KuberaNowLogo
Friday, 16/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હળદરના ભાવમાં આગ! હળદરના ભાવ ₹24,500ને પાર, વિક્રમ સપાટી હવે કેટલી દૂર?

ઓછો પૂરવઠો, દુષ્કાળની ચિંતા અને મજબૂત માગથી હળદરના ભાવમાં એક મહિનામાં 18%થી વધુનો ઉછાળો આવ્યો છે

desk@kuberanowPublished On : 16 Oct 2026
Turmaric Price
AI generated

રસોડામાં સૌથી જરૂરી મસાલા તરીકે ઉપયોગમાં લેવાતી હળદરના ભાવ સતત વધી રહ્યા છે. માગમાં તેજી અને બજારમાં ઓછા પૂરવઠાના કારણે ભાવ વધુ મજબૂત થઈ રહ્યા છે. હળદરના ભાવમાં વધુ તેજી આવવાના અંદાજના પગલે ખેડૂત અને સ્ટોકિસ્ટ પોતાનો માલ વેચવામાં ખચકાઈ રહ્યા છે. બીજીબાજુ અલ નીનોના કારણે દુષ્કાળની સ્થિતિ અને પાકની ઉપજ પર તેની સંભવિત અસરે પણ ચિંતા વધારી છે.


છેલ્લા એક મહિનામાં હળદરના ભાવ 18 ટકાથી વધુ વધ્યા છે. એક વર્ષમાં તેના ભાવ 80 ટકા વધી ગયા છે. હવે તે વિક્રમી તેજીની નજીક છે. પેરુંદુરઈ મંડીમાં હાજર બજારમાં હળદરના ભાવ પ્રતિ ક્વિન્ટલ 23,000 રૂપિયાને પાર પહોંચી ગયા છે, જે ગયા વર્ષે હળદરનું વિક્રમી સ્તર છે. એનસીડેક્સના વાયદા બજારમાં હળદરના ભાવ વધીને પ્રતિ ક્વિન્ટલ રૂ. 24,500ને પાર પહોંચી ગયા છે. બજારમાં હળદરની ઓછી આવક, મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં ઓછો વરસાદ અને આગામી પાક પર જોખમની સંભાવનાના પગલે આગામી સપ્તાહોમાં પણ કિંમતો પર સીધી અસર પડવાની સંભાવના છે.


ફાજલ સ્ટોકમાં અછત, વૈશ્વિક બજારોમાં માગ વધી

કર્ણાટકમાં દુષ્કાળના સંયુક્ત સરવે મુજબ રાજ્યમાં લગભગ 18,000થી 20,000 હેક્ટરના કુલ ખેતીવાળા ક્ષેત્રમાંથી 13,446 હેક્ટરમાં હળદરના પાકને નુકસાન થયું છે, જેની કિંમત 188.24 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પાછલી સિઝનના 20 લાખથી વધુ બોરીની સરખામણીમાં આ વર્ષે લગભગ 15 લાખ બોરી સ્ટોક બચવાનો અંદાજ છે, જે સપ્લાય બફરમાં અછત દર્શાવે છે. દુષ્કાળ અને અલ નીનોના કારણે વિદેશી ખરીદારોએ હળદરની માગ વધારી દીધી છે, જોકે, વિદેશી મા પૂરી કરવા ભારતીય નિકાસકારોને મુશ્કેલી પડી રહી છે. જુલાઈ 2026માં ભારતથી હળદરની નિકાસ ગયા વર્ષના 15,071 ટનથી 10 ટકા ઘટીને 13,489 ટન રહી ગઈ હતી. જોકે, એપ્રિલ-જુલાઈ દરમિયાન કુલ નિકાસ પાછલા વર્ષના 63,020 ટનથી 4 ટકા વધીને 65,476 ટન થઈ ગઈ. તૂર્કીને નિકાસ 431 ટન વધીને 3,007 ટન, શ્રીલંકામાં 644 ટકા વધીને 156 ટન અને નાઈજિરિયાને 983 ટકા વધીને 69 ટન થઈ ગઈ.


દુષ્કાળના કારણે ઉત્પાદનમાં ભારે ઘટાડાની આશંકા

ઈરોડ હળધર મર્ચન્ટ્સ એન્ડ ગોડાઉન ઓનર્સ એસોસિએશનના સચિવ એમ. સત્યમૂર્તિએ જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના મરાઠવાડા, તેલંગણાના નિઝામબાદ અને તમિલનાડુના કેટલાક ભાગો સહિત મુખ્ય હળદર ઉત્પાદક ક્ષેત્રોમાં દુષ્કાળની સ્થિતિ કિંમતોને ઉપર રાખી રહી છે. તેમણે જણાવ્યું કે, પાણીની અછતના કારણે કેટલાક ક્ષેત્રોમાં હળદરનું વાવેતર પહેલા જ 20થી 30 ટકા સુધી ઘટી ગયું છે અને આગામી મહિનામાં ખેતીમાં વધુ ઘટવાની આશંકા છે. દુષ્કાળની અસર ઘણી ગંભીર થવાની આશા છે, જેનાથી આગામી વર્ષે હળદરના ઉત્પાદનમાં ભારે ઘટાડો આવી શકે છે.


જોકે, વર્ષ 2026માં ભારતમાં હળદરના ઉત્પાદનમાં લગભગ 15 ટકાની વૃદ્ધિ થવાનો સરકારને અંદાજ છે. તેનું મુખ્ય કારણ ખેતીની ઉપજમાં લગભગ 20 ટકાનો વધારો છે. મહારાષ્ટ્ર, તેલંગણા અને ઉત્તરી કર્ણાટકમાં ચોમાસાની સારી સ્થિતિ અને તેલંગણા તથા આંધ્ર પ્રદેશના જળાશયોમાં પાણી ભરવાથી પાક બરબાદ થવાની તાત્કાલિક ચિંતા ઘટી ગઈ છે. વરસાદ પછી ઉત્તરી કર્ણાટકમાં ફરીથી વાવેતર પણ પૂરું થઈ ગયું છે. જોકે, સારી ઉપજ માટે મોસમ સતત અનૂકૂળ રહેવું જરૂરી છે.


હળદર બજાર હજુ પણ મજબૂત અપટ્રેન્ડમાં

કિંમતોમાં સતત થઈ રહેલી વૃદ્ધિને જોતા જે ખેડૂતોએ પોતાની ઉપજનો સંગ્રહ કરી રાખ્યો છે તેઓ આગળ જઈને ભાવ વધુ વધવાની આશામાં હજુ પણ હળદર વેચતા ખચકાઈ રહ્યા છે. કોમડિટી નિષ્ણાતોનું કહેવું છે કે ટેકનિકલ રૂપે બજાર હજુ પણ મજબૂત અપટ્રેન્ડમાં છે. હળદરના ઓછા ઉત્પાદનની આશંકા, ઓછો કેરીફોરવર્ડ સ્ટોક, મર્યાદિત ખેડૂતોના વેચાણ અને મજબૂત ઘરેલુ તથા નિકાસ માગ જેવા ફંડામેન્ટલ બજારને સમર્થન આપી રહ્યા છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn