જોવા મળી રહી છે. એવામાં શુક્રવારે બંને કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક બજાર Comex પર સોનાના વાયદાનો ભાવ 4,200 ડોલર પ્રતિ ઔંસની નજીક છે જ્યારે ચાંદી 58 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી છે. ઘરેલુ બજાર MCX પર સમાચાર લખાય છે ત્યારે સોનાના વાયદાનો ભાવ 0.61 ટકા વધીને 1,48,382ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે ચાંદી 1.10 ટકા વધીને 2,12,976ના સ્તરે વેચાઈ રહી છે.


MCX પર સોના-ચાંદી તેજી સાથે ખૂલ્યા

સોનાના ડિસેમ્બર કોન્ટ્રાક્ટના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હત. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 292ની તેજી સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,47,781ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 1,47,489 હતો. આ સમાચાર લખાય છે ત્યારે બપોરે 12.00 કલાકે આ કોન્ટ્રાક્ટ 0.61 ટકાના ઉછાળા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ.1,48,382ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવે આ વર્ષે રૂ. 1,80,779નું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું.


ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ તેજી સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 1,132ની તેજી સાથે પ્રતિ કિલો રૂ. 2,11,792ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 2,10,660 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 1.10 ટકાના ઉછાળા સાથે પ્રતિ કિલો રૂ. 2,12,976ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.


Comex પર સોના-ચાંદીમાં તેજીના સોદા

વૈશ્વિક બજારમાં પણ સોના ચાંદીના વાયદાના ભાવ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજાર Comex પર સોનું પ્રતિ ઔંસ રૂ. 4,192.10 ડોલરના ભાવે ખૂલ્યું હતું. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ રૂ. 4,170.10 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનું 0.70 ટકાની તેજી સાથે પ્રતિ ઔંસ 4,199.10 ડોલરના ભાવે કારોબાર થયું હતું. સોનું આ વર્ષે પ્રતિ ઔંસ 5,586.20 ડોલરના સર્વોવ્ચ સ્તરે પહોંચ્યું હતું.


Comex પર ચાંદીના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 57.63 ડોલરના સ્તરે ખુલ્યો હતો. પાછલો બંધ ભાવ 57.15 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદી 1.31 ટકાની તેજી સાથે પ્રતિ ઔંસ 57.905 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહી છે. ચાંદીએ આ વર્ષે 121.79 ડોલરનું ટોચનું સ્તર હાંસલ કર્યું હતું.


સોના-ચાંદીમાં રિકવરીના કારણ

અમેરિકન ડોલરમાં નરમાઈ અને અમેરિકન ટ્રેઝરી બોન્ડના યીલ્ડમાં ઘટાડાથી સોનાના ભાવને રિકવર થવામાં મદદ મળી છે. જોકે, મોંઘવારી સતત ઊંચા સ્તરે રહેવાની આશંકા હજુ પણ ચિંતાની બાબત છે. ભારતીય રોકાણકારો માટે મહત્વનો સવાલ એ છે કે ઘરેલુ બજાર ખૂલ્યા પછી સોનાના ભાવમાં આવેલી આ તેજી જળવાઈ રહેશે કે નહીં. રૂપિયાની ચાલ પણ ઘરેલુ કિંમતો પર અસર કરશે. રૂપિયામાં નરમાઈ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઘટાડાની સંભાવના ઘટાડે છે જ્યારે રૂપિયામાં મજબૂતી ઘરેલુ બજારમાં તેજીને મર્યાદિત કરી શકે છે. સોનાના ભાવમાં આવેલી આ રિકવરી ઉત્સાહજનક છે, પરંતુ હજુ તેને ટ્રેન્ડમાં પરિવર્તન માનવું ઘણું ઉતાવળું હશે. સોનાની તેજીનો ટ્રેન્ડ જાળવી રાખવા માટે તેના ઉપર ટકી રહેવું જરૂરી છે.


સોના અને ચાંદીમાં શોર્ટ કવરિંગ

ટેકનિકલરૂપે સોનામાં શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. ભાવમાં રૂ. 1,641ની તેજી સાથે ઓપન ઈન્ટરેસ્ટ 2.86 ટકા ઘટીને 17,085 કોન્ટ્રાક્ટ રહી ગયો છે. સોનાને રૂ. 1,47,040ના સ્તરે સપોર્ટ મળી રહ્યો છે. આ સ્તરથી નીચે ઘટતા ભાવ રૂ. 1,46,600 સુધી જઈ શકે છે. બીજીબાજુ રૂ. 1,47,990 પર પ્રતિકારક સ્તર છે. આ સ્તરની ઉપર ટકી રહેતા ભાવ રૂ. 1,48,500 નજીક પહોંચી શકે છે.


ચાંદીમાં પણ ટેકનિકલરૂપે શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. ચાંદીના ભાવ રૂ. 2,322ની તેજી સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1.3 ટકા ઘટીને 20,420 કોન્ટ્રાક્ટ રહી ગયો છે.ચાંદીને રૂ 2,08,780 પર તાત્કાલિક સપોર્ટ મળી રહ્યો છે. આ સ્તરથી નીચે જતા ભાવ રૂ. 2,06,900 સુધી આવી શકે છે. બીજીબાજુ રૂ.2,12,020ના સ્તરે પ્રતિકારક સ્તર છે. આ સ્તરની ઉપર ટકી રહેતા ભાવ રૂ. 2,13,380 સુધી પહોંચી શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn