તહેવારોમાં ડીઝલની ધમાકેદાર માગ! 15 દિવસમાં વેચાણ 26.4% વધ્યું
ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં ડીઝલ વેચાણ 36.5 લાખ મેટ્રિક ટન થયું, ટ્રકોની વધતી અવરજવર અને કૃષિ માગે વપરાશને વેગ આપ્યો.

તહેવારોની મોસમમાં ટ્રકોનું પરિવહન વધતા અને વૈશ્વિક કિંમતોમાં ઊછાળા વચ્ચે વાહન ચાલકોને રાહત આપવા માટે સરકારના પ્રયાસોના કારણે દેશમાં ડીઝલનો વપરાશ વધ્યો છે. ઉદ્યોગ જગતના સૂત્રો મુજબ વેચાણના શરૂઆતના આંકડા પરથી આ માહિતી મળી છે. ઈરાનમાં લાંબા સમયથી ચાલતા યુદ્ધ અને રશિયા-યુક્રેન સંઘર્ષના કારણે પૂરવઠો ખોરવાઈ જવાથી દુનિયાના અનેક બજારોમાં ડીઝલના ભાવ વિક્રમી ઊંચાઈ પર પહોંચી ગયા છે. તેનાથી સરકારો અને ગ્રાહકો માટે મોંઘવારી તથા જીવન ખર્ચ વધવાનું જોખમ પેદા થઈ ગયું છે.
આંકડા મુજબ ઓક્ટોબર પહેલા પખવાડિયામાં સરકારી ઈંધણ કંપનીઓનું ડીઝલનું વેચાણ વધીને 36.5 લાખ મેટ્રિક ટન (અંદાજે 2.7 કરોડ બેરલ) થઈ ગયું છે. આ સપ્ટેમ્બરના સમાન સમયની સરખામણીમાં અંદાજે 26.4 ટકા અને પાછલા વર્ષના આ સમયની સરખામણીમાં 25.4 ટકા વધુ છે.
ઈન્ડિયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગના વરિષ્ઠ ફેલો એસપી સિંહે કહ્યું, કૃષિ ક્ષેત્રની માગ અને તહેવારોની મોસમમાં પરિવહન પ્રવૃત્તિઓ વધવાના કારણે ડઝલના વપરાશમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં ખેડૂત સિંચાઈ માટે ડીઝલથી ચાલતા જનરેટર સેટનો ઉપયોગ કરે છે. જથ્થાબંધ વિક્રેતાઓએ ખરીદી વધારી દીધી છે. તેનાથી ટ્રકોના પરિવહનમાં વધારો થોય છે, જેથી નવેમ્બરમાં દિવાળી સુધ તહેવારો દરમિયાન ગ્રાહકોની માગ પૂરી કરવા માટે પર્યાપ્ત સામાનનો ભંડાર રાખી શકાય. તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બર 2026માં ટ્રકોનું વેચાણ વધીને 44,323 યુનિટ થઈ ગયું, જે ઓગસ્ટની સરખામણીમાં 33.57 ટકા વધુ છે.
બજાર ભાવથી ઓછી કિંમતે ઈંધણ વેચી રહી છે સરકારી કંપનીઓ
સરકારી ક્ષેત્રની ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) મુખ્યરૂપે ઘરેલુ માગ પૂરી કરે છે અને રિટેલ ગ્રાહકોને બજાર ભાવ કરતાં નીચી કિંમતે ઈંધણ વેચી રહી છે. રેટિંગ એજન્સી ICRA લિ.ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ પ્રશાંત વશિષ્ઠ મુજબ આ ત્રણ કંપનીઓએ મે મહિનાથી પેટ્રોલ પંપો પર કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલ તેમણે ડીઝલની રિટેલ કિંમત પર પ્રતિ લીટર લગભગ 20 રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. તેનાથી વિપરિત ખાનગી ક્ષેત્રની ઈંધણ કંપનીઓ નાયરા એનર્જી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભાવ વધારી દીધા છે. આ કંપનીઓ વૈશ્વિક બજારમાં સારા માર્જિનનો લાભ ઉઠાવવા માટે ઈંધણની નિકાસ પણ કરી રહી છે.
વશિષ્ઠે કહ્યું કે, વીજળીની વધતી માગ પૂરી કરવા માટે વીજળી ઉત્પાદનમાં પણ ડીઝલનો ઉપયોગ થઈ રહ્યો છે. ખાનગી કંપનીઓ પાસેથી ઈંધણ ખરીદનારા કેટલાક ગ્રાહક હવે સરકારી કંપનીઓના પેટ્રલ પંપો તરફ વળી રહ્યા છે. ખાનગી કંપનીના પેટ્રોલ પંપો પર પેટ્રોલનો ભાવ સરકારી કંપનીઓની સરખામણીમાં 3 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. 5 વધુ છે. આંકડા મુજબ સરકારી ઈંધણ કંપનીઓનું પેટ્રોલ વેચાણ પણ ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં વધીને 15.5 લાખ મેટ્રિક ટન થઈ ગયું છે, જે પાછલા મહિનાના સમાન સમયની સરખામણીમાં 0.9 ટકા વધુ છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

મધ્ય-પૂર્વના તણાવથી ક્રૂડમાં ફરી તેજી, ભાવ ₹9,177ને પાર

Gold and Silver Jewellery Exports : સોના-ચાંદીના નિકાસકારોને મોટો ઝટકો! સરકારે ડ્યુટી ડ્રોબેકમાં મૂક્યો કાપ

Gold Jewelleryની ધમાકેદાર માંગ, સપ્ટેમ્બરમાં 9.43%નો ઉછાળો

Gold Mutual Fundમાં નવા રોકાણ પર બ્રેક! આજથી અનેક યોજનાઓમાં નવી SIP બંધ

Gold Silver Price Today : ડોલર-બોન્ડ યીલ્ડ નબળા પડતાં સોનામાં ફરી ચમક, જાણો આજનો ભાવ

હોર્મુઝમાં હુમલાથી ક્રૂડનું ટેન્શન વધ્યું, Brent $104 પાર

શેરડી સુકાય તે પહેલાં ખાંડ મિલોનો માસ્ટરસ્ટ્રોક! 55 મિલોએ શરૂ કર્યું પીલાણ






