Gold and Silver Jewellery Exports : સોના-ચાંદીના નિકાસકારોને મોટો ઝટકો! સરકારે ડ્યુટી ડ્રોબેકમાં મૂક્યો કાપ
સોનાની નિકાસ પર રિફંડ 3.1% અને ચાંદી પર 9% ઘટ્યું, જ્વેલરી નિકાસકારોને જુલાઈમાં મળ્યો હતો બમ્પર ફાયદો, હવે દર ઘટાડવામાં આવ્યા. સોના-ચાંદીની નિકાસ પર રિફંડમાં કાપ

સરકારે સોના અને ચાંદીના ઘરેણાંની નિકાસ પર મળનારી ડ્યુટી ડ્રોબેકના ભાવ ઘટાડ્યા છે, જેને પગલે જ્વેલરી એક્સપોર્ટર્સને ફરી એક વખત મોટો ફટકો પડ્યો છે. સરકારે ઘરેણાં પર મળનારું રિફંડ સોનામાં 3.1 ટકા અને ચાંદીમાં અંદાજે 9 ટકા ઘટાડી દીધું છે. સરકારે વધતા ખર્ચ વચ્ચે ભારતીય નિકાસકારોને રાહત આપવા જુલાઈમાં જ આ દર લગભગ બમણા કર્યા હતા. હવે નાણામંત્રાલયે નવા દર જાહેર કર્યા છે.
સોના-ચાંદી પર કેટલું ઘટ્યું રિફંડ
નાણામંત્રાલય તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ સોનાના ઘરેણાંની નિકાસ પર ડ્યુટી ડ્રોબેક રેટ હવે રૂ. 1851.99 પ્રતિ ગ્રામથી ઘટીને રૂ. 1,794.11 પ્રતિ ગ્રામ થઈ ગયો છે. આમ તેમાં અંદાજે 3.1 ટકાનો કાપ મૂકાયો છે. બીજીબાજુ ચાંદીના ઘરેણાં અને ચાંદીથી બનેલી અન્ય વસ્તુઓની નિકાસ પર મળનારું રિફંડ પણ ઘટાડવામાં આવ્યું છે. તેનો દર પ્રતિ કિલો રૂ. 29,501.09થી ઘટાડીને પ્રતિ કિલો રૂ. 26,859.02 કરાયો છે. એટલે કે ચાંદીની નિકાસ પર મળનારા રિફંડમાં અંદાજે 9 ટકાનો ઘટાડો આવ્યો છે.
જુલાઈમાં મળ્યો હતો બમ્પર ફાયદો
સરકારે આ વર્ષે જુલાઈમાં પસંદગીના સોના અને ચાંદીના ઘરેણાં માટે ડ્યુટી ડ્રોબેકના દર લગભગ બમણા કરી દીધા હતા. તે સમયે સોનાના ઘરેણાં અને તેના ભાગ પર મળનાર રિફંડ રૂ. 773.17 પ્રતિ ગ્રામથી વધીને પ્રિત ગ્રામ રૂ. 1,851.99 થઈ ગયું હતું. આ રીતે ચાંદીના ઘરેણાં અને ચાંદીથી બનેલી અન્ય વસ્તુઓ પર રિફંડ પ્રતિ કિલોગ્રામ રૂ. 14,990.66થી વધારીને રૂ. 29,501.09 કરાયું હતં. આ પાછળનો આશય વધતા ખર્ચ અને દુનિયાભરમાં ચાલતી અિશ્ચિતતા વચ્ચે ભારતીય નિકાસકારોને અન્ય દેશોની સરખામણીમાં પ્રતિસ્પર્ધી બનાવી રાખવાનો હતો.
સરકારે અચાનક ઘટાડ્યા દર
ઈન્ડિયા બુલિયન એ્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના સચિવ સુરેન્દ્ર મહેતાએ ડ્યુટી ડ્રોબેકનું કારણ સોના-ચાંદીના ભાવમાં આવેલો ઘટાડો ગણાવ્યું છે. તેમના મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટવાથી તેના પર લાગતી વાસ્તવિક આયાત જકાત પણ ઘટી ગઈ છે. ડ્યુટી ડ્રોબેકના દર ટકાવારીની દૃષ્ટિએ નક્કી થતા નથી, પરંતુ એક નિશ્ચિત રકમ તરીકે નક્કી થાય હતા. એવામાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડા બાદ રિફંડના દરોમાં ફેરફાર કરવો જરૂરી થઈ ગયું હતું. તેથી સરકારે રિફંડના દરોને યોગ્ય કરવા માટે આ પગલું લીધું છે.
ડ્યુટી ડ્રોબેક એટલે શું?
ડ્યુટી ડ્રોબેક એવું રિફંડ છે, જે નિકાસકારોને નિકાસ માટે સામાન બનાવવામાં ઉપયોગમાં લેવાયેલા આયાતી કાચા માલ અથવા ઈનપુટ પર ચૂકવવા પાત્ર કસ્ટમ અને અન્ય નિર્ધારિત ચાર્જના બદલામાં મળે છે. તેનો આશય નિકાસકારોનો ખર્ચ ઘટાડવામાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની પ્રતિસ્પર્ધા જાળવી રાખવામાં મદદ કરવાનો છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

મધ્ય-પૂર્વના તણાવથી ક્રૂડમાં ફરી તેજી, ભાવ ₹9,177ને પાર

તહેવારોમાં ડીઝલની ધમાકેદાર માગ! 15 દિવસમાં વેચાણ 26.4% વધ્યું

Gold Jewelleryની ધમાકેદાર માંગ, સપ્ટેમ્બરમાં 9.43%નો ઉછાળો

Gold Mutual Fundમાં નવા રોકાણ પર બ્રેક! આજથી અનેક યોજનાઓમાં નવી SIP બંધ

Gold Silver Price Today : ડોલર-બોન્ડ યીલ્ડ નબળા પડતાં સોનામાં ફરી ચમક, જાણો આજનો ભાવ

હોર્મુઝમાં હુમલાથી ક્રૂડનું ટેન્શન વધ્યું, Brent $104 પાર

શેરડી સુકાય તે પહેલાં ખાંડ મિલોનો માસ્ટરસ્ટ્રોક! 55 મિલોએ શરૂ કર્યું પીલાણ






